SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ રાતક-૧૫, ૩૫૩ અને શ્રમણનો ઘાત કરનાર તું છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યો હતો. જો કે તે વખતે, સવનુભૂતિ અનગારે સમર્થ છતાં પણ તારો અપરાધ સમ્યક પ્રકારે સહન કર્યો, તેની ક્ષમા કરી, તિતિક્ષા કરી અને તેને અધ્યાસિત કર્યો. સુનક્ષત્ર અનગારે પણ યાવતુઅધ્યાસિત-સહન કર્યો, શ્રમણ ભગવાન્ મહાવીરે સમર્થ છતાં પણ યાવતુ-સહન કર્યો, પરન્તુ ખરેખર હું તે પ્રમાણે સમ્યક સહન નહિ કરું, હું ઘોડા, રથ અને સારથિસહિત તને મારા તપના તેજથી એકઘાએ કૂટાઘાત- કરીશ.” જ્યારે તે સુમંગલ અનગારે એ પ્રમાણે કહ્યું ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલો અને યાવતુ અત્યન્ત ક્રોધથી બળતો તે વિમલવાહનરાજા સુમંગલ અનગારને ત્રીજી વાર પાડી નાંખશે. ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલા અને યાવતુ-ક્રોધથી બળતા એવા તે સુમંગલ અનગાર આતાપના ભૂમિથી ઉતરી તૈજસ સમુદ્દાત કરીને, સાત આઠ પગલાં પાછા જઈ ઘોડા, રથ અને સારથિસહિત વિમલવાહન રાજાને ભસ્મરાશિપ કરશે. હે ભગ વાનું ! સુમંગલાનગાર ઘોડાસહિત, યાવતુવિમલ- વાહન રાજાને ભસ્મરાશિ રુપ કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ઘણા પ્રકારના છઠ્ઠ, અટ્ટમ, દશમ દ્વાદશ ભક્ત યાવતુ-વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરતા ઘણાં વરસ સુધી શ્રમણ. પણાના પયિને પાળશે, પાળીને માસિક સંલેખના વડે સાઠભક્ત અનશનપણે વીતા. વીને આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ સવથિસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં સુમંગલ દેવની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટરહિત એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ હશે. તે સુમંગલ દેવ તે દેવલોકથી યાવતુ-ભવના ક્ષય થવાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરશે. [૫૮]હે ભગવન્! જ્યારે સુમંગલ અનગાર ઘોડાસહિત વિમલવાહન રાજને થાવતુ-ભસ્મરાશિપ કરશે ત્યાર બાદ તે ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમાં અધસપ્તમ પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તુરત મત્સ્યોને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી દાહની. પીડા વડે મરણ સમયે કાળ કરીને બીજીવાર પણ અધઃસપ્તમ નરકમૃથિવીમા ઉત્કૃષ્ટસ્થિ તિવાળા નરકાવાસને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિતપણે ચ્યવી બીજીવાર પણ મસ્ત્રોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને છઠ્ઠી તમા નામે નરકમૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળી સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી તુરતજ સ્ત્રીને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રદ્વારા વધ થતાં દાહની પીડાથી યાવતુ-બીજીવાર છઠ્ઠી તમા પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકમાં નારકપણે ઉત્પન્ન થશે. યાવતુ-ત્યાંથી નીકળીને બીજીવાર પણ સ્ત્રીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને પાંચમી ધૂમપ્રભાને વિષે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં યાવતુ-ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને ઉરપરિ સર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી કાળ કરીને બીજીવાર પાંચમીનરક 'પૃથિવીમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળી યાવતુ-બીજીવાર ઉર પરિસપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી લાવતુકાળ કરીને ચોથી પંકપ્રભાપૃથિવીમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થઈ, યાવતુ-ત્યાંથી નીકળી સિંહોમાં ઉત્પન્ન થશે, ત્યાં પણ શસ્ત્રવ વધ થવાથી તે પ્રમાણેજ યાવતુ-કાળ કરીને બીજીવાર ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy