SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પહાવાગરણ-૧/૩/૧૬ સહન કરતા બાપડાઓ લબડી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચોરીના પાપને છોડતા નથી, બહુવિધ વેદના એ પાપી જનો પામે છે. એ રીતે મોકળી ઈદ્રિયોવાળા, વિષયાસક્ત, અતિ મહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, સ્પર્શેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના રુપ- શબ્દ- રસ- ગંધમાં મનોવાંછનાવાળા, કે ભોગની તૃષાવાળા અને ધન હરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના અજાણ માણસોને રાજાના સેવકોની પાસે લઈ જઈને તેમને સોંપવામાં આવે છે. તે રાજસેવકો કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની, તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, કૂડ-કપટ કરનારા વેશ-ભાષા બદલો કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિંકરોની આજ્ઞાથી ચોર લોકોના દુચરણથી સજા તુરત. નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં જે માર્ગ હોય છે, તેની વચ્ચે નેતરની સોટો, લાકડી, કાષ્ટદેડ, ડાંગ, દંડકો, મુઠી, લાત, પગની પાની, ઘુંટણ કોણી વગેરેના પ્રહાર કરી ચોરના ગાત્રો ભાંગવામાં મદવામાં આવે છે. કરુણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે. જીવવાની આશા. નાશ પામે છે. ત્યારે તે ચોર લોકોને કોઈ પાણી પાવા આવે તો રાજપુરુષો તેમને પાણી પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટૂંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રુપે કંઠમાં રાતાં કરણ નાં ફૂલની માળા દોરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબજેબ બનેલા ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જીવવાની આશાથી રહિત બનેલા, વિકલપણે. ડોલતાં, હણવાને માટે લઈ જવામાં આવતાં હોવા છતાં પ્રાણ-શ્વાસોચ્છવાસ ઉપર પ્રીતિવાળા તે ચોર લોકોને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-કકડા કરી મને ખવડાવે છે, પાપી જનો ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે. તે રાંક-દીન ચોર લોકોના વિના શનો નિવારનાર કોઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનોથી ત્યજાયેલા છે, તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમનાં અંગોપાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચોરોનાં ચાર અંગ બાંધીને તેમને પર્વતની ટોચ પરથી નીચે ગવડાવે છે. ત્યારે તેઓ બહું ઉંચેથી પડવાથી વિષમ પત્થર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ મદવામાં આવે છે. વળી પાપી અધિકારી જનો, કેટલાકને બુદા કોહાડે કરી કરી મારે છે, કેટલાકના કાન-હોઠ-નાક કાપે છે, કેટલાકની આંખો-દાંત-વૃષણ-જીભને છેદે છે, કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્ય હરણમાં લુબ્ધ લોકોને હાથ પગમાં બેડી પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. પરદ્રવ્યહારી જનોને તેમનાં સ્વજનો ત્યજી દે છે, મિત્રો તેમનો તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લોકોના ધિક્કારના શબ્દોથી લજવાય છે, છતાં તે નિર્લજ્જ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-તાઢની આકરી વેદના સહન કરતા, વિરુપ મુખવાળા, કાન્તિ હીન શરીરવાળા, મેલથી ભરેલા દેહ વાળા, દુબળા, ગ્લાનિ પામતા, ખોંખો કરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy