SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ઉવવાઈયં (૧૯). પ્રતિસલીનતા શું છે? કાચબાની જેમ હાથ, પગ, ઇન્દ્રિયોને સારી રીતે ગોપવી રાખવા તે કાયયોગ પ્રતિસંલીનતા છે. વિવિક્ત શયનાસનનું સેવન શું છે ? દોષરહિત આસન તેમજ શયનનું સેવન કરવું [૨૦] આત્યંતર તપ શું છે? આવ્યંતર તપ છ પ્રકારે છે : પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ. પ્રાયશ્ચિત્ત શું છે? પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. - આલોચના યોગ્ય પ્રતિક્રમણ યોગ્ય તદુભયયોગ્ય-વિવેક યોગ્ય-વ્યુત્સર્ગ. તપશ્ચય યોગ્ય- છેદાહ- મૂલાહ-જે પ્રાયશ્ચિત્ત ફરી દીક્ષા આપવા યોગ્ય હોય. અનવસ્થાપ્યાહ-પારાંચિકાઈવિનય તપનું સ્વરૂપ શું છે ? વિનય સાત પ્રકારે છે : જ્ઞાન-વિનય દર્શન- વિનય ચારિત્રવિનય મનવિનય વચન-વિનય કાય-વિનય લોકોપચાર-વિનય જ્ઞાનવિનય શું છે ? જ્ઞાન-વિનય પાંચ પ્રકારે છે : આભિનિબોધિક જ્ઞાન-વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. દર્શનવિનય શું છે? દર્શન વિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુશ્રષા-વિનય અનન્યાશાતના-વિનય. શુશ્રુષા વિનય શું છે? શુશ્રષા-વિનય અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે ગુરૂ જનોના આવવા પર ઉભા થવું ગુરુ જ્યાં બેસવા ઈચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ગુરુ આવે તો આસન પ્રદાન કરવું ગુરુ આદિનો વંદનાદિ દ્વારા સત્કાર કરવો આહાર, વસ્ત્રાદિ પ્રશસ્ત વસ્તુઓથી સન્માન કરવું યથાવિધિ વંદના કરવી ગુરુ સામે હાથ જોડવા ગુરુ આદિ પધારતા હોય ત્યારે સામે જવું બેઠા હોય ત્યારે તેમના અનુકૂળ સેવા કરવી ગુરુ જતાં હોય ત્યારે તેમની પાછળ ચાલવું તે શુશ્રષવિનય છે. અનન્યાશાતનાવિનય શું છે ? અનન્યાશાતના વિનય ૪પ પ્રકારે છે. તે આ પ્રમાણે અરિહંત ભગવાનનો અવર્ણવાદ ન બોલવો અરિહંત દ્વારા પ્રરપિત ધર્મનો અવર્ણવાદ ન બોલવો આચાર્યનો, ઉપાધ્યાયનો, સ્થવિરોનો, ગણનો, કૂળનો, ક્રિયાવાદીનો એક સમાચારીવાળાનો, આભિનિબોધિકજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો, મન:પર્યવ જ્ઞાનનો, કેવલજ્ઞાનનો અવર્ણવાદ ન બોલવો. તેમજ આ ૧૫નું ભક્તિપૂર્વક બહુમાન કરવું એટલે ત્રીસ પ્રકાર થયા અને તેમજ એ ૧૫ના ગુણોનું કીર્તન કરવું આ પ્રકારે અનત્ય કીર્તન કરવું ચારિત્રવિનય કેટલાં પ્રકારે છે ? ચારિત્રવિનય પાંચ પ્રકારે છેસામાયિક ચારિત્રનો વિનય છેદોપસ્થાપનીયચારિત્રનો વિનય પરિહારવિશુદ્ધ ચારિ ત્રનો વિનય સૂક્ષ્મસંપરાયચારિત્રનો વિનય યથાખ્યાતચારિત્રનો વિનય. મનવિનય શું છે? મનવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત મનનો વિનય અને પ્રશસ્ત મનનો વિનય. અપ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્તમનોવિનય-જે મન સાવદ્ય, સક્રિયકર્કશતા સહિત- કટુક- નિર, કઠોર, આમવકારી, છેદકારી, ભેદક, સંતાપજનક, ઉપ દ્રવ કરનાર, પ્રાણીઓનો ઘાત કરનાર હોય તે અપ્રશસ્તમન. એવા મનને અસંયમ ક્રિયાઓમાં પ્રવૃત્ત ન કરવું. તે પ્રશસ્ત મનનો વિનય શું છે? અપ્રશસ્ત મનના જે વિશે ષણો છે તેમનું પ્રશસ્ત રૂપમાં પરિવર્તન કરવાથી પ્રશસ્ત મન. તેનો વિનય તે આ જ પ્રકારે વચનનો વિનય પણ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારે છે. કાયવિનય શું છે ? કાયવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે-પ્રશસ્તકાય વિનય અને અપ્રશસ્તકાય વિનય. અપ્રશસ્તકાય વિનય શું છે ? અપ્રશસ્તકા વિનય સાત પ્રકારે છે. ઉપયોગ રહિત ગમન, ઊભા રહેવું,બેસવું પડખા ફેરવવા, ઉલ્લંઘન કરવું- વારંવાર ઉલ્લંઘન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy