SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પહાવાગરણ - ૧/૫/૨૩ સમૂહ દ્વીપ, સમુદ્ર, દિશાઓ, વિદિશાઓ, ચેત્યો વનખંડો, પર્વત, ગામ, આદિ ધણા પદાર્થોનો પરિગ્રહ રાખતાં, ભારે વિસ્તીર્ણ દ્રવ્યનું મમત્વ રાખતા, દેવ-દેવીઓ અને ઈદ્રો પણ તૃપ્તિ કે તુષ્ટિ પામતા નથી. તેઓની બુદ્ધિ અત્યંત લોભે કરીને પરાભવેલી છે. વળી હિમવંત ઈક્ષકાર, વૃત્ત પર્વત, કુંડલ, પર્વત, રુચક, માનુષોત્તર પર્વત, કાલોદધિ, લવણ સમુદ્ર, ગંગાદિક નદી, પદ્મ આદિ દ્રહ, રતિકર પર્વત, અંજનક પર્વત દધિમુખ પર્વત, અવપાત પર્વત ઉત્પાત પર્વત કાંચનગિરિ, વિચિત્ર પર્વદ, જમક પર્વત, શિખરી પર્વત, ઈત્યાદિ પર્વતોના કૂટને વિષે વસતા દેવો પરિગ્રહ ધારતા છતાં વૃદ્ધિ પામતા નથી, તેવીજ રીતે વર્ષધર પર્વતના દેવ અને અકર્મભૂમિના દેવ પણ વૃદ્ધિ પામતા નથી. વળી કર્મભૂમિમાં જે જે દેશ રુપ વિભાગો છે તેમાં જે મનુષ્યો, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટબંધ, સેનાપતિ, ઈલ્મ પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક સાર્થવાહ, કૌટુંબિક અમાત્ય, ઈત્યાદિ બીજા જે અનેક મનુષ્યો વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે. દુઃખભર્યા અંતવાળો છે, અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, પાપકર્મના મૂળરુપ છે, નહિ કરવાયોગ્ય છે, વિનાશના મૂળ રુપ છે, અત્યંત વધ-બંધ-ક્લેશના કારણરુપ છે, અનંત સંક્લેશના કારણ રુપ છે, ધન-ધાન્ય-રત્નાદિનો સમૂહ કરતા છતાં લોભથી ગ્રસ્ત થયેલાઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખોના નિવાસસ્થાન રુપ છે. પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્યો સેંકડો પ્રકારનાં શિલ્પની કળાઓ શીખે છે; સ્ત્રીઓની રતિની ઉપજાવનારી શીખે, સેવાને અર્થે શિલ્પકળા, તલ્હારની કળા, લેખન કળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખડુંગા દિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્રપ્રયોગ અને બીજા અનેક પ્રકારના કળાવિદ્યા વગેરેપરિગ્રહ કરવાના કારણરુપ ધંધા સુધી તેઓ ક્યાં કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્યો પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણીઓનો વધ કરે છે. જૂઠું બોલે છે, માયા-પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ મેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાનો લોભ કરે છે, પોતાની અને પારકાની સ્ત્રીના સેવનથી શરીર અને મનનો ખેદ પ્રાપ્ત કરે છે, કલહ, ભાંડણ, વૈર, અપમાન અને કદર્થના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રુપી સેંકડો તૃષાઓએ કરીને તપસ્યા કરીને તરસ્યા, તૃષ્ણાએ કરી લોભગ્રસ્ત અને આત્માના અનિગ્રહવાળા. મનુષ્યો નિંદનીય ક્રોધ, માન, માયા અને લોભ કરે છે. વળી પરિગ્રહથીજ નિશ્ચયે શલ્ય. દંડ, ગર્વ, કષાય, સંજ્ઞા કામગુણ. આઅવકર્મ, ઈદ્રિયવિકાર, વેશ્યા, સ્વજન સંયોગની મમતા, સચિત્ત-અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત ઈચ્છા ઉપજે છે. [૨૪]તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને અસુરાદિ લોકમાં લોભથી ઉપજેલા પરિગ્રહ જેવો બીજો કોઈ ગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી, સર્વલોકમાં સર્વ જીવોને પરિગ્રહ વળગેલો છે. પરિગ્રહથી ગ્રસેલા જીવો પરલોકમાં નષ્ટ થાય છે અને અજ્ઞાનરુપી અંધકારમાં મગ્ન થાય છે. મહામોહનીયથી મૂર્શિત થયેલી મતિવાલા એ જીવો લોભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રુપ એવા જીવ-નિકાયમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહનો ફળવિ પાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપ છે. તે મહાભયનું કારણ છે. કર્મપી રજને. ગાઢ રીતે ઉત્પન્ન કરે છે, તે દારુણ છે, કઠોર છે, અશાતાકારક છે અને હજારો વર્ષ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy