SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદેસો-૭ ૪૮૭ લોકના જેટલા ભાગમાં હોય તેટલા ભાગનો સ્પર્શ કરે, સામાયિક સંયત લાયોપશમિક ભાવમાં હોય. એ રીતે વાવ-સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયતઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. હે ભગવન્! સામાયિક સંયતો એક સમયે કેટલા હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન સામાયિક સંયતોની અપેક્ષાએ-ઇત્યાદિ બધુ કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થાપ નીય સંયતો એક સમયે પ્રતિપદ્યમાનને આશ્રયી છેદોપસ્થાપનીય સંયતો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે ત્રણ ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી હોય. પૂર્વપ્રતિપનને આશ્રયી જેઓ પૂર્વે છેદપસ્થાપનીય ચારિત્રને પ્રાપ્ત થયેલા છે તેઓની અપેક્ષાએ-કદાચ હોય અને ન હોય. જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બસોથી નવસો ક્રોડ સુધી હોય.પરિહારવિશુદ્ધિકો મુલાકોની પેઠેઅને સૂક્ષ્મસંપાયોનિગ્રંથોની પેઠે જાણવા. યથાખ્યાત સંયતો એક સમયે પ્રતિપદ્યમાન યથાખ્યાત સંયતોની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ તથા ઉત્કૃષ્ટ એકસો બાસઠ હોય. તેમાં એકસો આઠ ક્ષપકો અને ચોપન ઉપશામકો હોય. પૂર્વપ્રતિપત્નને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય. હે ગૌતમ ! સૂક્ષ્મસંપરાય સંયતો સૌથી થોડા છે, તેથી પરિહારવિશુદ્ધિક સંયતો સંખ્યાતગુણા છે, તેથી યથાખ્યાત સંતો - તેથી છેદોપસ્થાપનીય સંયતો અને તેથી સામાયિક સંયતો અનુક્રમ સંખ્યાતગુણા છે. [૯૫૪-૯૫૯] હે ભગવન્! પ્રતિસેવના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! દસ પ્રકારની દપપ્રતિસેવના પ્રમાદથી થતી, અનાભોગથી થતી,આતુરપણાથથતી, આપ દાથી થતી,સંકીર્ણતાથી થતી, સહસાકારથી થતી, ભયથી થતી, પ્રદ્વેષ અને વિમર્શ-શૈક્ષ કાદિની પરીક્ષા કરવાથી થતી પ્રતિસેવના આલોચનાના દસ દોષો કહ્યા છે, પ્રસન્ન થયેલા ગુર થોડું પ્રાયશ્ચિત્ત આપશે માટે તેને સેવાદિથી પ્રસન્ન કરી તેની પાસે દોષની આલોચના કરવી, તદ્દન નાનો અપરાધ જણાવવાથી આચાર્ય થોડું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પોતાના અપરાધનું સ્વતઃ આલોચન કરવું, જે અપરાધ આચાયદિકે જોયો હોય તેનું જ આલોચન કરવું, માત્ર મોટા અતિચારોનું જ આલોચન કરવું, જે સૂક્ષ્મ અતિચારોનું આલોચન કરે તે સ્થૂલ અતિચારોનું આલોચન કેમ ન કરે એવો આચાર્યનો વિશ્વાસ ઉત્પન્ન કરવા સૂક્ષ્મ અતિચારોનું જ આલોચન કરવું, ઘણી શરમ આવવાને લીધે પ્રચ્છન્ન આલોચન કરવું, બીજાને સંભળાવવા ખૂબ જોરથી બોલીને આલોચન કરવું, એકજ અતિચારની ઘણા ગુરુ પાસે આલોચના કરવી, અગીતાર્થની પાસે આલોચના કરવી, અને જે દોષનું આલોચન કરવાનું છે તે દોષને સેવનાર આચાર્ય પાસે તેનું આલોચન કરવું. દસ ગુણોથી યુક્ત અનગાર પોતાના દોષની આલોચના કરવાને યોગ્ય છે. ઉત્તમ જાતિ- વાળો, ઉત્તમ કુળવાળો, વિનયવાનું, જ્ઞાનવાન, દર્શન સંપન્ન ચારિત્રસંપન્ન, ક્ષમાવાળો, દાન્ત અમાવી, સરળ અને અપશ્ચા- તાપી આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના આપવાને યોગ્ય છે- આચારવાનું આધારવાનુ-વ્યવ હારવાનું,અપવ્રીડક, પ્રકુવક, અપરિગ્નાવી, નિયપિક-અપાયદર્શી. [૯૬૦-૯૬૧] સામાચારી દસ પ્રકારની “ઇચ્છાકાર, મિથ્થાકાર, તથા કાર, આવશ્યકી, નૈધિકી, આપૃચ્છના, પ્રતિપૃચ્છના, છંદના, નિમંત્રણા, ઉપ સંપદા છે.” [૯૬૨] પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy