SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પહાવાગરણ-૨/૧૦/૪પ છે. આ અંતિમ સંવરદ્વાર પાંચ ભાવના આ પ્રમાણે છે. પ્રથમનિસ્પૃહતા ભાવના-શ્રોત્રેન્દ્રિય વડે મધુર શબ્દોમાં આસક્ત ન થવું. મૃદંગ-આદિ. વાજિંત્ર, નટ-નાટક-યુદ્ધનાં વાજિંત્રો, મધુર સ્વરયુક્ત ગીતો, ઘુઘરા..... આદિ આભુષણોના અવાજો, તરુણીઓના મનોહર-કામવર્ધક સ્વરો, કે તેવા અન્ય મધુર શબ્દોમાં આસક્તિ, રાગ, વૃદ્ધિ ભાવ ન કરવો, મોહ ન પામવો. લલચાવું નહીં. પ્રસન્ન ન થવું. હસવું નહીં તે મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરવા. તેમજ અમનોજ્ઞ શબ્દો પ્રત્યે તિરસ્કાર ન કરવો. આક્રોશ, કઠોરવચન, નિંદા.......આદિ શબ્દો સાંભળીને રોષ ન કરવો. તે શ્રમણનું કર્તવ્ય છે. તેની અવજ્ઞા, નિંદા, છેદન ભેદન વધ દુગંછાવૃત્તિ આદિ ન કરવા. આ રીતે શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનાર મુનિ મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિ રહિત થાય છે. સાધુ ગુપ્તિ વડે ગુપ્ત બની. સંવરયુક્ત બની, શ્રોત્રેન્દ્રિય વશ કરીને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરે છે. બીજીચકુઈન્દ્રિય સંવર ભાવના-ચક્ષુઈન્દ્રિય વડે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં સમ ભાવી બને. સચિત્ત-અચિત્ત-મિશ્ર મનોજ્ઞ રૂપ જોઈને આસક્ત ન થાય, ચિત્ર કમ. લેપકર્મ પત્થર કર્મ દંતકર્મ, પંચવર્ણથી આકર્ષક કે ભિન્ન ભિન્ન રીતે સજાવેલ, ગૂંથીને બનાવેલ માળા આદિ વનખંડ, ગામ નગર આદિ, જળાશયો, પુષ્પો, પક્ષી યુગલો, મંડપ-ભવન-ઉદ્યા આદિ નર-નારી સમૂહ, અલંકાર આદિ નર-નર્તક આદિ, રૂપોને વિશે આસક્ત ન થાય, રાગ ન કરે. મોહ ન પામેચાવતુ...ધ્યાન ન પરોવે. એ જ રીતે અમનોજ્ઞ રૂપોને વિશે ચક્ષુઈન્દ્રિયથી દ્વેષ ન કરે. રોગીષ્ટ, વક્ર શરીરી, વિકલાંગ, અંધ, શલ્યવાળા, આદિ અમનોજ્ઞ રૂપ ને જોઈને રોસ ન કરે, નિંદા ન કરે...યાવતું....દુગંછા ન કરે. આ રીતે ચક્ષુઈન્દ્રિયનો નિગ્રહ કરી ભાવિત બનેલો આત્મા મનવચકયગુપ્તિથી ગુપ્ત બનીયાવતુ... ચારિત્ર ધર્મનો પાલક બને છે. - ત્રીજી ધ્રાણેન્દ્રિય સંવર ભાવના- જળચર, સ્થળચર, આદિ પુષ્પ વગેરે ચંદનાદિ વૃક્ષ વગેરે, કેસર આદિ પદાર્થ વગેરે સુંધીને ઋતુ અનુકૂળ સુગંધમાં તે-તે મનોજ્ઞ ગંધને વિશે આસક્ત ન થાય.યાવતું..... હાસ્ય ન કરે એ જ પ્રમાણે અમનોજ્ઞ ગંધ ને વિશે રોસ ન કરે જેમકે મૃતક શરીરો, અન્ય પણ તેવા પ્રકારની કોઈ દુર્ગધો માં રોષ ન કરવો. અવજ્ઞા ન કરવી...યાવતુ---જુગુપ્સા ન કરવી. એ રીતે મનોજ્ઞ કે ધ્રાણેન્દ્રિય વિષયક. ચોથી- જિગ્લૅન્દ્રિય સંવર ભાવના-સાધુએ જીભથી મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયમાં સમભાવી રહેવું. ઘી-તેલ આદિ વાળા પકવાન, અનેક પ્રકારના સ્વાદિષ્ટ પીણા, લવણ આદિ મિશ્રિત શાક કે વડા વગેરે અનેક પ્રકારના મિષ્ટ અને ઈષ્ટ પદાર્થો, મનોહર વર્ણ આદિવાળા મનોજ્ઞ સ્વાદ યુક્ત આહારને વિશે આસક્ત ન થાય.. યાવતુ..હર્ષ ન કરે તે જ રીતે અમનોજ્ઞ પદાર્થો જેવા કે ઠંડા-રૂક્ષ-અરસ વિરસ દુર્ગધવાળો અમનોહર વણિિદ યુક્ત પદાર્થોને વિશે રોસ નકરે..યાવતુ..દુગંછા ન કરે. - પાચમી સ્પર્શેન્દ્રિય સંવર ભાવના-મનોજ્ઞ કે અમનોજ્ઞ સ્પર્શ રાગ દ્વેષ ન કરવો. જેમ કે ઈષ્ટ એવા શીત-ઉષ્ણ-નિગ્ધ- વગેરે સ્પર્શને વિશે કે તેવા મનોજ્ઞ અન્ય કોઈપણ સ્પર્શને વિશે સાધુ આસક્ત ન થાય.યાવતુ.હર્ષ ન કરે. તેમજ અમનોજ્ઞ એવા પ્રહાર-બંધન છેદન-ભેદન આદિ સ્પર્શોને વિશે કે તેવા અમનોજ્ઞ શીત-ઉષ્ણ આદિ કોઈ પણ પ્રકારના સ્પર્શને વિશે રોષ ન પામે...યાવતુ જુગુપ્સા ન કરે. આ રીતે સ્પર્શે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy