SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭૪ ૪૨૫ શ્વાસોચ્છવાસ, બળ, વીર્ય અને ઘુતિ વગેરે પણ અલ્પ છે, અને એથી ઉલટું, એ બધું કિંથવા કરતાં હાથીમાં વધારે છે, આમ હાથીમાં અને કંથવામાં આસમાન જમીન જેટલો ચોકખો ભેદ જણાય છે છતાંય હે ભંતે! તમે એમ કેમ કહો છો કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? કેશી કુમાર બોલ્યા - હે પએસી! તું એમ ધાર કે ધુમ્મટદાર અને શિખરાકાર એક મોટી ઓરડી હોય, તેમાં કોઈ પુરુષ દીવો લઈને પેસે અને પછી એ તો ઓરડીનાં બધા બારી બારણાં બરાબર બંધ કરી દે અને એનાં બધાં છિદ્રો છાંદી દે, તો એ દીપકનો પ્રકાશ, એ આખીએ ઓરડીને અજવાળશે પણ બહારના ભાગને નહિ અજવાળે; કેમ ખરુંને? એ રીતે, એ દીપક ઉપર કોઈ મોટો થાળ ઢાંકે અથવા મોટું ડાલું ઢાંકે, તો તે દીપકનો પ્રકાશ તે તે ઢાંકણના અંદરના ભાગને પ્રકાશશે પણ બહાર નહિ પ્રકાશે, અથતિ બધે દીપક તો એકજ છે પણ તે મોટા ઢાંકણ નીચે હોય તો વધારે ભાગમાં પ્રકાશે છે અને નાના ઢાંકણ નીચે હોય તો ઓછા ભાગને પ્રકાશે છે તેમ આ જીવ પણ જેવડા-મોટા કે નાના-શરીરને મેળવે છે, તેવડા શરીરના બધા ભાગોને પોતાના અસંખ્ય આત્મપ્રદેશોદ્વારા સચિત્ત કરી શકે છે, પછી ભલેને શરીર મોટામાં મોટું હોય કે નાનામાં નાનું હોય, માટે હે પએસી! તું એમ સમજ કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે અને તું એમ પણ માન કે જીવ અને શરીર જુદાં છે પણ એક નથી. 9િપ7રાજા બોલ્યોઃ- હે ભંતે ! “જીવ અને શરીર એક છે' એવું હું કાંઈ એકલોજ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમજ સમજતા આવ્યા છે, એટલે મારી એ સમજ કુલપરંપરાની સમજ છે, બહુપુરુષપરંપરાથી ચાલી આવેલી છે, તો હું ભંતે! મારા કુલની એ દષ્ટિને હું શી રીતે છોડી શકું? કેશી શ્રમણ બોલ્યા - હે પએસી! તારી એ સમજને તું નહિ બદલાવીશ, તો પેલા લોઢાનો ભારો નહિ છોડનારા કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. રાજા બોલ્યો - ભંતે ! લોઢાનો ભારો નહિ છોડનારો કદાગ્રહી પુરુષ વળી કોણ હતો અને તેને પસ્તાવું કેમ પડયું? કેશી કુમાર બોલ્યા :-પએસી! કેટલાક ધનાર્થી લોકો વિપુલ કરીયાણાં ભરીને અને સાથે ઘણું બધું ભાતું લઈને, જ્યાં કોઈ આવેલું નહિ એવી એક મોટી લાંબી અટવીમાં જઈ ચડ્યા. ત્યાં કોઈ એક સ્થળે પહોંચતાં તેમણે જેમાં ઘણું લોઢું દટાએલું છે એવી એક મોટી લોઢાની ખાણ જોઈ. ખાણને જોતાંજ ખુશીમાં આવી જઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આ લોઢું આપણને વિશેષ ઉપયોગી છે, માટે તેને ભારા બાંધી લઈ જવું સારું છે. એમ વિચારી તેઓ લોઢાના ભારા બાંધી તેમને ઉંચકી એજ અટવીમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં, જેમાં ઘણું સીસું ભરેલું છે એવી એક મોટી સીસાની ખાણ તેમના જોવામાં આવી. થોડાક પણ સીસાના બદલામાં લોઢું ઘણું મળે છે, માટે લોઢા કરતાં સીસાને બહુમૂલ્ય સમજી તેઓએ લોઢાના ભારાને પડતા મૂકી સીસાના ભારા બાંધવાનો વિચાર કર્યો અને એના ભારા બાંધ્યા પણ ખરા. પરંતુ તેમાના એક સાથીએ સીસાને બહુમૂલ્ય સમજવા છતાં લોઢાના ભારાને પડતો મૂકી સીસાનો ભારો ન જ બાંધ્યો. એ બાબત તેને બીજા સાથીઓએ ઘણું ઘણું સમજાવ્યું તોય તે એકનો બે ન થયો. ઉલટું તેણે એમ કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! લોઢાનો આ ભારો હું ઘણા દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધેલો છે, માટે એને મૂકીને સીસાનો ભારો બાંધવાનું મારું મન નથી. પછી તો તેઓ બધા સીસાના ભારાને ઉંચકી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy