SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦. સમવાય-પ્રકીર્ષક સાત વિમાનો છે. અને ત્રણ ઉપરિતન ગ્રેવેયકોમાં એકસો વિમાનો છે. તથા અનુત્તર વિમાનોમાં પાંચ જ વિમાનો છે. એ વિમાનો કુલ ૮૪૯૭૦૨૩ છે. પહેલી પૃથ્વીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમી પૃથ્વીમાં જેટલા જેટલા નારકાવાસો છે, તે ગાથા દ્વારા પહેલાં બતાવી દેવામાં આવેલ છે. સાતમી પૃથ્વીને વિષે ગૌતમે જે પ્રશ્ન પૂછ્યો. તેના જવામાં મહાવીર સ્વામી કહે છે કે- હે ગૌતમ ! સાતમી પૃથ્વીનો વિસ્તાર જે એક લાખ આઠ હજાર યોજનનો કહ્યો છે તેમાં ઉપરના સાડા બાવન હજાર યોજનાનો છોડીને તથા નીચેના સાડાબાવન હજાર યોજના છોડીને વચ્ચેના બાકીના ત્રણ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં આ સાતમી પૃથ્વીમાં નારકીઓના પાંચ અનુત્તર-ઉત્કૃષ્ટ-અતિ વિશાળ મહાનારકાવાસો છે. તેમના નામકાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તે બધા નારકાવાસ વચ્ચેથી ગોળ છે. છેડે ત્રિકોણાકાર છે. અને તેમના તળિયાનો ભાગ વજના છરાઓ જેવો છે. પાવતુ આ બધા નરકો અશુભ છે. તે નરકોમાં અશુભ વેદનાઓ ભોગવવી પડે છે. [૨૩૮-૨૪૦] હે ભદન્ત ! અસુરકુમારના આવાસો કેટલા છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની જે એક લાખ એંસી હજાર યોજનની ઉંચાઈ કહેલ છે. તેની ઉપરનો એક હજાર યોજન ભાગ છોડીને, અને નીચેનો એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનો જે એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ બાકી રહે છે. તેટલા આ રત્નપ્રભા પૃથ્વીના ભાગમાં ચોસઠ લાખ અસુરકુમારને આવાસો છે. તે ભવનો બહારથી ગોળાકાર છે. અને અંદરથી ચતુષ્કોણ છે. તેમનો નીચેનો ભાગ કમળની કર્ણિકાના આકારના જેવો હોય છે. જમીનને ખોદીને તેમના ફરતી જે ખાઈ ખોદવામાં આવી છે. તેનો વિસ્તાર વિપુલ અને ગંભીર છે. તેમની પાસેના ભાગમાં અટારી હોય છે. તથા આઠ હાથ પહોળો માર્ગ હોય છે, તથા પુરદ્વાર, કપાટ, તોરણ, બહિદ્વાર અને પ્રતિદ્વાર અવાજોર દ્વારા હોય છે. તે બધા ભવનો પત્થરો ફેંકવાના યંત્રોથી, મુસલ નામનાં હથિયારોથી મુસુંઢીઓથી અને એક સાથે સો માણસોની હત્યા કરનારી શતબિઓથી યુક્ત હોય છે. તેમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરીને લડી શકતું નથી તેથી તે અયોધ્યા છે. તે ભવનો ૪૮ ઓરડાઓથી યુક્ત હોય છે. અને ૪૮ પ્રકારની ઉત્તમ વનમાળાઓથી યુક્ત હોય છે. તે ભવનોના તળિયાના ભાગપર ઉપલેપ કરેલો હોય છે. ગાઢ ગોશીષ ચંદન અને સરસ રક્ત ચંદનના લેપથી તેની દીવાલો પર પાંચે આગંળીઓ અને હથેળીઓના નિશાન પડ્યા હોય એવું લાગે છે. તે ભવનોમાં કાળા અગરૂશ્રેષ્ઠ કુન્દરૂષ્ઠ અને તુરૂષ્ક ના ધૂપને સળગાવવાથી આવતી સુગંધ કરતાં પણ વધારે સુગંધ આવે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુગંધિત પદાર્થો કરતાં પણ તે ભવનો વધારે સુગંધ યુક્ત હોય છે. તેથી તે ભવનો સુગંધિદ્રવ્યોથી યુક્ત લાગે છે. ચારે તરફથી આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ સુંવાળાં પરમાણુસ્કંધમાંથી તેમની રચના થવાને કારણે તે ભવનો સુંવાળા સૂતરમાંથી વણેલા સુકોમળ વસ્ત્ર જેવાં કોમળ હોય છે. ઘસેલા વસ્ત્રો જેટલાં સુવાળો હોય છે. એટલા સુંવાળાં આ ભવનો હોય છે. જેવી રીતે પથ્થરની પુતળીને ખરસાણ (શાણ- સરાણ) પર ઘસીને એક સરખી બનાવેલી હોય છે એવી જ રીતે તે ભવનો પણ પ્રમાણોપેત રચના- વાળા છે. એટલે કે જ્યાં જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy