SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૮/૨૧૦ બેઠો. પછી દિવસના અંતિમ પ્રહરમાં પાંચસો ચોરોની સાથે કવચ ધારણ કરીને તૈયાર થયો. તેમણે આયુધ અને પ્રહરણ-શસ્ત્ર ગ્રહણ કર્યાં, કોમલ ગોમુખિત ગાયના મુખની સમાન ફલક ધારણ કર્યું.તલવારો મ્યાનમાંથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યું. ધનુષજીવાદોરી યુક્ત કરી લીધું. બાણ બહાર કાઢી લીધા. બઈિઓ અને ભાલા ઉછાળવા લાગ્યા. જંઘાઓ ઉપર બાંધેલી ઘંટડીઓ લટકાવી દીધી. શીઘ્ર વાજિંત્રો વાગવા લાગ્યા મોટા-મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ અને ચોરોની કલ-કલ ધ્વનિથી એવું પ્રતીત થવા લાગ્યું જેમ કે સમુદ્રનો ખળ-ખળ અવાજ થતો હોય ! આ પ્રમાણે અવાજ કરતા તેઓ સિંહગુફા નામક ચોરપલ્લીમાંથી બહાર નીકળ્યા. આવીને રાજગૃહ નગરથી કંઇક દૂર એક સઘન વનમાં ઘુસી ગયા. ત્યાં જઇને બાકી રહેલા દિવસને પસાર કર્યો. સૂર્ય અસ્ત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી ચોરસેનાપતિ ચિલાત અર્ધી રાતના સમયે, જ્યારે દરેક જગ્યાએ પૂર્ણ શાન્તિ થઈ ગઈ, ત્યારે પાંચસો ચોરોની સાથે કોમળ ગોમુખિત બાંધીને ફલક સાથે જાંઘા ૫૨ અવાજ કરતી ઘુઘરી લટકાવીને જ્યાં રાજગૃહનો પૂર્વ દરવાજો હતો, ત્યાં પહોંચ્યો. તાળું ઉઘાડવાની વિદ્યાનું આહ્વાન કર્યું. આહ્વાન કરીને રાજગૃહ નગરના દ્વારના કમાડને પાણી છાંટ્યું. કમાડ ઉઘાડ્યા. રાજ ગૃહ નગરમાં પ્રવેશ કરીને મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતો-ક૨તો આ પ્રમાણે બોલ્યો. 'દેવાનુપ્રિયો ! હું ચિલાત નામક ચોરસેનાપતિ, પાંચસો ચોરોની સાથે સિંહગુફા નામક ચોરપલ્લીથી, ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવા આવ્યો છું. જે નવી માતાનું દુધ પીવા ઇચ્છતા હોય, તે નીકળીને મારી સામે આવે.’ આ પ્રમાણે કહીને તે ધન્ય સાર્થવાહના ઘરે આવ્યો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે પાંચસો ચોરોની સાથે ચિલાત ચોરસેનાપતિ દ્વારા ઘર લૂંટાઇ રહ્યું છે. તે જોઇને તે ભયભીત થયો. ગભરાઇને પાંચે પુત્રોની સાથે એકાંત સ્થાનમાં ચાલ્યો ગયો. ત્યાર પછી ચોરસેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર છૂટ્યું. લૂંટીને ઘણું ધન કનક-સોનું યાવત્ સ્વાપતેય તથા સુંસુમા દારિકાને લઇને તે રાજગૃહથી બહાર નીકળી જ્યાં સિંહગુફા હતી તે તરફ જવાને માટે ઉંઘત થયો. [૨૧૧] ત્યાર પછી ધન્ય સાર્થવાહ જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને ઘણું ધન, કનક અને સુંસુમા પુત્રીનું અપહરણ કર્યું છે. એમ જાણીને બહુમૂલ્ય ભેટ લઇને જ્યાં નગરના રક્ષકો હતા, ત્યાં ગયો. જઇને તે બહુ મૂલ્ય ભેટ યાવત્ આપી. સર્વ વાત કહી. તેથી હે દેવાનુપ્રિયો ! અમે સુંસુમા પુત્રીને પાછી લાવવા માટે જવા ઇચ્છીએ છીએ હે દેવાનુપ્રિયો ! તે ધન કનક આદિ તમારૂં અને સુંસુમા પુત્રી મારી રહે.’ ત્યાર પછી તે નગ૨૨ક્ષકોએ ધન્ય સાર્થવાહની તે વાત સાંભળીને સ્વીકાર કરી. સ્વીકાર કરીને કવચ ધારણ કરીને સન્નદ્ધ થયા. યાવત્ તેમણે આયુધ અને પ્રહરણ લીધા અને જોર-જોરથી ઉત્કૃષ્ટ સિંહનાદથી સમુદ્ર સમાન મોટા અવાજ કરતા થકા રાજગૃહ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં ચિલાત ચોરસેનાપતિ છે, ત્યાં પહોંચ્યાં. પહોંચીને ચિલાત ચોર સેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી નગ૨૨ક્ષકોએ ચિલાત ચોરસેનાપતિને હત, મથિત કરીને યાવત્ પરાજિત કરી દીધો. ત્યારે તે પાંચસો ચોર નગરરક્ષકો દ્વારા હત, મથિત અને પરાજિત થઇને તે વિપુલ ધનકનક આદિ છોડીને અને ફેંકીને તેઓ આમ તેમ ભાગી ગયા. ત્યારે તે નગ૨૨ક્ષકોએ તે વિપુલ ધન. કનક આદિને ગ્રહણ કર્યું. નગરરક્ષકો દ્વારા ચોર સૈન્યને હત તેમજ મથિત થયેલ જાણીને ચિલાત ચોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy