SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ! આશ્રવ, અધ્યયન-૪ ૨૬૯ કરે છે, સારા મનુષ્યોએ વર્જવા યોગ્ય છે, દેવલોક-નરકલોક-મનુષ્યલોક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા- મરણ- -રોગ-શોકને વધારનાર છે, વધ-બંધન-વિધાતા છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના કારણરુપ છે. લાંબા કાળથી પરિચિત્ છે.પરંપારાથી ચાલ્યું આવે છેઅનેદુઃખે કરીનેઅંત પામીશકાય તેવુંછે. [૧૮]અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામો કહ્યાં છે. અબ્રહ્મચર્ય, મૈથુન, ચરંત, સંસર્ગી-અવકાર્યનું સેવન, સંકલ્પનો હેતું, બાધાનો હેતું, દર્પકારી મોહ હેતુ, સંક્ષોભ ઉપજાવનાર, અનિગ્રહ-ક્લેશનો હેતું, ગુણઘાતનો હેતું, ગુણની વિરાધનાનો હેતું, વિશ્વમનો હેતું, અધર્મ શીલનું વિનાશક, કામગુણ શોધનાર, કામસેવા, સ્નેહ ચિંતાનો હેતું, કામભોગમાં મરણ નીપજાવનાર, વેરનો હેતું, છાનું કર્તવ્ય, છુપાવવાયોગ્ય, ધણાને મનમાન્યું, બ્રહ્મચર્યનું ધાતક, ગુણનું ધાતક, ચારિત્ર્યની વિરાધના ક૨ના૨, કામાસક્તિ, કંદર્પના ગુણકાર્ય રુપ. [૧૯]હવે બ્રહ્મચર્યને કોણ સેવે છે, તે કહે છેઃ-વૈમાનિક ભુવનપતિઓ- વાણવ્યંતર-જ્યોતિષી, વૈમાનિક, મનુષ્યગણ, તિર્યંચ મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, કામ ભોગના તૃષ્ણાતુર છે, બળવાન અને મોટી વિષયતૃષ્ણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મુચ્છિત થયા છે. અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કર્મરુપી પિંજરમાં પુરાયા છે. તેઓ અન્યોન્ય કામભોગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામભોગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવો ચક્રવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. પર્વતો, નગર, વણિકવાસ, જનપદ પુર, જળ -સ્થળના પંથ, માટીનાં કોટવાળાં ગામ, ગામડાં, મંડપ સંવાહ પાટણ, એવાં હજારો સ્થાનો આવી રહેલાં છે, એવી પરચક્રના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભોગવતો ચક્રવર્તી નગરમાં સિંહ જેવો, મનુષ્યો માં ઈંદ્ર જેવો, નરવૃષભ જેવો, સમર્થ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્ય માન છે. સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગલ ચિન્હો-લક્ષ્ણો હોય છે. જેવાં કે, સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક્ર. સાથીયો. ધ્વજા.જવ. મત્સ્ય, કૂર્મકાચબો. રથ, ભગ. ભવન. વિમાન. અશ્વ. તોરણ. ગોપુર. મિણ. રત્ન. નંદાવર્ત. મૂશળ. હળ. સુંદર કલ્પવૃક્ષ. મૃગપતિ. ભદ્રાસન. સુચિ સ્તૂપ, સુંદર મુકુટ. મુક્તાવલિ. કુંડલ. હાથી. સુંદર વૃષભ. દ્વીપ. મેરુ પર્વત. ગરુડ. પર્ણ- ઈંદ્રસ્થંભ, દર્પણ. અષ્ટાપદ-ધનુષ્ય. બાણ. નક્ષત્ર. મેઘ. સ્ત્રીની કટિમેખલા. વીણા. ઘોસરું, છત્ર. માળા. દામણી. કમંડલ. કમળ. ઘંટા. સુંદર વહાણ. સોમ. સમુદ્ર. કુમુદનું વન. મગર. હાર. ઘાઘરો. ઝાં ઝ૨. પર્વત. નગર.વજ.કિન્ન૨.મોર. રાજહંસ. સારસ, ચકોર. ચક્ર વાકનું પૃથ્વી. ખડ્ગ. અંકુશ. નિર્મલ કળશ. વૃંદાક શરાવલાનો સંપુટ ઈત્યાદિ જૂદાં જૂદાં પ્રશસ્ત પુરુષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજા ઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓનાં તે નયના ભિરામ છે-તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખો તેમનો ગૌર દેહ છે, કોરેંડ પુષ્પની માળા ગળે ધારણ કરે છે. ચંપાના ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સોનાની રેખા કરી જેવો તેમના શરી૨નો વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવથી તેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy