SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદ્દેસો-૬ -: શતક-૨૫ ઉદ્દેશક ૬ : [૮૯૮-૯૦૦] છત્રીશ વિષયો છે- પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસે વના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકાશ- યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા, પરિણામ, બન્ધ, વેદ- ઉદીરણા, ઉપસંપર્-સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ માન, અત્તર, સમુદ્દાત, ક્ષેત્ર સ્પર્શના, ભાવ, પરિમાણ, અને અલ્પબહુત્વ. [૯૦૧] ભગવન્ ! નિગ્રન્થો કેટલા કહ્યા છે ? પાંચ પ્રકારના પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાકના પાંચ પ્રકાર જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્ર પુલાક, લિંગપુલાક અને યથાસૂક્ષ્મપુલાક. બકુશના પાંચ પ્રકાર આભોગબકુશ, અના ભોગબકુશ,સંવૃતબકુશ, અસંવૃતબકુંશ અને પાંચમો યથાસૂક્ષ્મ- બકુશ. કુશીલના બે પ્રકાર પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલના પાંચ પ્રકાર જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ. હે ભગવન્ ! કષાયકુશીલના કેટલા પ્રકાર કહ્યા છે ? પાંચ પ્રકાર-જ્ઞાનકષાય કુશીલ, યથાસૂક્ષ્મકષાયકુશીલ. નિગ્રંથના પાંચ પ્રકાર પ્રથમસમયવર્તીનિગ્રંથ, અપ્રથમ સમયવર્તી નિગ્રંથ, ચરમસમયવર્તીનિથ, અચરમસમવયવર્તી નિથ અને પાંચમો યથાસૂક્ષ્મ નિર્ગંથ. સ્નાતકના પાંચ પ્રકાર-અચ્છવી અશબલ- અકાઁશ સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધરનાર- પાંચમો અપરિસાવી. હે ભગવન્ ! શું પુલાક નિગ્રંથ વેદસહિત છે કે વેદરહિત છે ? વેદસહિત છે, તે સ્ત્રીવેદવાળો નથી, પણ પુરુષવેદવાળો અને પુરુષનપુંસકવેદવાળો છે. બકુશ તે સ્ત્રીવેદવાળો, પુરુષવેદવાળો અને પુરુષન- પુંસકવેદવાળો હોય છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ વેદસહિત પણ હોય અને વેદર હિત પણ હોય. હે ભગવન્ તે ઉપશાંતવેદવાળો પણ હોય અને ક્ષીણવેદવાળો પણ હોય. તેને બકુશની પેઠે ત્રણે વેદ હોય. નિગ્રંથ વેદસહિત નથી, પણ વેદરહિત છે. હે ગૌતમ ! તે ઉપશાંતવેદ પણ હોય અને ક્ષીણવેદ પણ હોય. સ્નાતક નિગ્રંથની પેઠે વેદરહિત હોય. પણ વિશેષ એ કે, સ્નાતક ઉપશાંતવેદ ન હોય, પણ ક્ષીણવેદ હોય. ૪૭૩ [૯૦૨] હે ભગવન્ ! શું પુલાક રાગસહિત હોય કે વીતરાગ હોય ? હે ગૌતમ ! પુલાક રાગસહિત હોય, એ પ્રમાણે યાવત્-કષાયકુશીલ સુધી જાણવું. નિથ તે સરાગ નથી, પણ વીતરાગ હોય છે. હે ગૌતમ ! તે ઉપશાંતકષાય વીતરાગ હોય અને ક્ષીણક પાય વીતરાગ પણ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. વિશેષ એ કે સ્નાતક ઉપશાંત કષાય વીતરાગ ન હોય, પણ ક્ષીણકષાય વીતરાગ હોય. [૯૦૩] હે ભગવન્ ! શું પુલાક સ્થિતિકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય ? હે ગૌતમ ! તે સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય. એ પ્રમાણે યાવત્સ્નાતક સુધી જાણવું. પુલાક જિનકલ્પમાં ન હોય, કલ્પાતીત ન હોય, પણ સ્થવિરકલ્પમાં હોય. બકુશ જિનકલ્પમાં હોય અને સ્થવિરકલ્પમાં હોય, પણ કલ્પાતીત ન હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ વિષે પણ સમજવું. કષાયકુશીલ જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય, અને કલ્પાતીત પણ હોય.નિગ્રંથ જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં ન હોય, પણ કલ્પાતીત હોય. એ પ્રમાણે સ્નાતક સંબંધે પણ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy