SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભગવઈ - ૮-૯૪૨૩ તૃતીય શતકમાં કહ્યું છે તેમ યાવત્ અમોઘોનો પરિણામપ્રત્યયિકબન્ધ, ઉત્પન્ન થાય છે. તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે છે, એ પ્રમાણે પરિણામપ્રત્યયિકબબ્ધ, સાદિવિસસાબન્ધ અને વિશ્વસાબન્ધ કહ્યો. ૪િ૨૪] હે ભગવન્! પ્રયોગબન્ધ કેવા પ્રકારે છે? ત્રણ પ્રકારનો કહ્યો છે, અનાદિ અપયસિત સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિતબબ્ધ છે તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે, તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશોનો જે બન્ધ તે અનાદિ અપર્યવસિત બન્ધ છે. બાકીના સર્વપ્રદેશોનો સાદિ સપર્યવસિત (સાન્ત) બબ્ધ છે. તેમાં સાદિ અપર્યવસિત બન્ધ સિદ્ધના જીવ પ્રદેશોનો છે. સાદિસપર્યવસિત બન્ધ ચાર પ્રકારનો કહ્યો છે, આલાપનબ, આલીનબન્ધ, શરીરબન્ધ અને શરીપ્રયોગબન્ધ. આલાપન બન્ધ કેવા પ્રકારનો છે ? આલાપન બધ ઘાસના ભારાઓનો, પાંદડાનાભારાઓનો, પલાલનાભારાઓનો અને વેલાનાભારાઓનો નેતરની વેલ, છાલ, વાઘરી, દોરડા, વેલ, કુશ, અને ડાભ આદિથી આલાપનબન્ધ થાય છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ સુધી રહે છે. આલીનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો કહ્યો છે, શ્લેષણાબધ, ઉચ્ચયબલ્પ, સમુચ્ચયબન્ધ અને સંહનનબન્ધ. શ્લેષણાબધું કેવા પ્રકારનો હોય? શિખરોનો, કુટ્ટિમોનો સ્તંભોનો, પ્રાસાદોનો, લાકડાઓનો, ચામડાનો, ઘડાઓનો, કપડાઓનો અને સાદડીઓનો ચૂનાવડે, કચડાવડે, વજલેપ-વડે, લાખવડે શ્લેષણા દ્રવ્યો વડે શ્લેષણાબન્ધ થાય છે. તે જઘન્યનથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાલ સુધી રહે છે. ઉચ્ચયબધું કેવા પ્રકારનો કહ્યો છે ? તૃણરાશિનો, કાષ્ઠરાશિનો, પત્રરાશિનો, તુષરાશિનો, ભુસાની રાશિનો, છાણના ઢગલાનો અને કચરાના ઢગલાનો ઉચ્ચપણે જે બન્ધ થાય છે તે ઉચ્ચયબબ્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સમુચ્ચયબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? કુવા, તળાવ, નદી, કહ, વાપી, પુષ્કરિણી, દધિકા, ગંજલિકા, સરોવરો, સરોવરની શ્રેણિ, મોટા સરોવરની પંક્તિ. શ્રેણિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઇઓ, પરિઘો, કિલ્લાઓ, કાંગરાઓ, ચરિકો, દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણ હાટો, શૃંગાટકાકારમાર્ગત્રિકરમાર્ગ, ચતુષ્કમાર્ગ, ચત્વરમાર્ગ, ચતુર્મુખમાર્ગ, અને રાજમાગદિનો ચુનાદ્વારા, કચરાદ્વારા અને શ્લેષના સમુચ્ચયવડે જે બંધ થાય છે તે સમુચ્ચયબબ્ધ. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સંહનનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? બે પ્રકારનો કહ્યો છે; દેશસંહનનબન્ધ અને સર્વસંતનનબન્ધ. હે ભગવન્! દેશસંહનના બન્ધ કેવા પ્રકારનો છે ? હે ગૌતમ ! ગાડા, રથ, યાન યુગ્યવાદન ગિલ્લિ (હાથીની અંબાડી), થિલ્લિ (પલાણ), શિબિકા, અને સ્ટેન્ડમાની (પરષપ્રમાણ વાહનવિશેષ), તેમજ લોઢી, લોઢાના કડાયા, કડછા, આસન, શયન, સ્તંભો, ભાંડ પાત્ર અને નાના પ્રકારના ઉપકરણ-ઈત્યાદિ પદાર્થોનો જે સંબન્ધ થાય છે તે દેશ સંહનનબન્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યય કાલ સુધી રહે છે. સર્વસહનન બન્ધ કેવા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! દૂધ અને પાણી ઇત્યાદિનો સર્વસંહનન બન્ધ કહ્યો છે. એ રીતે આલીનબંધ પણ કહ્યો. શરીરબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે, શરીરબન્ધ બે પ્રકારનો કહ્યો છે, પૂર્વપ્રયોગપ્રત્યયિક અને પ્રત્યુત્પનપ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy