SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સમવાય-પ્રકીર્ણક બે, ત્રણ, ચારથી સો સુધી અને ત્યાર પછીના કરોડ સુધીના કેટલાક પદાથની અનુક્રમે સંખ્યાની વૃદ્ધિ પ્રમાણે કથન કરાય છે. અને દ્વાદશાંગ રૂપ ગણિપિટકનું પયય-પરિમાણ કહેવામાં આવે છે. એકથી સો સુધીના સ્થાનોમાં ક્રમથી અર્થનિરૂપણા કરવામાં આવે છે. આયારો આદિ બાર ભેદોથી વિસ્તૃત, દેવાદિવડે માનનીય તથા છકાયના જીવરૂપ લોકનું હિત કરનારા શ્રુતજ્ઞાનને સંક્ષેપથી પ્રત્યેકસ્થાન અને પ્રત્યેક અંગમાં અનેક પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. અને વિવિધ પ્રકારના જીવ અને અજીવનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. અને બીજા પણ અનેક પ્રકારના જીવાજીવાદિકના ભાવોનું આ સૂત્રમાં વર્ણન થયું છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના આહાર, ઉચ્છવાસ, નિશ્વાસ, લેગ્યા, નારકાવાસ આદિની સંખ્યા, આવાસોની ઊંચાઈ, વિખંભ અને પરિધિનું પ્રમાણ, ઉપપાત-એક સમયમાં જીવોની ઉત્પત્તિ, એક સમયમાં મરણ તથા અવગાહના તથા ચાર ગતિ- વાળાનું અવધિજ્ઞાન, વેદના-સાતા, અસાતારૂપ વિધાન-નરકાદિનાં ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાયો. આ બધાનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અનેક પ્રકાર ની જીવયોનિઓનું વર્ણન કરાયું છે, મંદર આદિ પર્વતોના વિખંભ, ઉલ્લેધ, ઉંચાઈ, અને પ્રમાણ તથા ખાસ પ્રકારની તેમાં વિધિઓ બતાવી છે. તથા કુલકર તીર્થકર, ગણધરો અને સમસ્ત ભારતના સ્વામી ચક્રવર્તી નરેશોનું વાસુદેવ અને બળદેવોનું વર્ણન કરાયું છે, તથા ભરત આદિ ક્ષેત્રોના નિર્ગમોનું પ્રત્યેક આગળના કરતા પાછળની અધિકતાનું વર્ણન કરાયું છે. પૂર્વોક્ત પદાર્થોનું અને એ પ્રકારના બીજા પદાર્થોનું આ સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરાયું છે. સમવાઓ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, યાવતું અંગની અપેક્ષાએ તે ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશન કાળ છે. પદ પરિમાણની અપેક્ષાએ આ અંગમાં એક લાખ ચુંમાલીસ હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. યાવતુ ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રકારનું સમવાઓનું સ્વરૂપ છે. [૨૨૧] હે ભગવન્! વિવાહ પન્નતી સૂત્રનું કેવું સ્વરૂપ છે? હે ગૌતમ ! તેમાં સ્વસમયોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પરસમયોનું સ્વરૂપ કહેલ છે, સ્વસમયો અને પરસમયો એ બન્નેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જીવોનું સ્વરૂપ બતાવ્યું છે, અજીવોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જીવ અને અજીવ એ બન્નેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, લોકનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, અલોકનું સ્વરૂપ સમજાવ્યું છે. જેમના મનમાં વિવિધ સંશયો ઉત્પન્ન થયા છે તેવા અનેક પ્રકારનાં દેવો, નરેન્દ્રો અને રાજર્ષિઓ દ્વારા પોતાના સંશયોના નિવારણ માટે પૂછાયેલા પ્રશ્નો તથા જિનેશ્વર ભગવાન દ્વારા વિસ્તારપૂર્વક કરાયેલા ઉત્તરો, કે જે ધમસ્તિકાય આદિ દ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, આકાશ આદિ દ્રવ્ય, સમયાદિ રૂપ કાળ, સ્વ અને પરના ભેદથી ભિન્ન ધર્મ, અથવા નવ-પુરાણ આદિ કાળકૃત અવસ્થા, નિરંશ અવયવ, એક અવસ્થામાંથી બીજી અવ સ્થાની પ્રાપ્તિ થવી તે, પરિણામ, ભાવ, અનુગમ, વ્યાખ્યાનના પ્રકાર અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ આદિ દ્વાર, નામાદિનિક્ષેપ, નૈગમાદિ નય, પ્રત્યક્ષ આદિ પ્રમાણ, આનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy