SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૧૫ કાયાને આકર્ષણ કરનાર, આભિયોગિક પરાભવ કરનાર, વશી કરણ, કૌતુક કર્મ, સૌ ભાગ્ય પ્રદાન કરનાર સ્નાન આદિ, ભૂતિકર્મ ભભૂતિનો પ્રયોગ, અથવા કોઇ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા ગોળી, ઔષધ અથવા ભેષજ એવી છે કે જે પહેલા જાણેલ હોય ? જેથી હું તેતલિપુત્રને ફરી ઇષ્ટ બની શકું ?” પોટ્ટિલાના દ્વારા આ પ્રમાણે કહેવા પર તે આર્યાઓએ પોતાના બંને કાન બંધ કરી લીધા. કાન બંધ કરીને તેણે પોલિાને કહ્યું “દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથો શ્રમણીઓ છીએ યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તો એવા વચનો અમારે કાનથી સાંભળવા પણ કલ્પે નહિં તો આ વિષયમાં ઉપદેશ આપવો કે આચરણ કરવું તો કલ્પે જ કેમ ? હે દેવાનુ પ્રિયે ! અમે તમને અદ્ભુત યા અનેક પ્રકારનો કેવલિપ્રરૂપિત ધર્મ સારી રીતે ઉપદેશથી શકીએ.’ ત્યાર પછી પોટ્ટિલએ કહ્યું-હે આર્થાઓ ! હું તમારી પાસેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવાઇચ્છુંછું.’ત્યારેતેઆઓએ પોટ્ટિલાનેઅદ્ભુત ધર્મનો ઉપદેશ આપ્યો. પોટ્ટિલા ધર્મનો ઉપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઇને બોલી‘આઓિ ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. જેમ તમે કહ્યું. તે તેમજ છે. તેથી હું આપની પાસેથી પાંચ અણુવ્રતોને યાવત્ શ્રાવકના ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આઓએ કહ્યું-જેમ સુખ ઉપજે તેમ કરો.' ત્યારે તે પોટ્ટિલાએ તે આર્યાઓ પાસેથી પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તે આર્યાઓને વંદના કરી. નમસ્કાર કર્યા. પછી તે પોઢિલા શ્રમણોપાસિકા બની ગઇ. યાવત્ સાધુ-સાધ્વીઓને આહાર આદિ પ્રદાન કરતી થકી વિચરતી રહેવા લાગી. [૧૫૨]એકદા મધ્યરાત્રિના સમયે જ્યારે તે કુટુમ્બના વિષયમાં ચિંતા કરતી તેને સંકલ ઉત્પન્ન થયો, કે-પહેલાં હું તેતલિપુત્રને ઇષ્ટ હતી હવે અનિષ્ટ થઇ ગઈ છું. તેથી મારા માટે તો સુવ્રતા આયની પાસે દીક્ષા અંગીકાર કરવી તે શ્રેયસ્કર છે.’ પોટિલાએ એવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે તે તેતલિપુત્ર પાસે ગઇ. જઇને બંને હાથ જોડીને બોલી-‘હે દેવાનુપ્રિય ! મેં સુવ્રતા આર્યા પાસેથી ધર્મ સાંભળેલ છે યાવત્ આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને કહ્યું ‘હે દેવાનુપ્રિયે ! તમે મુંડિત થઇ, પ્રવ્રુજિત થઇને મૃત્યુના સમયે કાળ કરીને કોઇ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, તો હે દેવાનુપ્રિયે ! તમે મને દેવલોકથી આવીને કેવલિપ્રરૂપિત ધર્મ નો બોધ કરાવો તો હું તમને આજ્ઞા આપુ અગર તમે મને પ્રતિબોધ ન કરવો તો હું આજ્ઞા આપતો નથી. ત્યારે પોટિલાએ તેતલિપુત્રના એ અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમનો આહાર બના રાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા. યાવત્ તેઓનું યથોચિત સન્માન કર્યું. પોટિલાને સ્નાન કરાવ્યું. યાવત્ હજાર પુરુષોથી વહન કરવા યોગ્ય શિબિકા ઉપર આરૂઢ કરાવીને મિત્રો તથા જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઇને, સમસ્ત ઋદ્ધિની સાથે, યાવત્ વાઘોની સાથે, તેણીને તેતલીપુર નગરની મધ્યમાં થઇને સુવ્રતા આર્યાની પાસે ઉપા શ્રયમાં લાવ્યો. ત્યાં આવીને સુવ્રતા આનિ વંદન કર્યા. નમસ્કાર કર્યા. ‘હૈ દેવાનુપ્રિયે ! આ મારી પોટિલા ભાર્યા મને ઇષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વેગને પ્રાપ્ત થઇ છે, યાવત્ દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને શિષ્યા રૂપે ભિક્ષા આપું છું. તેને આપ અંગીકાર કરો.' સુવ્રતા આયએ કહ્યું-દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy