SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ભગવઈ - ૨૦/-૮૭૯૬ ભગવન્! બાકી બધા તીર્થકરોનું પૂર્વગત શ્રત કેટલા કાળ સુધી રહ્યું હતું? હે ગૌતમ ! કેટલાંક તીર્થકરોનું સંખ્યાતા કાળ સુધી અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતા કાળ સુધી પૂર્વગત શ્રત રહ્યું હતું. * [૭૯૭]હે ભગવનું ! જંબૂદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં આપી દેવાનું પ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? એકવીશ હજાર વર્ષ. [૭૯૮]હે ભગવનુ ! જેમ જંબૂદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં આપ દેવાનું પ્રિયનું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે તેમ હે ભગવન્! જંબુદ્વીપના ભારતવર્ષમાં ભાવી તીર્થકરોમાંના છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? હે ગૌતમ! ઋષભ દેવ અહંતનો જેટલો જિનપથયિ કહ્યો છે, તેટલાં વર્ષ. [૭૯૯]હે ભગવન્! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? હે ગૌતમ! અહંત તો અવશ્ય તીર્થકર છે, (પણ તીર્થ નથી). પરન્તુ ચાર પ્રકારનો શ્રમણ પ્રધાન સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવક અને શ્રાવિકા તે તીર્થ રુપ છે. [૮૦૦] હે ભગવન્! પ્રવચન એ પ્રવચન છે, કે પ્રવચની એ પ્રવચન છે? હે ગૌતમ! અહંત તો અવશ્ય પ્રવચની છે, અને દ્વાદશાંગગટિપિટક પ્રવચન છે, તે આ પ્રમાણેઆચારંગ યાવત્ વૃષ્ટિવાદ. હે ભગવન્! જે આ ઉગ્નકુલના, ભોગકુલના, રાજન્યકુલના. ઈક્વાકુકુલના, જ્ઞાતાકુ- લના અને કૌરવ્યકુલના ક્ષત્રીયો, એ બધા આ ધર્મમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરુપ ૨જોમલને ધુએ છે, ત્યાર પછી તેઓ સિદ્ધ થાય છે, યાવતુ-સર્વ દુઃખોનો અંત કરે છે? હે ગૌતમ ! હા, કરે છે, અને કેટલાક કોઈ એક દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! દેવલોકો કેટલા પ્રકારના કહ્યા છે? ચાર પ્રકારના. ભવનવાસી, વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકો, “હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે.' શતક ૨૦-ઉદેસી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૯) [૮૦૧]હે ભગવન્! ચારણો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના. વિદ્યાચારણ અને જંધાચારણ. હે ભગવન્! વિદ્યા- ચારણ મુનિને ‘વિદ્યાચારણ” એમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ ! નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કર્મવડે અને પૂર્વગતશ્રુતરુપ વિદ્યાવડે ઉત્તરગુણલબ્ધિ-પ્રાપ્ત થયેલા મુનિને વિદ્યાચારણ નામે ઉપલબ્ધિને-પ્રાપ્ત થયેલા મુનિને વિદ્યાચરણ નામે લબ્ધિ ઉત્પન્ન થાય છે, વિદ્યાચારણથી કેવી શીધ્ર ગતિ હોય, હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામે દ્વીપની યાવતુ-કાંઈક વિશેષાધિક પરિધિ છે, તે સંપૂર્ણ જંબૂદ્વીપને કોઈએક મહર્દિક યાવતુ-મોટા સુખવાળો દેવ યાવતુ“આ ફરું છું એમ કહી ત્રણ ચપટી વગાડે તેટલી વારમાં ત્રણવાર ફરીને પાછો શીધ્ર આવે, હે ગૌતમ ! વિદ્યાચારણની તેવી શીધ્ર ગતિ અને શીધ્ર ગતિનો વિષય કહ્યો છે. હે ભગવન્! વિદ્યાચરણની તિર્યગૂગતિનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે વિદ્યાચરણ એક ઉત્પાત-પગલાવડે માનુષોત્તર પર્વત ઉપર સમવસરણ (સ્થિતિ) કરે ત્યાં જાય, ત્યાં જઈને ત્યાં રહેલા ચેત્યોને વાંદે, બીજાલ ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં સમવા સરણ-કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદી પછી ત્યાંથી પાછો વળી અને અહિંના ચૈત્યો વાંદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy