SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૯ ૩૮૧ દેવો! એ પુરાતન છે, હે દેવો ! એ કૃત્યરુપ છે, હે દેવી! એ કરણીયરુપ છે, હે દેવો! એ આચૈણ છે, અને હે દેવો ! એ સંમત મનાએલું છે કે ભવનપતિ, વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે અને તેમ કરી પોતપોતાનાં નામ-ગોત્રો કહી સંભળાવે છે. એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્માત થએલી છે.” [૧૦] ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેલું છે એવા તે આભિયોગિક દેવો હર્ષિત થયા અને યાવતું પ્રફુલ્લ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગ વાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈક્રિસમુદ્દાત કર્યો, તે દ્વારા સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અર્થાતુ એ સમુદ્યાત દ્વારા તે દેવોએ મોટાં- જાડાં - પગલોને દૂર કરી સૂક્ષ્મ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમુદુઘાત કરી તે દેવોએ સંવર્તક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરનો જે સ્થળે ઊતારો હતો તે સ્થળની આસપાસ ચારે બાજુ એક યોજના સુધીમાં જે કાંઈ અપવિત્ર- સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી યોજના પ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું. વળી, ફરીવાર વૈક્રિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ કુશળ છંટારો પાણીભરેલા મોટા ઘડLદ્વારા કોઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેવોએ એ પાણી ભરેલાં વાદળદ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાણી વરસાવી-છાંટી ત્યાં ઉડતી. ધૂળને બેસાડી દીધી-તેને શાંત રજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતો મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેવોએ રચેલું એ પાણી ભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું. વળી, ત્રીજી વાર વૈક્રિય સમુદ્દઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ માળીનો કુશળ યુવાન પુત્ર ફૂલભરેલી ચુંગેરીઓ દ્વારા રાજસભાને પુષ્પોથી મધમધિત કરી દે તેમ તે દેવોએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકારનાં પુષ્પોને વરસાવી તેને ચારે બાજુથી વ્હેક કરી મૂકી અને જમીનથી ઉંચે એકએક જાન- સુધી ઉપરા ઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુષ્પો પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુષ્પનું ડિંટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે. ત્યારપછી, પુષ્પોથી મધમધતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધનો મહાસાગર ન બનાવવો હોય તેમ એ દેવોએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળો અગર, ઉત્તમ કિનરૂ અને તુક્કનો સુગંધી ધૂપ મૂકી તેને ઘણું જ સુગંધિત કરી મૂક્યું અને એવી રીતે કરી તે સ્થળે દેવો પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું. હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી ગયા. ત્યાં જે તરફ સૂર્યાભનામનું વિમાન હતું અને સુધમાં સભામાં જે તરફ સૂયભિદેવ બિરાજેલો હતો. ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી સૂયભિદેવનો જય થાઓ-વિજય થાઓ એવો પ્રઘોષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે “હે મહારાજ ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy