SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o ભગવાઈ- ૮-૮૪૧૩ કહ્યો છે, આગમવ્યવહાર,ઋતવ્યવહાર,આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર. તે પાંચ પ્રકારના વ્યવહારમાં જેની પાસે જે પ્રકારે આગમ હોય તે પ્રકારે તેણે આગમથી વ્યવહાર ચલાવવો, તેમાં જો આગમ ન હોય તો જે પ્રકારે તેની પાસે શ્રત હોય તે શ્રુતવડે વ્યવહાર ચલાવવો, અથવા જે તેમાં શ્રત ન હોય તો જે પ્રકારે તેની પાસે આજ્ઞા હોય તે પ્રકારે તેણે. વ્યવહાર ચલાવવો. જો તેમાં આજ્ઞા ન હોય તો જે પ્રકારે તેની પાસે ધારણા હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. જો તેમાં ધારણા ન હોય તો જે પ્રકારે તેની પાસે જીત હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. એ પ્રમાણે એ પાંચ વ્યવહારોવડે વ્યવહાર ચલાવવો, હે ભગવન્! આગમના બળવાળા શ્રમણ નિગ્રંથો શું કહે છે? અર્થાતુ પંચવિધ વ્યવહારનું ફલ શું કહે છે? એ પ્રકારે આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઉચિત હોય) ત્યારે ત્યારે ત્યાં ત્યાં રાગદ્વેષના ત્યાગપૂર્વક સારી રીતે વ્યવહરતો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. ૪િ૧૪] હે ભગવન્! બન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-એપિથિકબન્ધ અને સાંપરામિકબધું. હે ભગવન્! એયપિથિક કર્મ શું નારક બાંધે, તિર્યંચ બાંધે, તિર્યંચ સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે છે ગૌતમ ! નારક બાંધતો નથી, તિર્યંચ બાંધતો નથી, તિર્યંચસ્ત્રી બાંધતી નથી, દેવ બાંધતો નથી અને દેવી બાંધતી નથી; પણ પૂર્વપ્રતિપનને આશ્રયી મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. પ્રતિપદ્યમાનને આશ્રયી મનુષ્ય બાંધે છે. અથવા મનુષ્યસ્ત્રી બાંધે છે. અથવા મનુષ્યો બાંધે છે. અથવા મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે, અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્યસ્ત્રી બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. હે ભગવન્! તે એયપથિક કર્મને શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, સ્ત્રીઓ બાંધે પુરુષો બાંધે, નપુંસકો બાંધે, નોસ્ત્રી, નોપુરુષ, કે નોનપુંસક બાંધે? હે ગૌતમ! સ્ત્રી ન બાંધે, વાવ નપુંસકો ન બાંધે; અથવા પૂર્વપ્રતિપનનઆશ્રયી વેદરહિત જીવો બાંધે, અથવા પ્રતિપદ્યમાનને આશ્રયી વેદરહિત જીવ અથવા વેદરહિત જીવો બાંધે. હે ભગવન્! જો વેદરહિત જીવ યા વેદરહિત જીવો એયપિથિક કર્મને બાંધે તો શું સ્ત્રીપશ્ચાદ્ભૂત (જેને પૂર્વે સ્ત્રીવેદ હોય એવો) જીવ બાંધે, પુરુષપશ્ચાત્કત (જેને પૂર્વે પુરુષવેદ હોય એવો) જીવ બાંધે, નપુંસકપક્ષાકલ્કત (જેને પૂર્વે નપુંસક વેદ હોય એવો) જીવ બાંધે, સ્ત્રીપશ્ચાદ્ભૂત જીવો બાંધે, પુરુષપશ્ચાદ્ભૂત જીવો બાંધે, કે નપુંસકપક્ષાત્કૃત બાંધે ?; અથવા સ્ત્રીપશ્ચાત્કૃત અને પુરુષપશ્ચાદ્ભૂત જીવ બાંધે? સ્ત્રીપશ્ચાત અને પર પપશ્ચાદ્ભૂત જીવો બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કત અને નપુંસકપક્ષાત્કૃત બાંધે ? અથવા પુરુષપશ્ચાત અને નપુંસકપશ્ચાદ્ભૂત બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કૃત, પુરુષપશ્ચાદ્ભૂત. અને નપુંસકપક્ષાત્કૃત પણ કહેવા. એ પ્રમાણે એ છવ્વીસ ભંગો જાણવા, યાવતુ અથવા સ્ત્રીપશ્ચાત્કૃતો, પુરુષપશ્ચાદ્ભૂતો અને નપુંસકપશ્ચાદ્ભૂતો બાંધે ? હે ગૌતમ ! સ્ત્રીપક્ષાત્કૃત પણ બાંધે. પુરુષપશ્ચાદ્ભૂત પણ બાંધે અને નપુંસકપશ્ચાદ્ભૂત પણ બાંધે સ્ત્રીપક્ષાત્કતો બાંધે. પુરુષપશ્ચાદ્ભૂતો બાંધે અને નપુંસકપક્ષાત્કતો પણ બાંધે, અથવા સ્ત્રીપશ્વાસ્કૃતો અને પુરુષપશ્ચાત્કતો બાંધેએ પ્રમાણે એ છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! તે (એયપિથિક કર્મન) કોઈએ શું બાંધ્યું છે, બાંધે છે, અને બાંધશે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy