SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ રાયખસેવિયં- (૪૪) સવસ્ત્ર પ્રતિમાઓ ઉપર ફૂલ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવી તેમને લાંબી લાંબી માળા પહેરાવી અને પાંચ પ્રકારનાં પુષ્પોના પગાર ભર્યા. પછી તે જિન પ્રતિમાઓની સન્મુખ રુપેરી અખંડ ચોખાના સ્વસ્તિક દર્પણ વગેરે આઠઆઠ મંગળો આલેખ્યાં, વૈદુર્યમય ધૂપધાણામાં સુગંધી ધૂપ સળગાવી તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કર્યો અને પછી ગંભીર અર્થવાળા મોટા એકસો ને આઠ છંદો બોલી તેમની સ્તુતિ કરી. સાતઆઠ પગલાં પાછો ફર્યો, પછી બેસી, ડાબો પગ ઊંચો રાખી, જમણો પગ જમીન ઉપર મૂકી, માથું ત્રણ વાર નીચું નમાવી, હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો : અરિહંત ભગવંતોને નમસ્કાર, યાવતુ અચળ સિદ્ધિને વરેલાઓને નમસ્કાર. - પછી તો એ સિદ્ધાયતનનો વચલો ભાગ, તેની ચારે બાજાનો દ્વારપ્રદેશ, મુખ મંડપો, પ્રેક્ષાગૃહમંડપો, વજમય અખાડો, બધા ચૈત્યસ્તંભો, મણિપીઠિકાઓ ઉપરની જિનપ્રતિમાઓ, બધાં ચૈત્યવૃક્ષો, મહેંદ્રધ્વજ, નંદાપુષ્કરિણીઓ, માણવક ચૈત્યસ્તભોમાં સચવાઈ રહેલાં જિનનાં સક્રિથઓ, દેવશય્યાઓ, નાના મહેદ્રધ્વજો, સુધમાં સભા, ઉપપાતસભા, અભિષેક સભા, અલંકારસભા અને એ બધી સભાઓનો ચારે બાજાનો પ્રદેશ, તથા એ બધે સ્થળે આવેલી પૂતળીઓ, શાલભંજિકાઓ, દ્વાર ચેટીઓ અને બીજાં બધાં ભવ્ય ઉપકરણો વગેરેને તે સૂયભિદેવે મોરપીંછથી પૂંજ્યાં, દિવ્ય પાણીની ધારાઓથી પોંખ્યાં, તેમના ઉપર ગોશીષચંદનો લેપ્યાં-તે વતી થાપા માર્યા અને તેમની સન્મુખ ફૂલના પગર ભય, ધૂપ દીધો અને તે શોભાવર્ધક બધી સામગ્રી ઉપર ફૂલ ચડાવ્યાં, તેમજ માળાઓ, ઘરેણાં અને વસ્ત્રો વગેરે પહેરાવ્યાં અને પોતાની દ્ધિને સૂચવતા તે પ્રત્યેક પદાર્થ તરફ પોતાનો સદુભાવ બતાવ્યો. એમ કરતો કરતો તે, છેક છેલ્લે વ્યવસાયસભામાં આવી પહોંચ્યો. ત્યાં તેણે ત્યાંના પુસ્તકરત્નને મોરપીંછથી પૂછ્યું, દિવ્ય જળની ધારાથી પોપ્યું અને ઉત્તમ ગંધ તેમજ માળા વગેરે વડે પૂર્વવતુ તેની અર્ચા કરી તથા ત્યાંની પૂતળીઓ વગેરે તરફ પણ તેણે તેજ રીતે પોતાનો સદ્દભાવ સૂચિત કયો. આ બધું કરીને જ્યારે તે બલિપીઠ પાસે આવી બલિનું વિસર્જન કરે છે ત્યારે તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવી નીચેનો હુકમ કહી સંભળાવ્યો ઃ હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જાઓ અને આ સૂયભિવિમાનમાં આવેલા સિંગોડાના ઘાટના માગોમાં ત્રિકોમાં ચતુષ્કોમાં ચત્રોમાં ચતુર્મુખોમાં અને મહાપથોમાં તથા પ્રાકાર અટારીઓ દ્વારા ગોપુરો તોરણો આરામો ઉદ્યાનો વનો વનરાજિઓ કાનનો અને વનખંડોમાં અથતું મારા આ વિમાનમાં વસતાં દેવો અને દેવીઓએ નાને મોટે બધે સ્થળે અચનિકા કરે એવું જાહેર કરો. આભિયોગિક દેવો દ્વારા પોતાના સ્વામી સૂયભદેવ ની ઉપર પ્રમાણેની ઘોષણા સાંભળી ત્યાં વસતા પ્રત્યેક દેલો અને દેવીઓએ ઉક્ત ઘોષણામાં જણાવ્યા પ્રમાણેનાં તે તે પ્રત્યેક સ્થળની અચનિકા કરી. આ બધું પતી ગયા પછી તે સૂયભિદેવ નંદા પુષ્કરિણીએ ગયો, ત્યાં તેણે હાથ પગ પખાળ્યા અને ત્યાંથી, તે ચાર હજાર સામાનિક દેવસભ્યો, ચાર પટ્ટરાણીઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવો વગેરે અનેક દેવ દેવીઓ સાથે, મોટા ઠાઠમાઠથી વાજતે ગાજતે વરઘોડો ફરે તેમ ફરતો ફરતો સીધો પોતાની સુધમસિભા તરફ આવ્યો, ત્યાં પૂર્વદ્વારે પેસી ત્યાંના મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. [૪૫] એ સભામાં તે સૂયભિદેવની પશ્ચિમોત્તરે અને ઉત્તરપૂર્વે ઢાળેલાં ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy