SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવાસગ દસાઓ - ૨/૨૫ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ કામદેવ શ્રમણોપાસ ! તું ધન્ય છે. દેવાનુપ્રિય! તું પુણ્યશાળી, કૃતાર્થ અને કૃતલક્ષણ છે.તેં મનુષ્યજન્મનું અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. માનવજન્મ અને જીવનને સફળ બનાવ્યું. તને નિગ્રન્થ પ્રવચન પ્રત્યે આ આવા પ્રકારની શ્રદ્ધા લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને જીવનમાં ઊતરી. એ પ્રમાણે-ખરેખર કે દેવાનુપ્રિય! શક્ર, દેવેન્દ્ર દેવરાજ યાવત્ શક્રનામક સિંહાસન ઉપર બેસીને ચોરાશી હજાર સામાનિક દેવો યાવત્ બીજા ઘણા દેવો અને દેવીઓના મધ્યમાં આ પ્રમાણે કહે છેઃ હે દેવો! ખરેખર જંબુદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે, ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસ પોષધશાલામાં પોષધ અંગીકાર કરી બ્રહ્મચર્યયુક્ત યાવત્ દર્ભના સંથારા ઉપર બેસીને શ્રમણ ભગવાન્ મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિહરે છે. ખરેખર કો દેવ, દાનવ યાવત્ ગન્ધર્વ પણ તેને નિગ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને કે વિપરિણત કરવાને સમર્થ નથી. ૧૯૨ આવી તમારી પ્રશંસા સાંભળી હું દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત ઉપર શ્રદ્ધા, રૂચિ અને પ્રતિતિ નહિ કરતો શીઘ્ર અહીં આવ્યો. તમે મને ક્ષમા આપો. તમે મને ક્ષમા આપવાને યોગ્ય છો. હું ફરીથી એમ કરીશ નહિ, એમ કહીને તે દેવ કામદેવશ્રમણોપાસના પગોમાં પડ્યો અને હાથ જોડીને તેણે જે કર્યું હતું તેને માટે વારંવાર ખમાવ્યું. ખમાવીને જે દિશાથી આવ્યો તો. તે દિશાએ ચાલ્યો ગયો. પછી તે કામદેવ શ્રમણોપાસ કે પોતાને ઉપસર્ગરહિત જાણીને પ્રતિમાને પારે છે, તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીથી બહાર ઉદ્યાનમાં વિરાજતા હતા. [૨૬]ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસકને આ વાતની જાણ થઈ કે શ્રમણ ભગવાન્ મહાવીર યાવત્ વિચરી રહ્યા છે, તો મારે શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને અને ત્યાંથી પાછા આવીને પોષધ પારવો જોઈએ, એ જ શ્રેયસ્કર છે, એમ વિચારીને તે શુદ્ધ અને પ્રવેશ યોગ્ય-વસ્ત્રો પહેરે છે, યાવત્ અલ્પ અને મહામૂલ્ય અલંકાર પહેરી જનસમૂહથી વીંટાયેલો પોતાના ઘરથી બહાર નીકળે છે, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, યાવત્ શંખની પેઠે પર્યાપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને અને તે અત્યાંત મોટી પરિષદને ધર્મકથા કહી, [૨૭]‘હે કામદેવ’ એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવશ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ કામદેવ! ખરેખર મધ્યરાત્રિના સમયે તારી પાસે એક દેવ પ્રગટ થયો હતો. તે પછી તે દેવે એક મોટું પિશાચનું રૂપ યાવત્ તું વિચલિત ન થયો ત્યારે દેવ પાછો ગયો. કામદેવ! આ અર્થ સમર્થ-યથાર્થ છે? કામદેવે કહ્યુંઃ હા, યથાર્થ છે. શ્રમણ ભગવંત મહાવીર ઘણા શ્રમણ નિર્બન્ધો અને નિગ્રન્થીઓને આ પ્રમાણે કહ્યુંઃ હે આર્યો! જો ગૃહવાસમાં રહેતા ગૃહસ્થ શ્રમણોપાસકો દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહન કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર શ્રમણ નિગ્રન્થદેવતા, મનુષ્ય અને તિર્યંચો સંબંધી ઉપસર્ગો યાવત્ વિશેષતઃ સહન કરવા યોગ્ય છે. ત્યારે તે ઘણા શ્રમણ નિગ્રન્થો અને નિગ્રન્થીઓ એ અર્થને તહ’ત્તિ કહીને વિનય પૂર્વક સ્વીકારે છે. ત્યાર પછી કાંમદેવ શ્રમણોપાસક પ્રસન્ન થયો, યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછ્યા. તેઓનો અર્થ ગ્રહણ કર્યો, અને શ્રમણ ભગવંતને ત્રણ વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy