SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ (અધ્યયનઃ ૮શૌર્યદત્ત) [૩૨] હે જ! તે કાળ અને તે સમયમાં શૌરિકપુર નામનું એક નગર હતું. ત્યાં શૌરિકાવતંકસ નામનું ઉદ્યાન હતું. તેમાં શૌરિક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ પણ શૌરિકદર હતું. શૌરિકપુર નગરની બહાર ઈશાન ખૂણામાં એક માચ્છીમારોનો મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામનો એક માચ્છી માર નિવાસ કરતો હતો. તે અધર્મી યાવતુ દુwત્યાનન્દ હતો, તેની સમુદ્રદત્તા નામની પરિપૂર્ણ તેમજ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળી સ્ત્રી હતી તથા તેમનો શૌરિકદર નામનો એક સવાંગ સંપૂર્ણ તેમજ પરમ સુન્દર બાળક હતો. તે કાળ અને તે સમયમાં શૌરિકાવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યાવતુ પરિષદ અને રાજા ધર્મ દેશના સાંભળી પાછા ચાલ્યા ગયા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી ભાવતું શૌરિકપુર નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે બ્રમણ કરતા પર્યાપ્ત આહાર લઈને નગરની બહાર નીકળ્યા તથા માછી મારોના મહોલ્લા પાસે નીકળતા તેમણે અત્યંત વિશાળ મનુષ્ય સમુદાયની વચ્ચે સુકાઈ ગયેલ શરીરવાળો, ભૂખ્યો, માંસરહિત, જેની ચામડી હાડકાંને ચોટેલી હતી, ઊઠતી અને બેસતી વખતે જેના હાડકાંઓ ખખડતા હતા, જેણે લીલા રંગનું ધોતીયું પહેરેલ હતું તેમજ ગળામાં મત્સ્યકંટક લાગવાથી જે દુઃખમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલી રહ્યો હતો, એવા એક પુરુષને જોયો. તે પરુ અને લોહીના કાગળાઓ અને કૃમિના કોગળાઓનું વમન કરી રહ્યો હતો. તેને જોઈને તેમના વિચાર ઉત્પન થયો. અહો ! આ પુરષ પૂર્વકૃત યાવત્ કર્મોથી નકરસમાન વેદનાનો અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે, ઇત્યાદિ વિચાર કરીને અણગાર ગૌતમ, ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા અને તે પુરુષના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારતવર્ષમાં નદિપુર નામનું એક પ્રસિદ્ધ નગર હતું. ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તે રાજાનો શ્રીક નામનો એક અત્યંત અધર્મી યાવતું મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય એવો એક રસોઇયો હતો. તેને રૂપિયા, પૈસા અને ધન્યાદિ રૂપે પગાર ગ્રહણ કરનારા અનેક માછીમારો, જાળમાં પશુઓને ફક્સાવનારા, તેમજ પક્ષીઓનો વધ કરનાર અનેક નોકરો હતા, જેઓ હમેશાં કોમળ ચામડીવાળા મસ્સો અથવા નાના મસ્સો યાવતું પતાકાતિપતાકા નામક મત્સ્ય વિશેષો તથા બકરાઓ યાવતુ ભેંસો તેમજ તેતર યાવતુ મયૂરાદિ પ્રાણીઓને મારીને શ્રીક રસોઇયાને લાવી આપતા હતા. તેને ત્યાં પાંજરામાં અનેક તેતર યાવતું મયૂરાદિ પક્ષીઓ પૂરેલા રહેતા હતા. શ્રીક રસોઈયાના બીજા અનેક રૂપિયા પૈસા અને ધાન્યાદિ રૂપે પગાર લઈને કામ કરનાર પુરુષો તેતર યાવતું મયૂરાદિ પક્ષીઓને પાંખરહિત કરીને લાવી આપતા હતા. ત્યાર બાદ તે શ્રીક રસોઇયો અનેક જલચર, સ્થલચર ખેચર જીવોનાં માંસના છરીથી સૂક્ષ્મ, ગોળાકાર, મોટા, નાના અનેક પ્રકારના ટુકડા કરતો હતો. તે ટુકડાઓમાંથી કેટલાકને બરફમાં પકાવતો હતો. કેટલાંકને જુદા રાખી દેતો, જેથી તે ટુકડાઓ સ્વતઃ પાકી જતા હતા. કેટલાંકને તડકાથી અને કેટલાંકને હવા દ્વારા પકાવતો હતો, કેટલાંકને કાળા અને કેટલાંકને લાલ રંગના કરતો હતો, અને તે તે ટુકડાઓને છાશથી, આંબળાના રસથી, દાડમના રસથી, કોઠાના રસથી તથા અન્ય મત્સ્યરસોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy