SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ રાયuસેલિય-(૨૪) ( નાટકોમાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં,ઝાંઝવગેરેનક્કર અને શંખવગેરે પોલોએમચારજાતનાંવાજાંવગાડેલાંઉન્સિ. પ્ત પાદ વૃદ્ધ મંદ અને રોચિત એમ ચાર પ્રકારે નૃત્ય કરેલું. દાણ્યતિકપ્રાત્યંતિક સામાન્ય તોપનિપાતનિક અને લોકમધ્યાવસાનિક એમ ચાર જાતના અભિનયો ભજવી બતા વેલા.હવે તેદેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિર્ગથોને એ બત્રીશે પ્રકાર નું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂયભિદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પોતાના એ અધિપતિને જય વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમેશ્રમણભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં. [૨પીત્યારબાદ એ સુભદેવ પોતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં હતો તેવો એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદી નમી પોતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાંજ પાછો ચાલ્યો ગયો. [૨૬] એના ગયા પછી ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે ગૌતમ આ પ્રમાણે બોલ્યા: – હે ભગવન્! તે સૂયભિદેવની એ દિવ્ય દેવમાયા, એ દિવ્ય દેવઘુતિ, એ દિવ્ય દેવાનુભાવ ક્યાં ગયો ? કયાં સમાઈ ગયો? –હે ગૌતમ! સૂર્યાભદેવે સર્જેલી એ દેવાયા તેના શરીરમાં ગઈ, –હે ભગવનું તે કયા કારણથી એમ બન્યું? - હે ગૌતમ ! બહાર અને અંદર છાણ વગેરેથી લીધેલી ઝુંપેલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કોઈ એક મોટી શિખરબંધી શાળા હોય.એ શાળાની પાસે માણસોનું એક મોટું ટોળું ઊભું હોય અને એ વખતે એ ટોળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જાએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ જો ટોળાને લાગે તો જેમ એ ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પોતાની સામે ચડી આવતા વંટોળિયાને જાએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે. વળી, ગૌતમે પૂછ્યું કે [૨૭]– ભગવન્! સૂયભિદેવનું સૂયભિવિમાન કયાં જણાવેલું છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણે આ રત્નપ્રભા ૧૦૧ નામની પૃથ્વી છે. તેના રમણીય સમતલ ભૂભાગથી ઉંચે ચંદ્ર સૂર્ય ગ્રહગણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણાં યોજનો સેંકડો યોજનો હજારો યોજનો લાખો યોજનો કરોડો યોજનો અને લાખકરોડો યોજનો ઉચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલ્પ નામનો કલ્પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબો, ઉત્તર દક્ષિણ પહોળો, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણોના પ્રકાશથી ઝગઝગતો છે, તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોટાનકોટિ યોજન છે અને તેનો ઘેરાવો પણ તેટલોજ છે. એ સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવોમાં બત્રીશ લાખ વિમાનાવાતો હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસો સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. તે વિમાનોની વચ્ચોવચ્ચ પાંચ અવતંસકો જણાવેલા છે : અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધમવિહંસક. એ પાંચે અવતંસકો પણ સર્વરત્નમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy