SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૧, ૨૪૩ ત્યાર પછી સ્થવિર ભગવંતોએ જાલિ અણગારને કાળને પ્રાપ્ત થયેલા જાણીને પરિનિર્વાણવર્તી કાયોત્સર્ગ કર્યો અને તે જાલિ અણ ગા૨ના ધર્મોપકરણ પાત્ર વસ્ત્રાદિ ગ્રહણ કરીને પર્વત ઉપરથી નીચે ઊતર્યા. ઊતરીને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા અને ઉપકરણો સુપ્રત કરતા કહ્યું-જાલિ અણગારના ઉપકરણો આ રહ્યા. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામી પૂછે છે-ભગવન્ ! તે અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર જાલિઅણગાર કાળના અવસરે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! વિજય વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ ! અહો ભગવન્ ! જાલિદેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! તેમની સ્થિતિ બત્રીશ સાગરોપમની છે. જાલિદેવ દેવલોકથી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી દીક્ષા ગ્રહણ કરી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત ક૨શે. [૨]એ જ પ્રમાણે શેષ નવકુમારના અધિકારો જાણવા. પરન્તુ તેમાં આટલી વિશેષતા છે. સાતકુમા૨ ધારિણીરાણીના પુત્રો હતા અને વિહલ્લકુમાર તથા વેહાયસકુમાર ચેલણા રાણીના પુત્રો હતા. આદિના પાંચ અણગારોએ સોળ-સોળ વર્ષ. ત્રણ કુમારોએ બાર-બાર વર્ષ સુધી અને બેએ પાંચ-પાંચ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પ્રથમના પાંચનો અનુક્રમથી વિજય, વૈજ્યંત, જ્યંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, બીજા સર્વાર્થસિદ્ધ, ચાર ઉલટા ક્રમે અપરાજિત, જ્યંત, વિજ્યંત, અનેઅભયકુમારવિજયવિમાનમાંઉત્પન્નથયા.શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણી લેવો જોઈએ. વર્ગઃ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ મૈં વર્ગ:૨ અધ્યયન-૧-૧૩ [૩-૫]હે ભગવન્ ! અનુત્તરોવવાઈયદશાંગના બીજા વર્ગનો શ્રમણ યાવતુ મોક્ષ ને પ્રાપ્ત ભગવન્દે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! વવાઈયદશાંગના બીજા વર્ગના તેર અધ્યય નો પ્રરૂપેલા છે. દીર્ધસેન, મહાસેન, લષ્ટદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદત્ત, હલ્લ, દ્રુમ, દ્રુમસેન, મહાક્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેનકુમાર. []હે ભગવન્ ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યો છે ? હે જંબૂ ! ખરેખર તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતા. તે ધારિણી દેવી એકદા સિંહનું સ્વપ્ર જોવે છે, જાલિકુમારની જેમ જન્મ, બાલ્યાવસ્થા, બહોતેર કળામાં નિપુણતા આદિ જાણવું. વિશેષ એ કે એનું નામ દીર્ઘસેન રાખવામાં આવ્યું હતું જાલિકુમારની જેમ દીર્ઘસેન પણ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. દીર્ઘસેનની જેમજ શેષ રાજકુમારોના વિષયમાં જાણવું. બધાનું રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા પિતા હતા, ધારિણી દેવી માતા હતી, સોળ-સોળ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાનલ કર્યું. એક મહિનાની સંલેખના કરી અનેઅનુક્રમથી તેઓમાંથી બે વિજય, બે વૈજ્યંત, બે જ્યંત, બે અપરાજિત, શેષ મહાસેન આદિ પાંચ સર્વાર્થ-સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જશે અને મોક્ષ પામશે. વર્ગઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy