SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ઉવવાઇયં-(૨૩) બીજા ભવનવાસી દેવો પ્રગટ થયા. આ દેવોના મુકુટમાં ક્રમથી આ પ્રમાણે ચિહ્ન હતા નાગની ફણા, ગરુડ, વજ, પૂર્ણકલશ, સિંહ, અશ્વ, હાથી, મગર, સ્વસ્તિક. આ ચિલો મુકુટમાં હોય છે. તે દેવો વિચિત્ર રૂપવાળા અને સુંદર રૂપવાળા, મહાનું ઋદ્ધિથી યુક્ત હતા. શેષ સર્વ વર્ણન અસુરકુમારની જેમ સમજવું [૨૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા વ્યન્તર દેવો આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંજુરષ. બધા દેવો પ્રશસ્ત નાટકીય ગાનમાં તેમજ નાટ્ય વર્જિત ગાનવિદ્યામાં પ્રેમ રાખવાવાળા હોય છે. આણપને, પાણપને, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રન્દિત, મહાકન્દિત, કૂષ્માંડ, પતંગદેવ તે ચંચળ ચિત્તવાળા તેમજ ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. હસવું અને બોલવું એ બે જેને વિશેષ પ્રિય છે. ગીત અને નૃત્યમાં રતિ રાખનારા છે. વનમાળા, પુષ્પથી બનાવેલ અલંકાર, મુકુટ, કુંડલ, તેમજ ઇચ્છાનુસાર ઉત્પન્ન કરેલ બીજા આભૂષણો એ જ તેમના સુંદર આભૂષણો છે. સર્વઋતુઓના સુંદર પુષ્પોદ્વારા બનાવેલી લાંબી, સુંદર વિકસિત, ચિત્ર, વિચિત્ર વનમાળાઓથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન હતું. ઇચ્છાનુસાર ગમન કરતા. ઈચ્છાનું સાર રૂપ ધારણ કરતા, અનેક પ્રકારના રંગવાળા તથા ચિત્રવિચિત્ર પ્રભાવાળા એવા ચમકદાર વસ્ત્રો તેઓ પહેરે છે. અનેક દેશોનો પોશાક પહેરે છે. પ્રમુદિતોના જે કન્દ પ્રિધાન કલહ તેમજ ક્રીડા થાય છે. તેમાંથી ઉત્પન્ન થયેલ જે કોલાહલ તે તેમને અધિક પ્રિય છે. હાંસી, મજાક કરવામાં બહુજ ચતુર હોય છે. અનેક મણિરત્ન જે વિવિધ પ્રકારે યથાસ્થાન ધારણ કરેલ છે તેઓના વિચિત્ર ચિલ છે. સુંદર રૂપવાળા, મહાઋદ્ધિવાળા યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [૨૫] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે જ્યોતિષી દેવો પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક તે દેવો તપેલા સુવર્ણની સમાન લાલ વર્ણવાળા હતા. ગ્રહો અને જ્યોતિષી દેવો પોત પોતાના માંડલામાં વિચરનાર હતા. કેતુ હંમેશા ગતિ વિશિષ્ટ છે ૨૮ પ્રકારના નક્ષત્ર જાતિના દેવો છે. તારાઓ અનેક પ્રકારના આકારવાળા તથા પાંચ વર્ણવાળા છે. સ્થિર લેશ્યાવાળા છે. સંચરણશીલ છે. નિરંતર ગમન કરવાનો તેમનો સ્વભાવ છે. પ્રત્યેકનો મુકુટો પોતપોતાના નામોથી યુક્ત તેમજ સ્પષ્ટ ચિહ્નવાળા છે. મહાદ્ધિના ધારક છે. યાવતું ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [૨] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે વૈમાનિક દેવો પ્રગટ થયા. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત દેવો છે. અતિ હર્ષને પ્રાપ્ત હતા. તે દેવો જિનેશ્વરના દર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવ્યા અને તેઓ અતિ આનંદિત થયા. તે દેવો પોતપોતાના પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રતિગમ, મનોગમ, વિમલ, સર્વતોભદ્ર - એ નામવાળા વિમાનોથી તથા બીજા પણ દેવ પોતપોતાનાં વિમાનો દ્વારા આવ્યા. તેમને મુકુટોના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, બકરા, દેડકો, અશ્વ, ગજપતિ, સર્પ, તલવાર, વૃષભનું ચિહ્ન હતું. પ્રશસ્ત કેસવિન્યાસ અને મુકુટ શિથિલ થઈ ગયા હતા. કુંડલોના પ્રકાશથી તેમના મુખમંડલ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની કાંતિ લાલ હતી. તેમના શરીર કમળની કેશરાલ જેવા ગૌરવર્ણના હતા. તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy