SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ભગવઇ - ૭/-/૯/૩૭૨ કર્યા અને મારી નાંખ્યા, તેઓની ચિન્તયુક્ત ધ્વજા અને પતાકાઓ પાડી નાંખી, અને જેઓના પ્રાણ મુશ્કેલીમાં છે એવા તેઓને ચારે દિશાએ નસાડી મૂક્યા. હે ભગવન્ ! શા કારણથી એમ કહેવાય છે કે તે મહાશિલાકંટક સંગ્રામ છે ? હે ગૌતમ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તે સંગ્રામમાં જે ઘોડા, હાથી, યોધા અને સારથીઓ તૃણ, કાષ્ટ, પાંદડા કે કાંકરાવતી હણાય ત્યારે તેઓ સઘળા એમ જાણે કે હું મહાશિલાથી હણાયો, તે હેતુથી હે ગૌતમ ! તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. હે ભગવન્ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલા લાખ માણસો હણાયા ? હે ગૌતમ! ચોરાસીલાખ માણસો હણાયા. હે ભગવન્ ! નિઃશીલ, યાવત્ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસરહિત, રોષે ભરાયેલા, ગુસ્સે થયેલા, યુદ્ધમાં ઘાયલ થયેલા, અનુપશાંત એવા તે મનુષ્યો કાળસમયે મરણ પામીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! ઘણે ભાગે તેઓ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા છે. [૩૭૩] અહંતે જાણ્યું છે, અહંતે પ્રત્યક્ષ કર્યું છે, અહંતે વિશષ પ્રકારે જાણ્યું છે કે રથમુશલ નામે સંગ્રામ છે. હે ભગવન્ ! જ્યારે રથમુશલ નામે સંગ્રામ થતો હતો ત્યારે કોનો વિજય થયો, અને કોનો પરાજય થયો ? હે ગૌતમ ! વજ્જ (ઇન્દ્ર) વિદેહપુત્ર (કૃણિક) અને અસુરેન્દ્ર અસુરકુમા૨૨ાજાચમર એઓ જીત્યા; નવમકિ અને નવ લેચ્છિક રાજાઓ પરાજય પામ્યા. ત્યારબાદ તે કૂણિકરાજા રથમુશલ સંગ્રામ ઉપસ્થિત થએલો જાણી બાકીનું મહાશિલાકંટક સંગ્રામની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે અહીં ભૂતાનંદ નામે પ્રધાનહસ્તી છે; યાવત્ તે થમુસલસંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર છે. એ પ્રમાણે પૂર્વની પેઠે યાવત્ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરકુમારનો રાજા ચમર એક મોટું લોઢાનું કિઠીનના જેવું કવચ વિકુર્થીને રહેલો છે. એ પ્રમાણે ખરેખર ત્રણ ઇન્દ્રો યુદ્ધ કરે છે. જેમકે-દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર. હવે એ કૂણિક એક હાથીવડે પણ શત્રુઓનો પરાજય કરવા સમર્થ છે. યાવત્ ચારે દિશાએ નસાડી મુક્યા. હે ભગવન્ ! શા કારણથી તે ૨થમુશલ સંગ્રામ કહેવાય છે ? હે ગૌતમ ! જ્યારે ૨થમુશલ સંગ્રામ થતો હતો ત્યારે અશ્વરહિત, સારથિરહિત, યોદ્ધાઓ રહિત અને મુશલસહિત એક રથ ઘણા જનસંહારને, જનવધને, જનપ્રમર્દને, જનપ્રલયને, તેમ લોહિના કીચડને કરતો ચારે તરફ ચારે બાજુએ દોડે છે; તે કારણથી યાવત્ તે રથમુશલસંગ્રામ કહેવાય છે. હે ભગવન્ ! જ્યારે થમુશલ સંગ્રામ થતો હતો ત્યારે કેટલાલાખ માણસો હણાયા ? હે ગૌતમ ! તેમાં દશહજાર મનુષ્યો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક દેવલોકમાં ઉત્પન્ન થયો, એક ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થયો, અને બાકીના મનુષ્યો ઘણેભાગે નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા. [૩૭૪] હે ભગવન્ ! દેવના ઇન્દ્ર રાજા શકે અને અસુરના ઇન્દ્ર અસુરકુમારના રાજા ચમરે કૂણિક રાજાને કેમ સહાય આપી ? હે ગૌતમ ! દેવનો ઇન્દ્ર દેવનો રાજા શક્ર કૃણિક૨ાજાનો-પૂર્વભવલંબન્ધી મિત્ર-હતો, અને અસુરેન્દ્ર અસુરકુમારનો રાજાચમર કૃણિક૨ાજાનો તાપસની અવસ્થામાં મિત્ર-હતો, તેથી. હે [૩૭૫] હે ભગવન્ ! ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપણા કરે છે કે-અનેક પ્રકારના સંગ્રામોમાંના કોઇપણ સંગ્રામમાં સામા હણાયેલા ઘાયલ થયેલા ઘણા મનુષ્યો મરણસમયે કાળ કરીને કોઇપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy