SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨પર ૪૫૫ નિદ્યત્તાયુ પ્રદેશનામનિદ્યત્તાયુ, અનુભાગનિદ્યત્તાયુ, અવગાહનાનિદ્યત્તાયુ, એજ પ્રમાણે ભવનપતિ, વ્યંતર જ્યોતિષ અને વૈજ્ઞાનિક દેવોમાં પણ આયુબંધ સમજવો. હે ભદન્ત ! નરકગતિમાં કેટલા સમય સુધી ઉપપાત વિરહ-નારકીઓની ઉત્પત્તિઓ વિરહ રહે છે ? હે ગૌતમ ! નરકગતિમાં ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે મુહૂર્ત સુધી ઉપપાતનો વિરહ રહે છે. એ જ પ્રમાણે મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને દેવગતિમાં પણ ઉપપાતનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિરહ સમજવો. હે ભદન્ત ! સિદ્ધિગમનનો વિરહ કેટલા કાળ સુધીનો કહ્યો છે ? હે ગૌતમ ! ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધીનો વિરહ કાળ કહ્યો છે. એજ પ્રમાણે સિદ્ધિગતિ સિવાયની બીજી ગતિઓના નિઃસ્મરણ (ઉદ્વર્તન)નો વિરહ સમ- જવો. હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નારક જીવો કેટલા કાળ સુધી ઉપયાતથી રહીત હોય છે? હે ગૌતમ! ઓછામાં ઓછા એક એક મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નારક જીવો આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપપાતથી રહિત હોય છે. આ રીતે ઉપપાત દેડક સમજી લેવો એજ પ્રમાણે ઉદ્વર્તના દંડક પણ સમજી લેવો જોઈએ. હે ભદન્ત! નારક જીવ જાતિનામ નિધત્તાયુનો બંધ કેટલા આકર્ષો દ્વારા કરે છે? હે ગૌતમ ! જે રીતે ગાય પાણી પીતાં પીતાં ભયવશાત્ કુત્કાર કરે છે એજ પ્રમાણે જીવ તીવ્ર આયુ બંધના અધ્યવસાયથી એકવાર જ જાતિનામનિધત્તાયુનો બંધ કરે છે. મન્દ આયુબંધના અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર આયુબંધના અધ્યવસાયંથી ત્રણ આકર્ષોથી, મન્દતમ આયુબંધના અધ્યવસાયથી ચાર, પાંચ, છ, સાત અને આઠ આકર્ષોથી જાતિનું નામનિધત્તાયુનો બંધ કરે છે. એ જ પ્રમાણે ગતિનામનિધત્તાયુ આદિ જે પાંચ પ્રકારના બંધ છે તેમને નારકી જીવો આઠ આકર્ષોથી કરે છે. નવ આકર્ષોથી કરતા નથી. એ જ પ્રમાણે જે વૈમાનિક દેવો છે તેઓ પણ જાતિનામ નિધતાયુ આદિ બંધોને આઠ આકર્ષોથી કરે છે. | [૨પ૩] હે ભદન્ત ! સંહનન કેટલા પ્રકારના કહ્યા છે? સંહનન છ પ્રકારના કહ્યા છે- વજ8ષભનારાય સંહનન, નારાય સંહનન, અર્ધનારાયસંહનન, કીલિકા સંહનન અને સેવાd સંહનન. હે ભદન્ત ! નારક જીવો ક્યાં સંહનનથી યુક્ત હોય છે ! છ સંહનોમાંના એક પણ સંહનનથી તેઓ યુક્ત હોતા નથી. તેથી તેમને અસંહનની કહે છે. તેમને અસ્થિ હોતી નથી, શિરાઓ હોતી નથી, સ્નાયુઓ હોતા નથી તથા જે પુદ્ગલો સામાન્ય રીતે અનિષ્ટ - અવલ્લભ હોય છે. અકાન્ત અકમનીય હોય છે, અપ્રિય હોય છે. અગ્રાહ્ય હોય છે. સ્વાભાવિક રીતે જ અસુંદર હોય છે. જેનો વિચાર કરવાથી પણ ચિત્તમાં અપ્રીતિ- જાગે એવા હોય છે. તથા જે અમનોભિરામ હોય છે. તેવા પુલો તે નારક જીવોનાં અસ્થિ આદિથી રહિત શરીર રૂપે પરિણમે છે. હે ભદન્ત! અસુર આદિ દેવોના શરીર કયા સંહનનથી યુક્ત હોય છે? હે ગૌતમ! તે અસુરકુમાર દેવોને છ સંહનોમાંથી કોઈપણ સંહનન હોતું નથી તેઓ અસંહનની હોય છે. તેમના શરીરમાં અસ્થિ હોતી નથી, શિરાઓ નથી, તથા જ પુદ્ગલો ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોશ, મનોજ્ઞ, મનામ અને મનોભિરામ હોય છે એ પુદ્ગલો જ તેમના અસ્થિ આદિથી રહિત વિશિષ્ટ શરીર રૂપે પરિણામે છે. એ જ પ્રમાણેનું કથન સ્વનિત કુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy