SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧, ઉદ્દેસો-૧૨ ૨૭૫ ને પ્રાપ્ત થઇ તે તેવા પ્રકારના સ્થવિરોની પાસે કેવલિએ કહેલો ધર્મ સાંભળ્યો, અને તે ધર્મ પણ તને ઇચ્છિત અને સ્વીકૃત થયો, તથા તેના ઉપર તને અભિરુચિ થઇ. હે સુદર્શન ! હાલ તું જે કરે છે તે સારું કરે છે. તે માટે હે સુદર્શન ! એમ કહેવાય છે કે એ પલ્યોપમ અને સાગરોપમનો ચય અને અપચય થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી તે સુદર્શન શેઠને શુભ અધ્યવસાયવડે, શુભ પરિણાવમવડે અને વિશુદ્ધ લેશ્યાઓથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં સંન્નિરૂપ પૂર્વ જન્મનું સ્મરણ ઉત્પન્ન થયું અને તેથી ભગવંતે કહેલા આ અર્થને સારી રીતે જાણે છે. ત્યાર બાદ તે સુદર્શન શેઠને શ્રમણ ભગવંત મહાવીરે પૂર્વભવ સંભારેલો હોવાથી બેવડી શ્રદ્ધા અને સંવેગ ઉત્પન્ન થયો, તેનાં લોચન આનંદાશ્રુથી પરિપૂર્ણ થયા, અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું-હે ભગવન્ ! તમે જે કહો છો તે એજ પ્રમાણે છે-યાવત્ એમ કહી તે સુદર્શન શેઠ ઉત્તરપૂર્વ (ઈશાન) દિશા તરફ ગયા. બાકી બધું ઋષભદત્તની પેઠે જાણવું, યાવત્ તે સુદર્શન શેઠ સર્વ દુઃખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે તે પૂરાં ચૌદ પૂર્વે ભણે છે, અને સંપૂર્ણ બાર વરસ સુધી શ્રમણપર્યાયને પાળે છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. [શતકઃ ૧૧ - ઉદ્દેસઃ ૧૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] ઉદ્દેશક ૧૨: [૫૨૫] તે કાલે-તે સમયે આભિકા નામે નગરી હતી.શંખવન ચૈત્ય હતું. તે આભિકા નગરીમાં ૠષભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો-શ્રાવકો રહેતા હતા. તેઓ ધનિક યાવદ્ કોઇથી પરાભવ ન પામે તેવા અને જીવા-જીવ અને તત્ત્વને જાણનારા હતા. ત્યાર બાદ બીજા કોઇ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો-હે આર્ય ! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી’ છે ? ત્યાર બાદ દેવસ્થિતિ સંબન્ધે સત્ય હકીકત જાણનાર ઋષિભવપુત્રે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું-એ આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની કહીછે, ત્યાર પછી એકસમય અધિક, બે સમય અધિક યાવદ્ અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો વ્યચ્છિન્ન થાય છે એ પ્રમાણે કહેતાં, યાવત્ એમ પ્રરૂપણા કરતા તે શ્રમણોપાસકો ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકના આ અર્થની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રુચિ કરતા નથી. અર્થની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહિ કરતા તેઓ જે દિશાથી આવ્યા હતા તેજ દિશા તરફ પાછા ગયા. [૫૨૬] તે કાલે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સમવસર્યા, યાવત્ પરિષદ તેમની ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો આ વાત સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા-ઇત્યાદિ તુંગિક ઉદ્દેશકની પેઠે જાણવું, યાવત્ તેઓ પર્યુપાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા અત્યન્ત મોટી તે પર્ષદને ધર્મકથા કહી, યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થયા, અને પ્રયત્નથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy