SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૮, ઉદ્દેસો-૪ ૩૮૩ યાવત્, મિથ્યાદર્શનશલ્ય ત્યાગ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, યાવત્-પર- માણુ પુદ્દલ, તથા શૈલેશીપ્રાપ્તઅનગાર, એ બધા મળીને જીવદ્રવ્યરુપ અને અજીવદ્રવ્યરુપ બે પ્રકારના છે. તે જીવના પરિભોગમાં આવતા નથી. [૭૩૪]હે ભગવન્ ! કષાય કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! ચાર કષાયો કહ્યા છે. અહિં સમગ્ર કષાયપદ યાવત્-લોભના વેદન વડે નિર્જરા કરશે’-ત્યાં સુધી કહેવું. હે ભગવન્ ! કેટલાં-યુગ્મો-કહ્યાં છે, હે ગૌતમ ! ચાર યુગ્મો કૃતયુગ્મ યોજ, દ્વા૫૨યુગ્મ અને ક્લ્યોજ. હે ભગવન્ ! એમ ચાર રાશિઓ કહેવાનું શું કારણ ? હે ગૌતમ ! જે રાશિ માંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે તે રાશિ કૃતયુગ્મ. જે રાશિમાંથી ચાર કાઢતાં છેવટે ત્રણ બાકી રહે તે રાશિ જ્યોજ. જેમાથી ચાર ચાર કાઢતાં છેવટે બે બાકી રહે તે રાશિને દ્વાપરયુગ્મ કહે છે, અને જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં એક બાકી રહે તે રાશિને કલ્યોજ કહે છે. શું નૈયિકો કૃતયુગ્મરાશિરુપ છે, યાવત્ કલ્યોજરુપ છે ? હે ગૌતમ ! તેઓ જઘન્યપદે કૃતયુગ્મ છે અને ઉત્કૃષ્ટપણે જ્યોજ છે. તથા અજઘન્યોત્કૃષ્ટ પદે કદાચ કૃતયુગ્મરુપ હોય, યાવત્-કદાચ કલ્યોજરુપ પણ હોય, એ પ્રમાણે યાવત્સ્તનિતકુમારો સુધી જાણવું. વનસ્પતિકાયિકો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદની અપેક્ષાએ અપદ છે. પણ મધ્યમપદની અપેક્ષાએ કદાચ મૃતયુગ્મ અને યાવત્-કદાચ કલ્યોજરુપ હોય છે. બેઈદ્રિયો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદની અપેક્ષાએ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપરયુગ્મ, મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપર- યુગ્મ તથા મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને યાવત્-કદાચ કલ્યોજરુપ હોય એ પ્રમાણે યાવત્-ચઉરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના એકેંદ્રિયો, બેઈદ્રિયોની પેઠે જાણવા. પંચેદ્રિયતિર્યંચો અને યાવત્ વૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા. અને સિદ્ધો વનસ્પતિ- કાયિકોની પેઠે જાણવા. શું સ્ત્રીઓ કૃતયુગ્મ છે-ઈત્યાદિ પ્રશ્ન. તેઓ જઘન્ય ઉત્કૃષ્ટ પદે કૃતયુગ્મ છે, મધ્યમ પદે કદાચ કૃતયુગ્મ અને કદાચ કલ્યોજરુપ હોયછે. એ પ્રમાણે અસુરકુમારની યાવત્ સ્તનિતકુમારનીસ્ત્રીઓ હોયછે. તિર્યંચયોનિક મનુષ્યસ્ત્રીઓ યાવતુ-વાનન્વંતર, જ્યોતિષિક અને વૈમાનિકસ્ત્રીઓ પણ જાણવી. [૭૩૫]ભગવન્ ! જેટલા અલ્પઆયુષવાળા અંધકવલિજીવો છે તેટલા ઉત્કૃષ્ટ આયુષવાળા અંધકવહિ જીવો છે ? હે ગૌતમ ! હા, શતકઃ ૧૮-ઉદ્દેસાઃઃ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃપ [૭૩૬]હે ભગવન્ ! એક અસુરકુમારવાસમાં બે અસુરકુમારો અસુરકુમા૨ દેવપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અનેમનોહર છે, બીજો અસુરકુમાર દેવ નથી, તો શુંકારણ? હે ગૌતમ ! અસુરકુમાર દેવો બે પ્રકારના -વૈક્રિય અને અવૈક્રિય તેમાં જે અસુરકુમાર દેવ વિભૂષિત શરીરવાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર છે, અને જે અસુકુમાર દેવ અવિભૂષિત શરી૨વાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર નથી. શા કારણથી હે ગૌતમ ! ‘આ મનુષ્યલોકમાં જેમ કોઈ બે પુરુષો હોય, તેમાં એક પુરુષ આભૂષણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy