SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ અંતગડ દસાઓ- દો૩/૨૭ રાજગૃહ નગરમાં અર્જુન નામનો એક માળી રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતો. તેની ઘણી પ્રતિષ્ઠા હતી. તેની પત્નીનું નામ બંધુમતી હતું. બંધુમતીના હાથ-પગ ઘણાં કોમળ હતા. રાજગૃહ નગરની બહાર અર્જુન માળીનું એક પુષ્પોનું વિશાળ ઉદ્યાન હતું. વૃક્ષોની કૃષ્ણપ્રભાથી તે લીલુંછમ હતું. તેમાં પાંચ વર્ણના પુષ્પ ખીલતાં હતા. તેને જોઈ હૃદયમાં અત્યંત પ્રસન્નતા થતી હતી. તેને એકવાર જોવા છતાં પણ દર્શકોની આંખ તેને જોઈ થાકતી ન હતી.પુષ્પોદ્યાનની પાસે મુદ્દગરપાણિ નામના યક્ષનું એક મંદિર હતું. અર્જુનમાળી દાદા વડદાદા અને પિતાના કુળપરંપરાથી ચાલ્યું આવતું હતું. તે મંદિર પ્રાચીન દિવ્ય અને સત્ય પ્રભાવવાળું હતું. તે મંદિરમાં મુદ્ગરપાણિ નામક યક્ષની એક મૂર્તિ હતી. તે મૂર્તિના હાથમાં એક હજાર પલ થી બનેલું લોઢાનું એક મુદ્દગર હતું. અર્જુનમાળી બાલ્યાવસ્થાથી મુદ્દગર પાણિ યક્ષનો ભક્ત હતો. તે દરરોજ વાંસની બનેલ ટોપલીઓ લઈ રાજગૃહ નગરમાંથી નીકળતો અને પોતાનાં પુષ્પોદ્યાનમાં જતો. ત્યાં ફૂલોને ચૂંટીને એક ઢગલો કરતો. તે ઢગલામાં જે ફૂલ વધારે ખીલેલા હોય તેમજ શ્રેષ્ઠ હોય તેને લેતો અને મુદ્દગરપાણિના મંદિરમાં જઈ મુદ્દગરપાણિ યક્ષની મોટાઅને યોગ્ય ફૂલોથી પૂજા કરતો હતો અને ભૂમિ પર ગોઠણો અને પગ ટેકવીને, મસ્તક નમાવીને, પ્રણામ કરતો હતો. ત્યાર પછી રાજમાર્ગ પર જઈ આજીવિકા મેળવતો હતો. રાજગૃહ નગરમાં લલિત નામની એક મિત્રમંડળી રહેતી હતી. તેની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી હતી. એકવાર રાજગૃહ નગરમાં એક પ્રમોદ મહોત્સવની ઘોષણા થઈ આ ઉત્સવ હોવાથી કાલે ઘણાં ફૂલો જોશે. એમ વિચારી પોતાની પત્ની બંધુમતી સાથે અનેક ટોપલીઓ લઈ અર્જુનમાળી વહેલી સવારમાં જ પોતાના ઘરેથી નિીકળ્યો.રાજગૃહનગરની વચ્ચોવચ્ચથઈ પોતાના પુષ્પોદ્યાનમાં પહોંચ્યો. અને પોતાની પત્ની બંધુમતીની સાથે પુષ્પો ચયન કરવા લાગ્યો. આ બાજુ તે લલિતા ગોષ્ઠી મિત્ર મંડળનાં છ સાથીદારો મુદ્દગરપાણિ યક્ષના મંદિરમાં આવ્યા અને યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા. ત્યાર પછી પોતાની પત્ની બંધુમતીથી સાથે અર્જુન માળીએ પુષ્પો એકઠાં કર્યા, તેમાં જ પુષ્પો ઉત્તમ અને શ્રેષ્ઠ હતા, તે લઈને તે મુદગરપાણિ યક્ષના મંદિર તરફ ગયો. બંધુમતી પત્નીની સાથે અર્જુન માળીને આવતો જોઈ મિત્રમંડળના સાથીદારો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. મિત્રો ! અર્જુનમાળીને અવકોટક-બંધનથી બાંધીને તેની બંધુમતી પત્નીની સાથે યથેચ્છ ભોગ ભોગવવા જોઈએ. બધા મિત્રોએ આ વાતનો સ્વીકાર કર્યો અને તે બધા યક્ષમંદિરના દરવાજાની પાછળ છૂપાઈને નિશ્ચલ નિષ્પદ અને મૌનભાવથી ઊભા રહ્યા. અર્જુન માળીએ બંધુમતી પત્ની સાથે યક્ષમંદિરમાં પ્રવેશ કર્યો, યક્ષમૂર્તિના દર્શન થતાં જ તેને પ્રણામ કરીને પુષ્પો દ્વારા તેમની પૂજા કરવા લાગ્યા. પૂજા પૂરી થવા પર ગોઠણો અને પગ ટેકવી તેઓએ યક્ષને નમસ્કાર કર્યો, ત્યારે તે છ એ પુરુષો ઘણી ઝડપથી દરવાજાની પાછળથી નીકળ્યા અને અર્જુનમાળીને પકડીને અવકોટક બંધનથી બાંધી દીધો. પછી બંધુમતી માલણ સાથે વિપુલ ભોગ ભોગવવા લાગ્યા. પોતાની પત્ની બંધુમતીની આ દશા જોઈ અર્જુનમાળીના મનમાં આ સંકલ્પ ઉત્પન્ન થયો-હું બાળ પણથી જ મુદ્દગર પાણિ યક્ષને ભગવાન માનું છું. પ્રતિદિન તેની પૂજા કરું છું. ત્યાર પછી જ પુષ્પોનો વિક્રય કરી મારી આજીવિકા મેળવું છું. મુદ્દગરપાણિ યક્ષ જો અહીંયા સમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy