SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪i૪ સમવાય-૩૪ વતમાં ૧ = ૩૪. જંબૂદ્વીપમાં ચોત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. જંબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ ચોત્રીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાય છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ચાર પૃથ્વીઓમાં મળીને ચોત્રીસ લાખ નારકાવાસ હોય છે. સમવાય-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૫) [૧૧૧] સત્ય-વચનના અતિશય પાંત્રીસ છે-સંસ્કાર યુક્ત ભાષા, ઉદાત્ત સ્વર, ગ્રામ્ય-દોષરહિતભાષા,ગંભીરસ્વર,પ્રતિધ્વનિયુક્તસ્વર,સરલભાષા,રૂચિકરભાષા, શબ્દ અલ્પ પણ અર્થ અધિક, પૂવપર વિરોધ રહિત, શિષ્ટભાષા, અસંદિગ્ધભાષા, સ્પષ્ટભાષા, દયગ્રાહીભાષા, દેશકલાનુરૂપ અર્થ, તત્વાનુરૂપ વ્યાખ્યા, સમ્બદ્ધ વ્યાખ્યા, પદ, વાક્યોનું સાપેક્ષ હોવું, વિષયનું યથાર્થ પ્રતિપાદન, ભાષામાધુર્ય, મર્મનું કથન ન કરવું,ધર્મ સમ્બદ્ધ પ્રતિપાદન,પરનિંદાઅનેઆત્મપ્રશાસાથી રહિત કથન, ગ્લાધનીય ભાષા, કારક-કાલ-વચન-લિંગ આદિના વિપર્યાસથી રહિત ભાષા, આકર્ષક ભાષા, અશ્રુતપૂર્વ વ્યાખ્યા, ધારા પ્રવાહ કથન, વિભ્રમ- વિક્ષેપ- રોષલોભ આદિ રહિત ભાષા, એકજ વિષયનું વિવિધ પ્રકારથી પ્રતિપાદન, વિશિષ્ટતાયુક્ત ભાષા, વર્ણ, પદ વાક્યોનું અલગ પ્રતીત હોવું, ઓજયુક્તભાષા, ખેદરહિત કથન, તત્ત્વાર્થની સમ્યક સિદ્ધિ. અરિહંત કુંથુનાથ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. દત્ત વાસુદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. નંદન બલદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. સૌધર્મ કલ્પની સુધમ સભામાં માણવક ચૈત્યસ્તંભની નીચે અને ઉપર સાડા બાર સાડા બાર યોજન છોડીને મધ્યના પાંત્રીસ યોજનમાં વજમય વર્તુલાકાર ડબ્બામાં જિન ભગવાનની અસ્થિઓ છે. બીજી અને ચોથી-આ બે પૃથ્વીઓમાં પાંત્રીસ લાખ નારકાવાસ છે. સમવાય-૩૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૬) [૧૧૨] ઉત્તરાધ્યાનસૂત્રના ભગવાને છત્રીસ અધ્યયનો કહ્યા છે. વિનયકૃત, પરિષહ, ચાતુરંગીય, અસંસ્કૃત, અકામ-મરણીય, પુરૂષવિદ્યા, ઉરભ્રીય, કપિલીય. નમિ-પ્રવ્રજ્યા દ્રુમ-પત્રક, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્ત-સંભૂત, ઈષકારીય, સભિક્ષક, સમાધિસ્થાન, પાપશ્રમણીય, સંયમતીય, મૃગચર્યા, અનાથી-પ્રવજ્યા, સમુદ્રપાલીયા, રથનેમીય, ગૌતમ-કેશીય, સમિતીય, યજ્ઞીય, સામાચારી, ખાંકીય, મોક્ષમાર્ગ ગતિ, અપ્રમાદ, તપોમાર્ગ, ચરણ-વિધિ, પ્રમાદસ્થાન, કર્મપ્રકૃતિ, વેશ્યા અધ્યયન, અણગાર-માર્ગ, જીવાજીવ વિભક્તિ. ચમરેન્દ્રની સુધમાં સભા છત્રીસ યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર આયિકાઓ હતી. ચૈત્ર અને આસો આ બે માસમાં સૂર્ય એકવાર છત્રીસ ગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરે છે. | સમવાય-૩૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૭ [૧૧૩] અરિહંત કુંથુનાથના સાડત્રીસ ગણો અને સાડત્રીસ ગણધરો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy