SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૯૫ કરતો હતો. તે નગરથી કાંઇક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન ખેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં ‘એકાદ’ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધર્મી અને દુષ્પ્રત્યાનન્દી -પરમ અસન્તોષી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાંજ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન ખેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન ખેટના પાંચસો ગામોને, કરમહેસૂલોથી, ક૨-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને, હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઇને યન્ત્રણા આપવાથી, ચોરો આદિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુઃખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન ખેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક - મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી, હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો, નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા વિષયોના સમ્બન્ધમાં કહે છે કે – મેં જોયુ છે ઇત્યાદિ આ પ્રકારના પંચનામય વ્યવહા૨ને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકર્મોનું, ઉપાર્જ ન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઇ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાનંક - [૮] શ્વાસ, કાસ, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દૃષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠોરોગ. [૯] તે એકાદિ રાષ્ટ્રકૂટ સોળ રોગાતંકોથી અત્યન્ત દુઃખી થઇ કૌટુમ્બિક પુરુષો - સેવેકોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન ખેટના શ્રૃંગાટક આદિ માર્ગો પર જઇને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે - હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬ ભયં કર રોગો ઉત્પન્ન થયા છે, જો કોઇ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક અથવા શાયકપુત્ર, ચિકિત્સક યા * ચિકિત્સકપુત્ર કોઇ એક રોગાતંકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. ત્યાર પછી વિજ્યવર્ધમાન ખેટમાં આવા પ્રકારની ઉદ્ઘોષણા સાંભળીને અનેક વૈધ આદિ હાથમાં શસ્ત્રોની પેટીઓ લઇને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy