SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પહાવાગરણ-૨/૮/૩૮ હિતકર...યાવત્..સર્વ દુઃખો-પાપોનું ઉપશમનકારક છે. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની આ પાંચ ભાવનાઓ છે. જે આ વ્રતની રક્ષાને માટે કહેવાયેલ છે. તેમાં પહેલી ભાવના છે. “વિવિક્ત વસતિ વાસ”-સાધુઓએ દેવકુળ સભા-પાણી શાળા-પરિવ્રાજક ગૃહ-વૃક્ષની નીચે- બગીચા, ગુફા- ખાણ- ગિરિગુફાલુહારશાળા- કોંઢ- બાગ- રથ શાળા- ગૃહોપકરણ શાળા- મંડપ- શૂન્યગૃહ- સ્મશાનપાષાણ ઘર હાટકે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં નિવાસ કરવો. પરંતુ આ સ્થાન પાણી, માટી બીજ, હરિત, ત્રસ-પ્રાણથી રહિત, ગૃહસ્થો માટે બનાયેલ, નિર્દોષ, પ્રાસુક, સ્ત્રી પશું-પડકથી રહિત, પ્રશસ્ત, એવા ઉપાશ્રયમાં સાધુઓ એ રહેવું જોઈએ પણ આધા કર્મની બહુલતા, અંદર અને બહાર પાણી છાંટેલ હોય, સમર્જિત, જાળા ઉતારેલ, લીપેલ, છિદ્ર પૂરિત, અગ્નિ આદિથી યુક્ત સ્થાનોમાં રહેવું નહીં. કેમકે તે અસંયમ કારણ છે. આવા પ્રકારનો ઉપાશ્રય સાધુને માટે વર્જનીય છે. આ ભાવનાથી ભાવિત જીવાત્મા સદા અધિકરણ આદિ કરવા-કરાવવા રૂપ પાપકર્મથી મુક્ત થાય છે. દાતાની અનુજ્ઞા અને તીર્થકરની અનુજ્ઞાવાળી વસતિને ગ્રહણ કરવાની રૂચિવાળો અદત્ત-અનનુજ્ઞાન વસતિનો પરિભોગ બને છે. બીજી ભાવના-અનુજ્ઞાન સંસ્તારક ગ્રહણ-બગીચા,ઉદ્યાન, વન, જંગલના એક ભાગમાં રહીને જે કોઈ કોઈપણ પ્રકારના ઘાસ-કાષ્ઠ-કંકર આદિમાંથી બનાવેલ શધ્યાને ઉપયોગમાં લે તેને માલિકની રજા સિવાય લેવી ન કહ્યું. તેની મંજૂરી પછી જ કહ્યું. આ પ્રમાણે અવગ્રહ સમિતિના યોગથી ભાવિત થયેલ જીવ સાવધ અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને અનુજ્ઞાન સંથારારૂપ બીજી ભાવના સાધ્ય બને છે. - ત્રીજી ભાવના-શમ્યા પરિકર્મ વર્જન-પીઠ-ફલકશયા આદિને માટે વૃક્ષોનું છેદન-ભેદન કરવું કરાવવું નહીં. જે સ્થાનમાં રહે તે જ વસતિમાંથી શય્યાદિની ગવેષણા કરવી. વિષમ ભૂમિને સમ ન કરવી. વાયુવાળા કે રહિત સ્થાનની અપેક્ષા ન રાખે, ડાંસ મચ્છરથી ક્ષોભ ન પામે તેના નિવારણ માટે ધુંવાડો ન કરાવે આ રીતે તે સંયમ બહુલ સંવર બહુલ-સંવૃત્ત બહુલ-સમાધિ બહુલ બનેલ સાધુ ધીર અને ક્ષોભરહિત બને, સતત આત્માવલંબન ધ્યાન યુક્ત તે સમિતિ પાલન પૂર્વક ધર્માચરણ કરે છે. શવ્યા સમિતિના યોગથી ભાવિત આત્મા નિત્ય અધિકરણ-સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને દત્તાનુ જ્ઞાન અવગ્રહ રૂચિવાળો થાય છે. ચોથી ભાવના-અનુજ્ઞાત ભોજન પાન- સાધારણ પિંડપાત પ્રાપ્ત થાય ત્યારે તેનાં ઉપયોગમાં સંયમ રાખવો. સમિતિ પૂર્વક વાપરવું. શાક-દાળની અધિક્તાવાળું ભોજન ન કરવું. ઉતાવળથી ત્વરાથી-ચપળતાથી-અપ્રતિલેખિત પાત્રમાં, પરપીડાકર એવાં સચિત્ત, ભોજનનો પરિભોગ ન કરવો. પણ જેમ તે ત્રીજું વ્રત નષ્ટ ન થાય, તે રીતે સાધા રણ આહારની પ્રાપ્તિ થતા પૂર્ણરૂપે અદતાદાન વિરમણવ્રતનું નિયમન થઈ શકે તે પ્રકારે સમ્યક્ પ્રવૃત્તિના યોગથી ભોજન કરતા તે ભાવિતાત્મા અનનુજ્ઞાન ભોજન રૂપ સાવદ્ય કર્માનુષ્ઠાનથી મુક્ત થાય છે અને દત્તાનું જ્ઞાત અવગ્રહમાં રૂચિવાળો થાય છે. પાંચમી ભાવના- વિનય- સાધમિક પ્રત્યે વિનય કરવો, ઉપકાર કરવામાં અને પારણામાં વિનય ન કરવો. વાચના અને પરાવર્તનામાં વંદન આદિ વિનય દર્શાવવા. દાનમાં આવેલ વસ્તુના વિતરણમાં, ગમનાગમનમાં કે તે પ્રકારે અન્ય અનેક કારણોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy