SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ વિવાગસૂર્ય-૧/૨/૧૪ . [૧૪] કોક વખતે ઉત્પલા ગર્ભવતી થઈ. લગભગ ત્રણ માસ પછી તેને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો - ધન્ય છે તે માતાઓ યાવતુ તેઓએ જ પોતાનું જન્મ તથા જીવનને સારી રીતે સફળ કર્યું છે જે અનેક અથવા યા સનાથ નાગરિક પશુઓ યાવતું બળદોનો ઉધસુ, સ્તન, વૃષણ, અંડકોશ, પુંછ, કકુદ, સ્કંધ, કર્ણ, નેત્ર, નાસિકા, જીભ, હોઠ તથા ગોદડીને કાપીને અને શૂલમાં લઈ અગ્નિમાં પકાવેલ, તળેલા, ભૂંજેલા, સૂકા યેલા અને લવણ સંસ્કૃત માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધુ અને પ્રસન્ના આ મદ્યોનું સામાન્ય અને વિશેષ રૂપથી આસ્વા દિન, વિવાદન, પરિભાજન તથા પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ રીતે મારા દોહદને પૂર્ણ કરે! આ વિચાર પછી તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા નામની કૂટગ્રહની સ્ત્રી સુકાઈ ગઈ, ભૂખી થઈ, માંસ રહિત એટલે કે હાડપિંજર જેવી થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું. કાન્તિ રહિત થઈ ગઈ. દીન તથા ચિન્તાતુર મુખવાળી થઈ ગઈ. મોટું પીળું પડી ગયું, આંખ અને મોઢું મુરજાઈ ગયા. યથોચિત ઉપભોગ ન કરતી, હાથથી ચોળેલી પુષ્પ માળાની જેમ પ્લાન થયેલી, ઉત્સાહરહિત યાવતુ આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિન્તાતુર રહેવા લાગી. કોઈ વખતે ભીમ નામનો કૂટગ્રાહ જ્યાં ઉત્પલા કૂટાહિણી હતી ત્યાં આવ્યો અને આવીને તેને યાવતુ ચિન્તાગ્રસ્ત ઉત્પલાને જોઈ ત્યારે તે કહેવા લાગ્યો કે - હે ભદ્ર! તમે આ રીતે શુષ્ક, નિમીસ યાવતુ હતોત્સાહ થઈને કેમ ચિન્તામાં ડૂબેલા છો ? ત્યાર બાદ ઉત્પલા પત્નીએ તેને દોહદની વાત કરી. ત્યારે કૂટગ્રાહ ભીમે પોતાની ઉત્પલા ભાયને કહ્યું - હે ભદ્ર! તું ચિન્તા ન કર, હું એવું કાંઇક કરીશ કે જેનાથી તારા આ દોહદની પૂર્તિ થઈ જશે. ત્યાર બાદ ભીમ કૂટગ્રાહ અર્ધરાત્રિના સમયે એકલો જ લોખંડના કુસૂલક આદિ થી યુક્ત કવચને ધારણ કરીને આયુધ અને પ્રહરણ લઈને ઘરેથી નીકળ્યો અને ગૌશાળા હતી ત્યાં આવ્યો, આવીને અનેક નાગરિક પશુઓ યાવતું બળદોમાથી કોઇકના ઉધસુ, યાવતુ કોઈકની સાસ્ના અને કોઇકના અન્ય અન્ય અંગોપાંગો કાપે છે, કાપીને પોતાના ઘરે આવે છે. અને આવીને તે પોતાની પત્ની ઉત્પલાને આપે છે. ત્યાર પછી તે ઉત્પલા તે અનેકવિધશલ્ય, પ્રોતાદિ ગોમાંસ સાથે મદિરા આદિનું આસ્વાદન, પ્રસ્વાદન કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે. આ રીતે તેનો દોહદ પૂર્ણ થયો. તે સમ્માનિત દોહદવાળી, વિનીત દોહદવાળી, નિવૃત્ત દોહદવાળી થઈ અને તે ઉત્પલા કૂટાહિણી ગર્ભને સુખ પૂર્વક ધારણા કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થઈ જવા પર બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ તે બાળકે કર્ણકટુ તેમજ ચીત્કાર પૂર્ણ ભયંકર શબ્દ કર્યો. તેની એવી ચીસ સાંભળીને અને દૃય માં અવધારણા કરીને હસ્તિનાપુર નગરમાં નાગરિક પશુ યાવત્ બળદાદિ ભયભીત થઈ ગયા અને ઉદ્વેગને પ્રાપ્ત કરીને ચારે તરફ ભાગવા. લાગ્યા. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ આ વૃતાંત અનુસાર બાળકનું નામ “ગો ત્રાસ” પાડ્યું. ત્યાર બાદ ગોત્રાસ બાળકે બાલપણને છોડીને યુવાસ્થામાં પ્રવેશ કર્યો અને તે યુવક થઇ ગયો. કોઈ સમયે ભીમ કૂટાહનું મરણ થઈ ગયું. ત્યારે તે ગોત્રાસે પોતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબન્ધી અને પરિજ નોથી ઘેરાઈને રૂદન, આકંદન અને વિલાપ કરતાં કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો અને કેટલીક લૌકિક મૃતક ક્રિયાઓ પણ કરી. ત્યાર પછી સનન્દ રાજાએ ગોત્રસ બાળકને પોતે જ કૂટગ્રાહના પદ પર નિયુક્ત કર્યો. અધર્મી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy