SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ભગવઇ - ૯/-૨૩૨૪૫૩ હોય. અથવા એક રત્નપ્રભામાં અને છ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ છ નૈરયિકોનો દ્વિકસંયોગો કહ્યા તેમ સાતનૈયિકોનો પણ જાણવો. પણ વિશેષ એ છે કે એક નૈરયિકનો અધિક સંચાર કરવો, બાકી બધું પૂર્વપ્રમાણે જાણવું. જેમ છ નૈરિયકોનો ત્રિકસંયોગ, ચતુઃસંયોગ, પંચસંયોગ અને ષટ્સયોગ કહ્યો તેમ સાતનૈયિકોનો પણ જાણવો; પરન્તુ વિશેષ એ કે એક એક નૈયિકનો અધિક સંચાર કરવો, યાવત્ ષટ્કસંયોગ-‘અથવા બે શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યવાત્ એક અધઃસપ્તમ નરકમાં હોય’ ત્યાંસુધી જાણવું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્!આઠ નૈરિયકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતાંશુંરત્નપ્રભામાં હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય; યાવદ્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા ‘એક રત્નપ્રભામાં અને સાત શર્કરપ્રભામાં હોય.' એ પ્રમાણે જેમ સાત નૈરયિકોનો દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, પંચસંયોગ અને ષટ્કસંયોગ કહ્યો તેમ આઠ નૈયિકોનો પણ કહેવો.પરન્તુ વિશેષએ કે એક એક વૈરિયકનો અધિક સંચાર ક૨વો. બાકી બધું છ સંયોગ સુધી પૂર્વવત્ જાણવું. અથવા ત્રણ શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક તમામાં અને બે અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ બે તમામાં અને એક અધઃસપ્તમપૃથિવીમાં હોય. એ પ્રમાણે સર્વત્ર સંચાર કરવો, યાવત્ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. હે ભગવન્ ! નવ નૈરિયકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે નવ ઐરિયકો રત્નપ્રભામાં હોય, અને એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરાપ્રભામાં પણ હોય’ ઇત્યાદિ આઠ નૈરયિકોનો જેમ દ્વિકસંયોગ યાવત્ સપ્તકસંયોગ કહ્યો તેમ નવ નૈરિયકોનો પણ કહેવો. પરન્તુ વિશેષ એ છે કે એક એક નૈયિકનો અધિક સંચાર ક૨વો. બાકી બધું પૂર્વવત્. તેનો છેલ્લો ભાંગો-અથવા ત્રણ રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્ ! દશ નૈયિકોનૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય કે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે દશ વૈયિકો રત્નપ્રભામાં પણ હોય, અને એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરપ્રભામાં હોય-ઇત્યાદિ દ્વકસંયોગ યાવત્ સપ્તસંયોગ જેમ નવ નારકનો કહ્યો તેમ દસ નૈયિકોનો પણ જાણવો. પરન્તુ વિશેષ એ છે કે એક એક નૈયિકનો અધિક સંચાર કરવો.બાકીબધુંતેનો છેલ્લો ભંગ-અથવા ચા૨ રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમનરકમાં હોય. હે ભગવન્! સંખ્યાતાનૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશકરતા શું રત્નાપ્રભામાં હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સંખ્યાતા નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય અને યાવદ્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા શર્કરાપ્રભામાં હોય.એ પ્રમાણે યાવત્ એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા બેરત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કાપ્રભામાં હોય. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy