SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૩૧ આપ ની પાસે મુંડ- થઈ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારવા ઇચ્છું છું.” હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.' | [૪૬૪] જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિને એ પ્રમાણે કહ્યું ત્યારે પ્રસન્ન અને સંતુષ્ટ થઈ શ્રમણભગવંતમહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમસ્કાર કરીને ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચઢે છે, ચઢીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને બહુશાલક ચૈત્યથી નીકળે છે. નીકળીને માથે ધરાતા યાવત્ કોટપુષ્પની માલાવાળા છત્રસહિત, મોટા સુભટોના સમૂહથી વીંટાયેલો તે જમાલિ જ્યાં ક્ષત્રિય- કુંડગ્રામનગર છે ત્યાં આવે છે. ક્ષત્રિયકુંડગ્રામનગરની મધ્ય- ભાગમાં થઈને જે સ્થળે પોતાનું ઘર છે અને જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવે છે. ઘોડાઓને રોકીને રથને ઉભો રાખે છે.રથથી નીચે ઉતરે છે.જ્યાં અંદરની ઉપસ્થાનશાલા છે, જ્યાં માતા-પિતા છે ત્યાં આવે છે, માતા-પિતાને જય અને વિજયથી વધારે છે. તે જમાલિએ આ પ્રમાણે કહ્યું હે માતા. પિતા ! એ પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે, અત્યન્ત ઈષ્ટ છે, અને તેમાં મારી અભિરુચિ થઈ છે. ત્યારપછી તે જમાલિ કુમારને તેના માતા પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર! તું કતાર્થ છે, હે પુત્ર! તું કતપુણ્ય છે અને હે પુત્ર! તું કતલક્ષણ છે કે જે તે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળ્યો છે, અને ધર્મ તને પ્રિય છે, અત્યન્ત પ્રિય છે અને તેમાં તારી અભિરુચિ થઈછે.' પછી તે જમાલિ ક્ષત્રિયકુમારે બીજીવાર પણ પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા! એ પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળ્યો છે, યાવતુ તેમાં સારી અભિરુચિ થઈ છે. તેથી હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ જરા અને મરણથી ભય પામ્યો છું, તમારી આજ્ઞાથી હું શ્રમણભગવંતમહાવીરની પાસે દીક્ષા લેઇને, ગૃહવાસનો ત્યાગ કરી, અનગારિકપણાને ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારની માતા અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ, મનને ન ગમે તેવી અને પૂર્વે નહીં સાંભળેલી એવી વાણીને સાંભળી અને અવધારીને રોમકૂપથી ઝરતા પરસેવાથી ભીના શરીરવાળી થઈ, શોકના ભારથી તેનાં અંગો કંપવા લાગ્યા, તે નિસ્તેજ થઈ, તેનું મુખ દીન અને શોકાતુર થયું, કરતલવડે ચોળાયેલી કમલ- માલાની પેઠે તેનું શરીર તત્કાળ ગ્લાન અને દુર્બળ થયું. તે લાવણ્યશૂન્ય પ્રભારહિત અને શોભાવિનાનિ થઈ ગઈ. તેના આભૂષણો ઢીલાં થઈ ગયાં, અને તેથી તેના નિર્મલ વલયો પડી ગયાં અને ભાંગીને ચૂર્ણ થઈ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર શરીર ઉપરથી સરી ગયું. અને મૂછવડે તેનું ચૈતન્ય નષ્ટ થયું હોવાથી તે ભારે શરીરવાળી થઈ ગઈ. તેનો સુકુમાલ કેશપાશ વિખરાઈ ગયો. કુહાડીના ઘાથી છેદાએલી ચંપકલતાની પેઠે અને ઉત્સવ પૂરો થતા ઇન્દ્રધ્વજદંડની જેમ તેનાં સંધિબંધનો શિથિલ થઈ ગયાં, અને તે ફરસબંધી ઉપર - સર્વ અંગોવડે ધસુ' દઈને નીચે પડી ગઇ. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની માતાના શરીરને વ્યાકુલચિત્તે ત્વરાથી ઢળાતા સોનાના કલશનામુખથી નીકળેલી શીતલ ને નિર્મલ જલધારાના સિંચનવડે સ્વસ્થ કર્યું, અને તે ઉક્ષેપક તાલવૃત પંખા અને વીંજણા ના જલબિન્દુસહિત પવનવડે અંતઃપુરના માણસોથી આશ્વાસનને પ્રાપ્ત થઈ. રોતી, આક્ર- દન કરતી, શોક કરતી અને વિલાપ કરતી તે જમાલિ ક્ષત્રિયકુમારની માતા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy