SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ ઉવવાઇયું – (૧૦) શુદ્ધ-અર્ધચન્દ્ર સમાન લલાટવાળા, પ્રતિપૂર્ણ ચંદ્રમાની સમાન સૌમ્ય મુખવાળા, પ્રમાણ યુક્ત કાનવાળા, ભરાવદાર સુંદર ગાલવાળા, નમેલ ધનુષ્ય સમાન સુંદર તથા કાળા વાદળા જેવી કાળી, પાતળી, સ્નિગધ ભ્રમરોવાળા, ખીલેલા શ્વેતકમળના જેવા નેત્ર વાળા, વિકસેલા શ્વેત કમળના પાંદડા સમાન પાંપણવાળા, ગરુડપક્ષીની સમાન લાંબા સરળ, ઊંચા નાક વાળા, સંસ્કારિત વિક્રમ તથા અતિશય લાલ કુંદુના ફળ જેવા અધ રોષ્ઠવાળાશ્વેત ચંદ્રખંડના જેવી વિમલ તથા નિર્મળ શંખ, ગાયના દૂધના ફીણ સમાન, શ્વેતપુષ્પ, પાણીના ટીપાં સમાન તથા મૃણાલના જેવી સફેદ દાંતની પંક્તિવાળા, અગ્નિ માં પહેલા ધોઇ પછી તપાવેલ સુવર્ણની સમાન અત્યંત લાલ તાળવું તથા જીભ વાળા, વધવાના સ્વભાવથીરહિત, વિભાજિત થયેલ, શોભાસંપન્ન દાઢી તથા મૂળવાળા, પુષ્ટ, સુંદર આકારવાળી, પ્રશસ્ત, વાઘ જેવી વિપુલ દાઢીવાળા, ચાર આંગુલ પ્રમાણ શંખ જેવી શ્રેષ્ઠ ગરદનવાળા, શ્રેષ્ઠ પાડા, વરાહ, સિંહ, વાઘ, બળદ, શ્રેષ્ઠ હાથીની સમાન પૂર્ણ, વિસ્તૃત ખાંધવાળા, ધોસર જેવી પુષ્ટ બનાવેલ, જાડી, પુષ્ટ સારી રીતે સ્થિત, સારી રીતે બનાવેલ પ્રધાન, સઘન મજબૂત, સુસંબદ્ધ હાડકાના જોડાણવળી, નગરના આગ ળીયા સમાન ગોળ ભુજાવાળા, સર્પરાજના વિશાળ દેહ સમાન લાંબા બાહુવાળા, લાલ તળવાળી તથા ભરાઉદાર,કોમળ,માંસલ, શુભ પ્રશસ્ત લક્ષણો ચિલોથી યુક્ત, આંગળી પાસેના છિદ્રોથી રહિત એવા હાથવાળા, પુષ્ટ કોમળ શ્રેષ્ઠ આંગળીઓવાળા, થોડા લાલ, પાતળા, શુદ્ધ, સુંદર તેમ જ ચિકણા નખવાળા, હાથમાં ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખ રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા, ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર હાથથી યુક્ત, સુવર્ણની શિલા સમાન દેદીપ્યમાન, પ્રશસ્ત- પુષ્ટ, વિશાળ તેમ જ પહોળા વક્ષસ્થળવાળા હતા. તેના ઉપર શ્રીવત્સનું ચિહ્ન હતું. માંસલતાને કારણે પાંસળીઓ ન દેખાય તેવા તથા સુવર્ણ સમાન નિર્મળ થયેલ, રોગાદિથી રહિત એવા દેહધારી પ્રભુ હતા. જેમાં પૂરા એક હજાર આઠ ઉત્તમ પુરુષોના લક્ષણ હતા. ક્રમથી નમેલ, પ્રમાણોચિત, સુંદર, શોભન, સમુચિત પ્રમાણવાળા પુષ્ટ, રમ્ય પડખાવાળા, સીધી પરસ્પર મળેલી, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, ગ્રહણીય, લાવણ્યયુક્ત, રમણીય, રોમરાજિવાળા, મત્સ્ય તેમ જ પક્ષીના જેવી પુષ્ટ બગલવાળા,માછલીના જેવા સુંદર ઉદરવાળા, પવિત્ર ઇન્દ્રિયોવાળા, ગંભીર નાભિ વાળા હતા. તે નાભિ પ્રદક્ષિણાવર્ત ભુંગર, ચંદ્રની સમાન ગોળ, મધ્યાહ્નના સૂર્યના કિરણોથી વિકસિત પદ્મ સમાન ગંભીર તેમ જ વિશાળ હતો. તેઓ નો કટિપ્રદેશ ત્રિપાઈના -સાંબેલાના દર્પણદંડ સુવર્ણના ખડ્ગની મુષ્ટી અને વજ્રના મધ્યભાગ જેવો પાતળો હતો, તે કટિપ્રદેશ રોગાદિથી રહિત હોવાથી પ્રસન્ન શ્રેષ્ઠ અશ્વ તથા સિંહની સમાન ગોળ હતો. ઘોડાના ગુહ્યપ્રદેશ સમાન નિરૂપલેપ હતો, શ્રેષ્ઠ હાથીના સમાન પરાક્રમી તથા તેના સમાન સુંદર ચાલ હતી. હાથીની સૂંઢ સમાન જંઘાવાળા, ગુપ્ત ઢાંકણ વાળા ઘુંટણો હતા. હરણ તથા કુરુવિંદ-દોરીના વળની સમાન ગોળ, ક્રમથી પાતળી એવી પિંડીવાળા શોભાયમાન આકારવાળા, સુગંઠિત, વિશિષ્ટ, ગૂઢ- માંસલ હોવાથી દેખાય નહિ તેવા ગોઠણવાળા, સારી રીતે સ્થિર એવા કાચબાની સમાન પગવાળા, અનુક્રમથી ઉચિત આકારવાળી, પરસ્પરમાં મળેલી એવી આંગળી ઓ હતી. સમુન્નત, પાતળા, લાલ તેમજ સ્નિગ્ધ નખ હતા. લાલ કમળના દલ સમાન કોમળ, સુકુમાર લાલવર્ણના ચરણોનાં તળિયાં હતાં. પર્વત, નગર, મગર, સાગર, ચક્ર એ શુભ ચિહ્નોથી યુક્ત સ્વસ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy