SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ સમવાય–પ્રકિર્ણક વાસુદેવોની સાથે ચક્રવડે લડતા હતા અને પોતાના તેજ ચક્રથી આખરે માર્યા ગયા. વાસુદેવોના એક પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે. બીજા, ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા એ પાંચ વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા છે. સાતમા વાસુદેવ પાંચમી નરકમાં ગયા છે. આઠમા વાસુદેવ ચોથી નરકમાં ગયા છે. નવમાં કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા છે.. [૩૪૪-૩૪૫ જેટલા બળદેવો થાય છે તેઓ નિદાન વિનાના હોય છે. એટલે કે નિયાણું કરતાં નથી પણ જેટલા વાસુદેવો થાય છે તે બધા નિયાણું કરી થાય છે. બળદેવો ઉર્ધ્વગામી હોય છે પણ કેશવ-વાસુદેવો અધોગામી નરકગામી હોય છે. આઠ બલદેવો તો મોક્ષે ગયા છે. એક બલદેવ બ્રહ્મલોક કલ્પમાં ગયા છે તે બ્રહ્મલોકમાં ગયેલ બલદેવ પણ મનુષ્ય પયય પામીને મોક્ષે જશે. [૩૪-૩પ૧] દ્વીપ નામના દ્વીપમાં આવેલા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થંકરો થયા છે. તેમના નામ ચંદ્રાનન, સુચન્દ્ર, અગ્નિસેન, નંદીસેન, ઋષિદન, વ્રતધારી, સોમચંદ્ર તેમને હું નમસ્કાર કરું છું. તથા યુક્તિસેન, અજિતસેન, અને શિવસેનને હું વંદન કરું છું. બુદ્ધ દેવશમાં અને નિક્ષિપ્ત શસ્ત્ર નામના જિનદેવને નમસ્કાર પણ કરું છું. અસંજ્વલન અને જિનવૃષભ ને નમસ્કાર કરું છું. અમિતજ્ઞાની અનંત નાથને હું નમન કરું છું. જેમણે કમરનો નાશ કર્યો છે એવા ઉપશાંત નામના જિનેશ્વરને હું નમન કરું છું. ગુપ્તિસેનને હું નમન કરું છું. અતિપાર્શ્વ, સુપાર્શ્વ દેવેશ્વર વંદિત મરૂદેવ એ જિનદેવોને હું વંદન કરું છું. નિવણિ પામેલા, દુખનો ક્ષય કરનારા અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનદેવને હું નમું છું. રાગને જિતનાર અગ્નિસેનને ક્ષીણ રાગવાળા અગ્નિપુત્રને અને રાગદ્વેષ રહિત થઈને સિદ્ધગતિ પ્રાપ્ત કરનાર વારિસેન જિનદેવને હું નમસ્કાર કરું છું. [૩પર-૩પ૩] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળે ભારત વર્ષમાં સાત ફુલકર કરો, તેમના નામ મતવાહન, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સૂક્ષ્મ અને સુબંધુ. આ કુલકરો આગામી કાળમાં થશે. [૩પ૪] જંબદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ઐરાવતક્ષેત્રે દસ કુલકર થરો, તેમના-વિમલવાહન, સીમંકર, સીમંધર, ભેમંકર, ક્ષેમંધર, દ્રઢઘનું, દિશઘન, શતઘન, પ્રતિકૃતિ અને સુમતિ. [૩પપ-૩૫૯] જેબૂદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો થશે. તેમના નામ-મહાપા, સૂરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવકૃત, ઉદય, પેઢાલપુત્ર, પોટ્ટિલ, સપ્તકીર્તિ, મુનિસુવ્રત, અમમ, સર્વભાવવિત, અહંતનિષ્કાય, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવોપપાત અને અહત અનંતવિજય તે પૂર્વોક્ત ચોવીસ તીર્થકરો ભારત વર્ષમાં આગામી કાળમાં ધર્મતીર્થના ઉપદેશક કેવલી થશે. [૩૬૦-૩૬૪] તે ચોવીસ તીર્થંકરોના પૂર્વ ભવના જે નામ હતા. તે આ પ્રમાણેહતા શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, અણગાર પોટ્ટિલ, દ્રઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, દેવકી, કૃષ્ણ, સત્યકિ, બલદેવ, રોહિણી, તુલસા,રેવતી, શતાલિ, ભયાલિ, કૃષ્ણદ્વૈપાયન નારદ, અંબડ, દારૂમૃત, અને સ્વાતિ બુદ્ધ. [૩૬પ) તે ચોવીસ તીર્થકરોના ૨૪ પિતા અને ૨૪ માતા થશે વૃષભસેન આદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy