SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ, અધ્યયન-૧ ૨૫૧ મહર્ષિઓ એ મોક્ષના પ્રયોજનભૂત તે અર્થને સુંદર રીતે કહ્યો છે તે રીતે હું કહું છું. | [૩]જિનેશ્વર દેવે આશ્રવના પાંચ ભેદો કહ્યા છે. હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ [૪]હિંસારૂપ પ્રથમ આસ્રવદ્ધારનું સ્વરૂપ હિંસાના પયય નામો, હિંસાના કારણો તેના ફળ-પરીણામ, પ્રાણ વધ કરનારનું સ્વરૂપ વર્ણવેલ છે તે તું સાંભળ [૫]શ્રી જિનેશ્વરદેવે એ પ્રાણાવધને હંમેશાં પાપકારી ચંડ- રૌદ્રક્ષુદ્ર - સાહસિક અનાર્ય-નિધૃણ-નિઃશંસ-પ્રતિભય, અતિભય- બીહામણો, ત્રાસના સ્થાનરુપ, અન્યાય કારી, ઉદ્વેગકારી, અપેક્ષારહિત, નિધર્મ-નિપિપાસા, નિષ્કણ નરકમાં લઈ જવાવાળો, મોહ તથા મહાભયનો કરણહાર, અને મરણ વૈમનસ્યકારક કહ્યો છે અને તે પહેલું અધર્મદ્વાર છે. [૬]હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છેઃ પ્રાણવધ, શરીરથી જીવનું ઉમૂલન કરવું તે,અવિસંભ, હિંસા-વિહિંસા અકૃત્ય, ઘાત કરવો તે, મારવું તે, વધ કરવો તે, ઉપદ્રવ કરવો.-નિપાતના, આરંભ-સમારંભ કરવો, આયુષ્ય કર્મને ઉપદ્રવ કરવો ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવું, સંકોચાવવા, મૃત્યુ કરવું, અસંયમ કરવો, જીવની સેનાનું મર્દન કરવું, શ્વાસથી જીવનો અંત કરવો, પરભવમાં ગમન કરાવવું, દુર્ગતિમાં પાડવું, પાપક્ષ કોપ કરવો, પાપકાર્યમાં આસક્ત થવું, શરીરનું છેદન, જીવિતવ્યનો અંત કરવો, ભય કરવો, ઋણ વધારવું, વજ, પરિતાપ દુઃખરુપ આસ્રવ, પ્રાણ કાઢવા, નિયતતા , લોપન , ઉત્તમ ગુણની વિરાધના, એ રીતે સમુચ્ચયે ત્રીસ નામ કહેલાં છે અને કટુ ફળદાયી છે. [૭]હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને દુષ્ટ યોગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, બહુવિધ-અનેક પ્રકારનો છે, હિંસા કરનારાઓ અન્ય જીવોને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તેઓ નીચે જણાવેલ ત્રસ-સ્થાવર જીવોની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિવાળા હોય છે. જલચર - મત્સ્ય, મોટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મત્સ્ય. વિવિધ પ્રકારના દેડકાં, બે પ્રકારના કાચબા, વિશિષ્ટ નક્રચક્ર નામના મત્સ્યો બે પ્રકારના મગર, મુસંઢ વિગેરે વિવિધ પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકર, પુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જલચર. સ્થલચર-મૃગ, રુરુ જાતિનો મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાવર, ગાડર, સસલાં, વન ચર પ્રાણી, ગોધા, રોહિત, ઘોડા, હાથી,ગધેડા, ઉંટ, કરજ, ખડૂત, વાંદરા, રોઝ નહાર, શિયાળ, નાનાં ભુંડ, બિલાડાં, મોટા સુઅર, શ્રીકંદલક, આવર્ત, લોમડી, બે ખરીવાળા પશું,એક જાતિનાં હરણ, પાડા, વાધ,બકરા,ચિત્રા, કુતરા,તરસ,રીંછ,અચ્છ,મલ્લક મૃગવિશેષ શાલસિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પદ જાનવરો. ઉરપરિસર્પ - અજગર, ફેણ વિનાનો સર્પ, દ્રષ્ટિવિષ સર્પ, મકુલોક સર્પ, કાકોદર, દર્ભકર, ફણધર, અસાલીયો સર્પ, મહોરગ, ઈત્યાદિ ઉરપરિસર્પ. ભુજપરિસર્પ- છીરલ, સંરંગ, સેહ, સેલ્લગ, ઉંદર, નોળીયો, કાચીંજો, કાંટાવાળો શેળો. ખીસકોલી, ચાતુષ્પદ, ગરોળી, એ ભુજપરિસર્પ ખેચર-હંસ, બગલા, બતક, સારસ, આડા પંખી, સેંતીકાપંખી, કુલલ, બંજુલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy