SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ આશ્રય, અધ્યયન-૪ દર્શનવાળા છે, તાલવૃક્ષના ચિહ્નથી અંકિત ધ્વજા (બળદેવની) અને ગરુડ પક્ષીના ચિહ્નથી અંકિત ધ્વજા (વાસુ દેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, ગર્જના કર નારા છે. અભિમાનવાળા છે, મૌષ્ટિક મલકને ચૂર્ણ કરનારા (બળદેવ) છે, ચાણુર મલ્લને ચૂર્ણ કરનારા (વાસુદેવ) છે, રિઝ તૃષભના ધાતક છે, કેસરી સિંહના મુખને વિદારનારા છે, અતિ દર્પવાન નાગના દર્પનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામનાં વૃક્ષોને ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મારનાર છે, જરાસંઘના માનનું મર્દન કરનાર છે, ઘણી શલાકાએ કરી સહિત વિરાજ માન છે, ચંદ્રમંડલ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજ્વલ્ય માન એવા અનેક દંડોવાળા છત્ર કરીને વિરાજમાન છે, વળી મોટા પર્વતોની ગુફાઓની વિચરતી નીરોગી ગાયોની પૂંઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચામરોથી વિરાજમાન છે, એ ચામરો રજતગિરિના શિખર જેવા વિમળ છે, ચંદ્રના કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે, પવનથી હાલતાં ચંચળ પાણીમાં નાચતાં મોજાંએ કરી ક્ષીરોદક સાગરમાં જે કલ્લોલ પ્રસરી રહે છે તેના જેવાં ચંચળ એ ચામર વીંજાઈ રહે છે; નાના પ્રકારનાં મણિરત્ન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરો શોભે છે, એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરો રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે, મોટાં નગરોમાં નીપજતાં અને સમૃદ્ધ રાજાવડે સેવાતા સુગંધી દ્રવ્યો જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમના સ્થાન મઘમઘાટ કરી રહે છે, તેમની બેઉ પાસે ચામરોના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝાઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં હળ-મુશળ-બાળને ધારણ કરનાર (બળદેવ) છે; શંખ, ચક્ર, ગદા, ત્રિશૂળ, નંદનક ખડ ગને (વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજ્જવલ, ઉત્તમ, વિમળ કૌસ્તુભમણિ હૃદયને વિષે ધારણ કરે છે, મસ્તકપર મુકટને ધારણ કરે છે. વળી કુંડલે કરી શોભાયમાન તેમના વદન છે, સફેદ જેવાં તેમનાં નેત્ર છે, તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રીવચ્છરુપી ડું જેમનું લાંછન છે, તેવા તેઓ અતિ યશસ્વી છે. જુદાં જુદાં એકસો ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણો થી વિરાજિત તેમનાં અંગોપાંગ શોભે છે, મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વિલસિત; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળા (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીપ્તિમાન છે. નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે; એવા તેઓ પણ અસ્ત પામ્યા. મોટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર પૂર્વકૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખો અનેક શત વર્ષોના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે ભોગવતાં, સકળ દેશના પ્રધાન સુખોએ વિલા સતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ-ગંધને અનુભોગતાં, તેઓ પણ કામભોગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરમધર્મને પામે છે. વળી મંડલીક રાજા સેનાવાળો છે, અંતઃપુરવાળો છે, પરિષદા-પરિવારવાળો છે, • પુરોહિત સહિત છે, તેના અમાત્ય દંડનાયક, સેનાપતિ મંત્રણા વિષે અને નીતિ વિષે કુશળ છે, તેના ભંડારમાં ભરેલો છે. તેઓ વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતાં, અહંકારે ગજતાં અને બળે કરીને મત્ત છતાં કામભોગમાં અતૃપ્ત રહીને મરણ ધર્મને પામે છે. પુનઃ ઉત્તરકુરુ-દેવકુરુનાં વનવિવરોમાં જે પગે ચાલતાં મનુષ્યના સમૂહ છે, તેઓ ભોગે કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy