SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૨૩૨ હે ભદન્ત ! ચંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે ? એક વિષયની વક્તવ્યતા વાળી વાક્યપદ્ધતિનું નામ ચંડિકા છે. આ ગંડિકાઓનો અર્થ કહેવો તે ગંડિકાનુયોગ, ગડિકાનુયોગ અનેક પ્રકારનો કહ્યો છે- કુલકરગંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરોના પૂર્વજન્મઆદિનું કથન કર્યું છે. તીર્થકરસંડિકા-તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિનું કથન છે. ગણધરગંડકા-તેમાં ગણધરોના પૂર્વજન્મઆદિનું નિરૂપણા છે. ચક્રધરગંડિકા-તેમાં ચક્રવર્તીઓના પૂર્વજન્મ આદિનું પ્રતિપાદન છે. દશાહ- ચંડિકાતેમાં સમુદ્રવિજય આદિ દશાહના પૂર્વજન્મ આદિનું વિવરણ છે. બલદેવ- ચંડિકાબળદેવોના પૂર્વજન્મનું વર્ણન છે. વાસુદેવચંડિકા-તેમાં વાસુદેવોના પૂર્વજન્મ આદિનું વર્ણન છે. હરિવંશગંડિકા- તેમાં હરિવંશનું વર્ણન છે. તપ કર્મચંડિકા-તેમાં તપકર્મનું વર્ણન છે. ચિત્રાન્તરગંડિકા- તેમાં અનેક અર્થોનું વર્ણન છે. ઉત્સર્પિણી-ગંડિકા-તેમાં ઉત્સર્પિણીનું વર્ણન છે. અવસર્પિણીગંડિકા-તેમાં અવસર્પિણીનું વર્ણન છે. તથા અમર, નર, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓમાં જે ગમન થાય છે. તે ગમનોમાં જે વિવિધ પર્યટન-પરિભ્રમણ થાય છે. તેનું વર્ણન કર્યું છે. આ રીતે ગંડિકાનુયોગમાં ઉપરોક્ત પ્રકારની ગંડિકાઓનું તથા તે પ્રકારની અન્ય ચંડિકાઓનું પણ સામાન્ય તથા વિશેષ રીતે વર્ણન કર્યું છે. તેમની પ્રજ્ઞાપના થઈ છે, ઉપમાન ઉપમેય દ્વારા, સ્પષ્ટીકરણ કર્યું છે. વારંવાર તેમનું કથન કરેલ છે. શિષ્યોને સમજાવવામાં આવેલ છે. ગંડિકાનુયોગનું આવું સ્વરૂપ છે. હે ભદન્ત ! ચૂલિકાનું સ્વપ કેવું છે? ઉત્પાદ પૂર્વથી લઈને અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ સુધીના ચાર પૂર્વેની ચૂલિકાઓ છે. બાકીના પૂર્વો ચૂલિકા વિનાનો છે. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દ્રષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત શ્લોક છે અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની ગણત્રીમાં તે બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલવસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. સંખ્યાત પ્રાભૃતપ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૃતિકાઓ છે, તેમાં સંખ્યાત લાખ પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત સ્થાવર છે. ઉપર દર્શાવેલા સમસ્ત જિનપ્રજ્ઞપ્ત ભાવ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ નિત્ય છે. પયયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિયુક્તિ, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તે નિકાચિત છે. આ બધા જિનપ્રજ્ઞપ્ત ભાવોનું આ અંગમાં સામાન્ય અને વિશેષ રૂપે કથન કરાયું છે, તેમની પ્રરૂપણા કરી છે, તે પ્રરૂપિત થયા છે, દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે. ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ દ્રષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે તેમાં દશર્વિલ ક્રિયાઓનું સમ્યક અનુષ્ઠાન કરવાથી આત્મસ્વરૂપ બની જાય છે. અને તેની જાણકાર બને છે, તેનું સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયોનો જાણકાર બને છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ- વ્રત શ્રમણ ધર્મ સંયમઆદિની, કરણ પિંડવિશુદ્ધિ. સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે. વચન પર્યાયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy