SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧, ઉકેસો-૧૨ ૨૭૭ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે' એમ વિચાર કરે છે, વિચારીને આતાપનાભૂમિથી નીચે ઉતરી ત્રિદંડ, કુંડિકા, યાવદ્ ભગવાં વસ્ત્રોને ગ્રહણ કરી જ્યાં આલભિકા નગરી છે, અને જ્યાં તાપસીના આશ્રમો છે ત્યાં આવે છે, આવીને પોતાના ઉપકરણો મૂકી આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, યાવત્ બીજા માગોમાં એક બીજાને એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે- હે દેવાનુપ્રિય ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે -ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, ત્યારબાદ “આલભિકા નગરીમાં”-એ અભિલાપથી જેમ શિવ રાજર્ષિ માટે પૂર્વે કહ્યું તેમ અહીં કહેવું, હવે મહાવીરસ્વામી સમવસર્યા અને યાવત્ હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું, બોલું છું, યાવત્ પ્રરૂપું છું કે દેવલો કમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ સ્થિતિ કહી છે, અને ત્યાર બાદ દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. હે ભગવન્! સૌધર્મકલ્પમાં વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે?-ઇત્યાદિ પૂર્વ વતું પ્રશ્ન. હે ગૌતમ! હા, છે. એ પ્રમાણે યાવત્ ઈશાન દેવલોકમાં પણ જાણવું. તે પ્રમાણે થાવત્ અશ્રુતમાં, રૈવેયકવિમાનમાં, અનુત્તરવિમાનમાં અને ઈષપ્રાગભારા પૃથિવી માં પણ વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે. ત્યાર બાદ તે અત્યન્ત મોટી પરિષદ્ યાવત્ વિસર્જિત થઈ. પછી આલબિકા નગરીમાં શૃંગાટક, ત્રિક-વિગેરે માગમાં ઘણા માણ સોને એમ કહે છે ઈત્યાદિ શિવ રાજર્ષિની પેઠે કહેવું, યાવતુ તે સર્વ દુઃખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે, ત્રિદંડ, કુંડિકા યાવદ્ ગેરથી રંગેલા વસ્ત્રને પહેરી વિભંગજ્ઞાન રહિત થયેલો તે પુદ્ગલ પરિવ્રાજક આલભિકા નગરીની વચ્ચે થઈને નીકળે છે. નીકળી ને યાવત્ ઉત્તરપૂર્વ દિશા તરફ જઈ કુંદકની પેઠે તે પુદ્ગલપરિવ્રાજક ત્રિદંડ, કંડિકા યાવદ્ મૂકી પ્રવ્રજિત થાય છે. બાકી બધું શિવરાજર્ષિની પેઠે વાવ સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે ત્યાંસુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે -એમ કહી યાવદ્ ભગવદ્ ગૌતમ વિહરે છે. | [શતકઃ ૧૧ ઉદેસાઃ ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂણી | શતક: ૧૧-ગુર્જરછાયાપૂર્ણ (શતક૧૨.) -- ઉદેશકઃ ૧ - [પ૨૯] - શંખ, જયંતી, પૃથિવી, પુદ્ગલ, અતિપાત રાહુ લોક, નાગ, દેવ અને આત્મા એ વિષયો સંબધે દશ ઉદ્દેશકો બારમા શતકમાં કહેવામાં આવશે. [૩૦] તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં શંખપ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા, તેઓ ધનિક યાવત્ અપરિભૂત અને જીવાજીવ તત્ત્વને જાણનારા હતા. તે શંખ શ્રમણોપાસકને ઉત્પલા નામે સ્ત્રી હતી, તે સુકુમાલ હાથપગવાળી, પાવતું સુરૂપ અને જીવાજીવ તત્ત્વને જાણનારી યાવત્ વિહરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રમણોપાસક રહેતો હતો, તે ધનિક અને જીવાજીવ તત્ત્વનો જ્ઞાતા હતો. તે કાલે, તે સમયે ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા, પરિષદ્ વાંદવાને નીકળી, યાવત્ તે પર્ફપાસના કરે છે. ત્યાર બાદ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy