SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ઉવવાઇયં - (૫૦) કિત રાખશે નહિ.અનુરક્ત થશે નહિ.ગૃદ્ધ થશે નહિ.મૂર્છિત થશે નહિ,અને તેમાં એકાગ્રમન પણ કરશે નહિ. જેમ કે લાલકમળ, પદ્મકમળ, પુષ્પ, નલિનકમળવિશેષ, સુભગ કમળ, સુગંધ કમળ શ્વેત કમળ,મહાપુંડરિક કમળ, શતપત્ર કમળ,સહસ્રપત્ર કમળ, લક્ષ પત્ર કમળ, કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે તો પણ કાદવથી લિપ્ત થતાં નથી. જલથી લિપ્ત થતાં નથી. તેવીજ રીતે વૃઢપ્રતિશ કુમાર કામોથી ઉત્પન્ન થશે, ભોગોથી વૃદ્ધિ પામશે તો પણ કામરજથી લેપાશે નહિ. ભોગરજથી લેપાશે નહિ. તેવીજ રીતે મિત્ર, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ આદિ, સ્વજન-મામાદિ, સંબંધીશ્વસુરાદિ તેમજ પરિજન-નોકરાદિમાં પણ મોહ પામશે નહિ. તે કુમાર તથારૂપ સમ્યગ્નાનાદિથી યુક્ત સ્થવિરોની પાસે કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. અણગાર ભગવન્ત થશે તે ઈય સમિતિ યાવત્ ગુપ્તબ્રહ્મચારી થશે. તે દૃઢપ્રતિજ્ઞ મુનિ આ પ્રકારના આચારનું પાલન કરતાં અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, આવ૨ણરહિત, સર્વપદાર્થગ્રાહી, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત ક૨શે. ત્યાર પછી તે દૃઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો સુધી કેવળ પર્યાયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને સાઠ ભક્તોને અનશનથી છેદન કરી જેના નિમિત્તે નગ્નભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દાંતોનું પ્રક્ષાલન ન કરવું, કેશલોચન, બ્રહ્મચર્યનું પાલન, છત્રધારણ ન કરવું, જોડા ન પહેરવા, વાહન ૫૨ ન બેસવું, ભૂમિ ઉપર શયન, પાટિયાં પર સૂવું, સાધારણ લાકડાં ૫૨ સુવું, જાના ઘરે ભિક્ષા માટે જવું, માન, અપમાનમાં સમભાવ રાખવો. એ સર્વ ક૨વામાં આવે છે, જેના નિમિત્તે બીજાએ કરેલી અવજ્ઞા- લોકો સમક્ષ પોતાની માર્મિક વાતો પ્રકાશિત થાય, નિંદા- ગોં- તર્જના-તિરસ્કાર પામવો, બાવીસ પરીષહ, ઉપસર્ગો સહન કરાય છે. દૃઢ પ્રતિજ્ઞ કેવલી આત્માના અર્થને આરાધિત કરીને છેલ્લા ઉચ્છ્વાસ, નિઃશ્વાસોથી કૃત કૃત્ય થઈ જશે. કર્મોથી મુક્ત થશે. સંતાપનો અભાવ થવાથી શીતલી ભૂત થશે. સમસ્ત શારીરિક માનસિક દુઃખોનો અંત ક૨શે. [૫૧] તેઓ કે જે ગામ આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય જેવા કે આચાર્યના ઉપાધ્યાયના કુલના ગણના વિરોધી, આચાર્ય તેમજ ઉપાધ્યાયના અપયશ કારક, અવર્ણવાદ કરનાર,અનેક અસત્ દોષોને પ્રગટ કરનાર મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, સ્વપર બંનેને ઉન્માર્ગ માં જોડનાર, પાપમાં નિયોજિત કરતા પોતાના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષો સુધી વિચરે છે. તે સ્થાનથી આલોચના, પ્રતિક્રમણ ન કરતાં કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ લાન્તક દેવલોકમાં કિક્વિષિક દેવોમાં કિલ્ટિષિક દૈવ થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ ૧૩ સાગરોપમની હોય છે. તે અનારાધક હોય છે જે સંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિને પ્રાપ્ત થએલા જીવો છે જેવા કે-જલચર, સ્થળચર, ખેચર તેમાં કેટલાંક જીવો કે જેઓને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવ સાયોથી, વિશુદ્ધ લેશ્યા ઓથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઈહા, વ્યૂહ, માર્ગણ, ગવેષણ કરતાં કરતાં પૂર્વના સંશી ભવોનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે જાતિસ્મરણ જ્ઞાન યુક્ત તે જીવ પોતે જ પાંચ અણુવ્રત સ્વીકારે છે. સ્વી કારીને ઘણાં પ્રકારના શીલવ્રત, ગુણવ્રત વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષો સુધી આયુષ્ય પાળે છે. આયુ પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે. છેદન કરીને આલોચના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy