SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પહાવાગરણ- ૨૭૩૭ બીજાને પીડાજનક, સાવદ્ય, વચન બોલવા જોઈએ નહીં જે વચને સત્ય હોય, હિતકારી મિત-ગ્રાહ્ય-શુદ્ધ-સંગત-સ્પષ્ટ સમીક્ષિત એવા વચનો જ અવસરે બોલવા. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના યોગથી ભાવિત બનેલો આત્મા સારી રીતે જ્યણા યુક્ત હાથ, નેત્ર અને મુખવાળો થઈને સમર્થ બને છે. સત્ય અને ઋજુતાથી યુક્ત બને છે. બીજી ભાવના ક્રોધને ન સેવવો તે-ક્રોધી પુરુષ રૌદ્રરૂપવાળો થાય છે, તે જૂઠું-કઠોરઅસત્યપિશુન આકરા વચનો બોલી નાંખે છે, કલહ-વેર-વિગ્રહ કે એ ત્રણે કરી નાંખે છે, સત્ય-શીલ-વિનય એ ત્રણેને હણે છે. અપ્રિય-દ્વેષપાત્ર અને અનાદરણીય એ ત્રણેનું સ્થાન બને છે. એ જ પ્રકારે આવા પ્રકારના બીજા પણ અસત્ય વચનો ક્રોધાગ્નિયુક્ત મનુષ્ય બોલી જાય છે માટે સંયમીએ ક્રોધ ન કરવો. ક્ષમાથી ભાવિત આત્મા સંયમ હાથ-પગ-નયનવંદન વાળો થઈ સત્યમાં પરાક્રમી બને છે અને સત્ય આર્જવતાથી યુક્ત બને છે. - ત્રીજી ભાવના લોભ નિગ્રહ-લોભના સેવનથી લુબ્ધ બની અસત્ય બોલી જાય છે. ક્ષેત્ર-કે વસ્તુ નિમિત્તે, કિતિ કે લાભને માટે, ઋદ્ધિકે સુખને માટે, આહારકે પાણી માટે, પાટ કે પાટલા માટે, શય્યા કે સંથારા માટે, વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપ્રીંછનક ને માટે, શીષ્ય કે શીષ્યને માટે લુબ્ધ બની ને તે ચંચળચિત્ત મૃષાવાદ કરી શકે છે. આ રીતે આવા અન્ય કારણોથી પણ તે લોભી ચંચળ ચિત્ત બની અસત્ય બોલે છે. આ રીતે નિલભતા-સંતોષ યુક્ત ત્રીજી ભાવનાથી ભાવિત તે જીવાત્મા પોતાના હાથ પગ નયન-વદનને સંયમિત કરી અન્યવ્રત પાલનમાં પરાક્રમી બને છે અને સત્ય તથા આર્જવ ધર્મથી યુક્ત બને છે. ચોથી ઘેર્યભાવના-ભય ન પામવો તે. બીકણ પાસે ભય આવે છે. ભયથી તે એકલો પડી જાય છે, તેને ભૂત પકડે છે. બીજાને પણ તે ભયભીત કરે છે. તપ સંયમનો. ત્યાગ કરે છે. તે કાર્યને પુરૂં કરી શકતો નથી, સપુરુષ સેવિત માર્ગે ચાલી શક્તો નથી, માટે કોઈ પણ પ્રકારના ભયથી- વ્યાધિ- રોગથી- વૃદ્ધાવસ્થાથી-કે મૃત્યુથી અથવા તેવા પ્રકાના અન્ય કોઈ પણ ભયથી ડરવું નહી. આ પ્રકારે ઘેર્યથી ભાવિત જીવ પોતાના હાથ-પગ-નયન-વદનની પ્રવૃત્તિને સંયમિત કરી વ્રત આરાધના માટે પરાક્રમી બને છે. પાંચમી મૌન ભાવના-હાસ્ય સેવન ન કરવું. હસતો હાસ્ય કરતો જીવ અસત્ય અને અસદ્દભુત વચનો બોલે છે. અન્યના અપમાનનું કારણ બને છે. અન્યના દુષણોનું કથન પ્રિય લાગે છે. પરપીડાદાયી બને છે. ચારિત્રનો લોપ થાય છે. અન્યોન્યના મળવાથી આ પ્રવૃત્તિ થાય છે. પરદારા રમણ અને અન્યોન્ય નિંદાની પ્રવૃત્તિને વેગ મળે છે. આવા જીવો જો દેવ ગતિમાં ઉત્પન્ન થાય તો પણ કાંદપિક કે આભિયોગિક દેવ બને છે. આસુરિક કે કિલ્લિષિક દેવ પણું પામે છે. માટે હાસ્યનું સેવન ન કરવું. પણ મૌન વડે ભાવિત થઈને જીવાત્મા પોતાના હાથ-પગ-નયન-વદન ને સંયમિત કરી પરાક્રમ શાળી બની સત્ય અને આર્જવથી યુક્ત થાય છે. આ પ્રમાણે આ સત્ય વચન સંવરદ્વાર સમ્યક પ્રકારે આચરણીય અને સુપ્રણિહીત છે. તેથી આ પાંચ ભાવના વડે, મન-વચન-કાયાના યોગોને સુરક્ષિત કરી હંમેશા-જીવન પર્યન્ત આ સત્યવચન યોગ ધૃતિ અને મતિ પૂર્વક પાલન કરવા યોગ્ય છે. કારણકે આ સત્ય મહાવ્રત અનાશ્રવ રૂપ-યાવત્ મંગળમય છે. | અધ્યયનઃ૭-સંવર દ્વારારની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy