SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ પાવાગરા-૧૩/૧૩ આપેલી એવી વસ્તુનું હરણ કરવું. તે ચિત્તનો સંતાપ-મરણ-ભય-ત્રાસ ઉપજાવનારું પરધનને વિષે વૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારું અને અનાર્યનું આચરણ છે. છિદ્રને તથા અવસરને જોનારો, કષ્ટ તથા રાજા તરફનાં ઉપદ્રવને નોતરનારો, પ્રમાદવંત એવા લોકોને ઠગનારો, વ્યગ્ન કરનારો, માનનારો અને અનુપશાંત સ્વભાવવાળો, એવા માણસને ચોર માનવો. દયારહિત, રાજપુરુષોથી અટકાવાયેલું, સાધુજનોથી સદાનિંદિત, પ્રિય જન, મિત્રજન વચ્ચે ભેદ અપ્રીતિને કરનારું, રાગદ્વેષને પુષ્ટ કરનારું, ધણા લોકોને વિષે મારામારી, રાજ્યો વચ્ચેનો કલહ, ક્લેશ, કંકાસ, હિંસા ઈત્યાદિને કરાવનારું, દુર્ગતિમાં પાડનારું, જન્મમરણને વધારનારું, ઘણા કાળનું સેવેલું, હંમેશા સાથે ચાલ્યું આવનારું અને દુઃખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. [૧૪]એ અદત્તાદાનનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ છે - ચોરવું, પારકા ધનને હરવું, નહિ આપેલી વસ્તુ લેવી, ક્રૂર કાર્ય કરવું, પારકા દ્રવ્યનો લાભ લેવો. અસંયમ, પરધનમાં વૃદ્ધ થવું, લોલુપી થવું, તરસ્કરપણું, અપહરણ કરવું, હાથચાલાકી કરવી, પાપકર્મ કરવું, ચૌર્ય ભાવ, હરવું અને ધનની હાનિ કરવી, પરધનને લેવું, પરધનને છીનવી લેવું, અપ્રતી તિજનક કાર્ય, પરને પીડાજનક કાર્ય, પરધન લેવા માટેનો ઉદ્યમ, સંતાડવું, વિશેષ પ્રકારે કરીને છુપાવવું, કૂડા તોલ, કુળને કલંક લગાડવું, પરદ્રવ્યના અભિલાષ કરવા, દીનતા. દવિવી, વિનાશકારક વ્યસન, પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, પામેલા ધનની તૃષ્ણા અને નહિ પામેલા ધનની વાંચ્છના, કર્મને ઢાંકવા માટે માયા કપટ, પારકી નજર ચુકાવીને ચોરી કરવી, [૧૫]હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કરે છે તે દર્શાવે છે - ચોર, તસ્કર, પરદ્રવ્ય હારક, ચોરીનાં ધંધાદારીઓ, ચોરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આત્મા, અતિ અસંતોષવાળા, લોભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર,માયા-પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બોલ્યું નહિ પાળ નારા, રાજાએ દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામધાતક, નગરના ઘાતક, પંથના ઘાતક, છાની રીતે ગામ બાળનાર, તીર્થ જતા જાત્રાળુઓને મારનારા, હાથચાલાકી કરનારા બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના રખવાળ, સ્ત્રી ચોર, પુરુષ ચોર, ખાતર પાડનાર, ગંઠીછોડા, મારીને ધન હરનારા ઠગારા, હઠ કરીને ધન લેનારા, બહુ માર મારીને લુંટાનારા, છૂપા ચોર, ગાયો ચોરનારા, ઘોડા ચોરનારા, દાસી ચોરનારા, એકલા ચોરી કરનારા, ચોરો વડે લુંટાવનારા, ચોરને ભોજનાદિ, આપે-ચોરની પાછળ છાના રહેનારાઓ, ધાત કરનારા, વિશ્વાસનાં વચન • બોલી ધન લેનારા, બીજાને મોહ પમાડવા વિશ્વાસનાં વચન બોલનારા, રાજનિગ્રહથી લુંટનારા અનેક પ્રકારનાં વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે અને જેઓ મોટા લશ્કર અને પરિગ્રહવાળા ધણા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હોય, પોતાના. દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહી, બીજા રાજાઓના દેશનો વિનાશ કરે છે, તેઓ પારકા ધનને વિષે લોભાઈને ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુભટો સહિત, “હું પહેલો લડવા જઉં” એવા અહંકાર સહિત એવા સૈન્યો વડે સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy