SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ - - - શતક-૭, ઉદેસો-૬ ૧૫૧ અંગાર જેવી, મુર્મુર- જેવી, ભસ્મીભૂત, તપી ગયેલા કટાહગ જેવી, તાપવડે અગ્નિના સરખી, બહુધૂળવાળી બહુરવાળી, બહુકીચડવાળી, બહુસેવાળવાળી, ઘણા કાદવવાળી, અને પૃથ્વી ઉપર રહેલા ઘણા પ્રાણિઓને ચાલવું મુશ્કેલ પડે એવી ભૂમિ થશે. [૩૬] હે ભગવન્! તે કાળે ભારતવર્ષમાં મનુષ્યોનો કેવો આકારભાવ- પ્રત્યવતાર થશે? હે ગૌતમ ! ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણવાળા, દુર્ગધવાળા, દુષ્ટ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અમનોજ્ઞ, હીનસ્વરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટસ્વરવાળા, યાવતું મનને ન ગમે તેવા સ્વરવાળા, જેના વચન અને જન્મ અગ્રાહ્ય છે એવા, નિર્લજ્જ, કૂડ કપટ કલહ વધ બંધ અને વૈરમાં આસક્ત, મયદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતપિતાનો અવશ્ય કરવા યોગ્ય વિનયરહિત, બેડોળ રૂપવાળા, જેના નખ, કેશ, દાઢી, મૂછ ને રોમ વધેલા છે એવા, કાળા, અત્યંત કઠોર, શ્યામવર્ણવાળા, છૂટા કેશવાલા, ધોળા કેશવાળા, બહુ સ્નાયુથી બાંધેલ હોવાને લીધે દુર્દર્શનીય રૂપવાળા,જેઓના પ્રત્યેક અંગ વાંકા અને કરચલીઓથી વ્યાપ્ત છે એવા, જરાપરિણત વૃદ્ધપુરુષ જેવા, છુટા અને સડી ગયેલા દાંતની શ્રેણિવાળા, ઘટના જેવા ભયંકર મુખવાળા ભયંકર છે ઘાટા અને મુખ જેઓના એવા વિષમ નેત્રવાળા, વાંકી. નાસિકાવાળા, વાંકા અને કરચલીથી વિકૃત થયેલા, ભયંકર મુખવાળા, ખસ અને ખરજથી વ્યાપ્ત, કઠણ અને તીક્ષણ નખોવડે ખજવાળવાથી વિકૃત થયેલા, દરાજ એક જાતનો કોઢ અને સિદ્ધ કષ્ઠ વિશેષ વાળા, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળા, વિચિત્રઅંગવાળા, ઉષ્ટ્રાદિના જેવી ગતિવાળા, સાંધાના વિષમ બંધનવાળા, યોગ્ય સ્થાને નહિ ગોઠવાયેલા છૂટા દેખાતા હાડકાવાળા, દુર્લભ, ખરાબસંઘયણવાળા, ખરાબપ્રમાણવાળા, ખરાબસંસ્થાનવાળા, ખરાબરૂપવાળા, ખરાબસ્થાન અને આસનવાળા ખરાબશય્યાવાળા, ખરાબભોજન- વાળા, જેઓનાં પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે એવા, સ્કૂલનાયુક્ત વિહલ- ગતિવાળા, ઉત્સાહરહિત સત્ત્વરહિત, વિકૃતચેષ્ટાવાળા, તેજરહિત, વારંવાર શીત, ઉષ્ણ તીક્ષ્ણ અને કઠોર પવનવડે વ્યાપ્ત, જેઓના અંગ. ધૂળવડે મલિન અને રજવડે વ્યાપ્ત છે એવા, બહુ ક્રોધ, માન અને માયાવાળા, બહુ લોભવાળ, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી ભ્રષ્ટ, ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ શરીરવાળા, સોળ અને વીશ વરસના પરમઆયુષવાળા, પુત્ર-પૌત્રાદિ પરિવારમાં અતયત નેહવાળાબીજના જેવા, બીજમાત્ર એવા બહોંતેર કુટુંબો ગંગા, સિન્ધ મહાનદીઓ અને વૈતાઢ્ય પર્વતનો આશ્રય કરીને બિલમાં રહેનારા થશે. હે ભગવન્! તે મનુષ્યો કેવા પ્રકારનો આહાર કરશે? હે ગૌતમ! તે કાળે અને તે સમયે સ્થાન માર્ગપ્રમાણ વિસ્તારવાળી ગંગા અને સિધુ એ મહાનદીઓ રથની ધરીને પેસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણિને વહેશે, તે પાણિ ઘણાં માછલાં અને કાચબા વગેરેથી ભરેલું, પણ તેમાં ઘણું પાણી નહિ હોય. ત્યારે તે મનુષ્યો સૂર્ય ઉગ્યા પછી એક મુહૂર્તની અંદર અને સૂર્ય આથમ્યા પછી એક મુહુર્તમાં પોતપોતાના બિલોથી બહાર નીકળશે અને માછલાં કાચબા વગેરેને જમીનમાં ડાટશે, ટાઢ અને તડકાવડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી એકવીશ હજાર વર્ષ સુધી આજીવિકા કરતા તેઓ (મનુષ્યો) ત્યાં રહેશે. હે ભગવન્! શીલરહિત, નિર્ગુણ, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન અને પોષધોપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy