SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૨૯ સાધુપણાના પર્યાયને પાળે છે. માસિકી સંલેખના વડે આત્માને વાસિત કરીને સાઠભક્તોને અનશનકરવાવડે વ્યતીત કરીને જેને માટે નગ્નભાવ- નિન્યપણાનો સ્વીકાર કર્યો હતો, યાવતુ તે નિવણરૂપ અર્થને આરાધે છે, યાવતુ સર્વદુઃખથી મુક્ત થાય છે. - હવે તે દેવાનંદા બ્રાહ્મણી શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળી. દ્ભયમાં અવધારી આનંદિત અને સંતુષ્ટ થઇ, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી પાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે બોલી-હે ભગવન્તે એમજ છે, એ પ્રમાણે ઋષભદત્તની જેમ યાવતુ તેણે ભગવંત કથિત ધર્મ કહ્યો. ત્યારબાદ શ્રમણ ભગવાનું મહાવીર પોતે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપે છે, દીક્ષા આપીને પોતે આયચંદના નામે આયરને શિષ્યાપણે સોંપે છે. ત્યારબાદ તે આયચંદના પોતેજ તે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપે છે, સ્વયમેવ મુંડે છે, સ્વયમેવ શિક્ષા આપે છે એ પ્રમાણે દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે આયચિંદનાના આ આવા પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યક પ્રકારે સ્વીકાર કરે છે, અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે, યાવત્ સંયમવડે પ્રવર્તે છે. ત્યારપછી દેવાનંદા આયા આયચંદના પાસે સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે. યાવતુ સર્વદુઃખોથી મુક્ત થાય છે. [૪૬૩ હવે તે બ્રાહ્મણ કુંડગ્રામનગરની પશ્ચિમ દિશાએ ક્ષત્રિયકુંડગ્રામ નગર હતુ. તે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં જમાલિ નામનો ક્ષત્રિયકુમાર રહેતો હતો. તે આદ્યધનિક, તેજસ્વી અને યાવત્ જેનો પરાભવ ન થઈ શકે એવો હતો. તે પોતાના ઉત્તમ પ્રાસાદ ઉપર જેમાં મૃદગો વાગે છે એવા, અને અનેક પ્રકારની સુંદર યુવતિઓવડે ભજવાતા બત્રીસ પ્રકારના નાટકોવડે હસ્તપાદાદિ અવયવોને નચાવતો, સ્તુતિ કરાતો, અત્યન્ત ખુશ કરાતો પ્રાવષવષ, શરદ, હેમંત, વસંત,અને ગ્રીષ્મ પર્યન્ત એ છએ ઋતુઓમાં પોતાના વૈભવ પ્રમાણે સુખનો અનુભવ કરતો, સમયને ગાળતો, મનુષ્યસંબન્ધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગન્ધરૂપ કામભોગોને અનુભવતો વિહરેછે. ત્યારબાદ ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં યાવતું ઘણા માણસોનો કોલાહલ થતો હતો-ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું યાવત્ ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે જણાવે છે, કે-હે દેવાનુ- પ્રિયો ! એ પ્રમાણે ખરેખર તીર્થની આદિના કરનારા, યાવતુ સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રમણભગવનુમહાવીર આ બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી થાવત્ વિહરે છે, તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામગોત્રના શ્રવણમાત્રથી પણ મોટું ફલ થાય છે - ઈત્યાદિ ઔપપાતિક સૂત્રને અનુસારે વર્ણન કરવું. યાવતુ તે જનસમૂહ એક દિશા તરફ જાય છે, અને ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી બહાર નિકળે છે, જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામનગર છે, અને જ્યાં બહુશાલકચૈત્ય છે ત્યાં આવે છે. એ પ્રમાણે બધું ઔપપાતિક સૂત્રને અનુસારે કહેવું. ત્યાર પછી તે ઘણા મનુષ્યના શબ્દને યાવતું જનોના કોલાહલને સાંભળીને અને અવધારીને ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં આવા પ્રકારનો વિચાર વાવ ઉત્પન્ન થયો-“શું આજે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે, સ્કન્દનો ઉત્સવ છે, વાસુદેવનો ઉત્સવ છે, નાગનો ઉત્સવ છે, યક્ષનો ઉત્સવ છે. ભૂતનો ઉત્સવ છે, કૂવાનો ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, નદીનો ઉત્સવ છે, દ્રહનો ઉત્સવ છે, પર્વતનો ઉત્સવ છે વૃક્ષનો ઉત્સવ છે ચૈત્યનો ઉત્સવ છે યા સૂપનો ઉત્સવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy