SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, ઉસો-૨ ૭૯ છે. તો હું શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈ દેવેંદ્ર દેવરાજ શક્રને તેને શોભાથી ભ્રષ્ટ કરવા જાઉં, એ મારે કલ્યાણરૂપ થશે. એમ વિચારી તે ચમરેંદ્ર પોતાના શયનમાંથી ઉઠી, દેવદૂષ્યને પહેરી, ઉપપાત સભાથી પૂર્વ દિશા તરફ નીકળ્યો. અને જે તરફ સુધમસભા છે, જે તરફ “ચોપ્પલ' નામનો હથીયાર રાખવાનો ભંડાર છે તે તરફ તે ચમર ગયો અને ત્યાંથી તે ચમરે પરિધરત્ન નામનું હથીયાર લીધું. પછી તે, એકલો. કોઇ બીજાને સંગાથે લીધા વિના તે પરિઘ રત્નનેલઈને મોટા રોષને ધારણ કરતો ચમચંચા રાજધાનીના મધ્યભાગે થઈ નીકળે છે અને જ્યાં તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવે છે ત્યાં આવે છે. પછી ફરીને પણ વૈક્રિયસમુદુઘાતવડે સમવહત થાય છે અને સંખ્યય યોજન ઉત્તર વૈક્રિયરૂપોને બનાવી તે ઉત્કૃષ્ટ ગતિવડે જ્યાં પૃથિવીશીલાપટ્ટક છે, જ્યાં હું છું ત્યાં આવી, ત્રણવાર પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી, આ પ્રમાણે બોલ્યો - હે ભગવન્તમારો આશરો લઇને, હું સ્વયમેવ-મારી પોતાની જાતે જ દેવેંદ્ર, દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું , એમ કરીને તે ચમર ઉત્તરપૂર્વના. દિભાગ તરફ ચાલ્યો ગયો. પછી તેણે વૈક્રિયસમુદ્રઘાત કર્યો યાવતુ-ફરીવાર પણ તે વૈક્રિયસમુદ્ધાતથી સમવહત થયો. તેમ કરી તે ચમરે એક મોટું, ઘોર, ઘોર આકારવાળું ભયંકર, ભયંકર આકારવાળું, ભાસ્વર, ભયાનક, ગંભીર, ત્રાસ ઉપજાવે એવું, કાળી અડધી રાત્રી અને અડદના ઢગલા જેવું કાળું તથા એક લાખ યોજન ઊંચું મોટું શરીર બનાવ્યું. તેમ કરી તે ચમાર પોતાના હાથને પછાડે છે, કૂદે છે, મેઘની પેઠે ગાજે છે, ઘોડાની પેઠે હેષારવ કરે છે, હાથીની પેઠે કિલકિલાટ કરે છે, રથની પેઠે ઝણકાર કરે છે, ભોંય ઉપર પગ પછાડે છે, ભોંય ઉપર પાઠું લગાવે છે, સિંહની પેઠે અવાજ કરે છે, ઉછળે છે, પછાડા મારે છે, ત્રિપદીનો છેદ કરે છે, ડાબા હાથને ઉંચો કરે છે, જમણા હાથની તર્જની આગંળીવડે અને અંગુઠાના નખવડે પણ પોતાના મુખને વિડંબે છે, વાંકુ પહોળું કરે છે, અને મોટા મોટા કલકલરરૂપ શબ્દોને કરે છે. એમ કરતો તે ચમર, એકલો, કોઈને સાથે લીધા વિના પરિઘ રત્નને લઇને ઉંચે આકાશમાં ઉડ્યો, જાણે અધોલોકને ખળભળાવતો ન હોય, ભૂમિકમળને કંપાવતો ન હોય, તિરછાલોકને ખેંચતો ન હોય, ગગનતળને ફોડતો ન હોય, એ પ્રમાણે કરતો તે ચમર, ક્યાંય ગાજે છે, ક્યાંય વિજળીની પેઠે ઝબકે છે, ક્યાંય વરસાદની પેઠે વરસે છે, ક્યાંય ધૂળનો વરસાદ વરસાવે છે, ક્યાંય અંધકારને કરે છે, એમ કરતો કરતો તે ચમર ઉપર ચાલ્યો જાય છે. જતાં જતાં વાનવ્યંતર દેવોમાં ત્રાસ ઉપજાવ્યો, જ્યોતિષિક દેવોના તો બે ભાગ કરી નાખ્યા અને આત્મરક્ષક દેવોને પણ ભગાડી મૂક્યા, એમ કરતો તે અમર રત્નને આકાશમાં ફેરવતો, શોભાવતો તે ઉત્કૃષ્ટ ગતિવડે તિરછે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચોવચ નીકળ્યો. નીકળીને જ્યાં સૌધર્મકલ્પ છે, જ્યાં સૌધમવતંસક નામે વિમાન છે. અને જ્યાં સુધમસભા છે ત્યાં આવ્યો. આવીને તેણે પોતાનો એક પગ પદ્રવરવેદિકા ઉપર મૂક્યો અને બીજો એક પગ સુધમસિભામાં મૂક્યો. તથા પોતાના પરિઘ રત્નવડે મોટા મોટા હોકારાપૂર્વક તેણે ઈદ્રકીલને ત્રણવાર કુટ્યો. ત્યારબાદ તે ચમર આ પ્રમાણે બોલ્યો કેઃ ભો ! દેવેંદ્ર, દેવરાજ શક ક્યાં છે? તે ચોરાસીહજાર સામાનિક દેવો ક્યાં છે ? યાવતુ-તે ચાર ચોરાસીહજાર (૩૩૬000) અંગરક્ષક દેવો ક્યાં છે ? તથા તે કોડો અપ્સરાઓ ક્યાં છે? આજે હણું છું, આજે વધ કરું છું, તે બધી અપ્સરાઓ જેઓ મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy