SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાય-૧૪ ૩૯૬ [૩૧]અગ્રાયણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. શ્રમણ ભગવાનું મહાવીરની શ્રમણસંપદા ચૌદ હજારની હતી. કર્મ વિશુદ્ધિ માગણાની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન છે- મિથ્યાદષ્ટિ, સાસ્વાદાન સમ્યગ્દષ્ટિ, સમ્યગૂ-મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગુદષ્ટિ, વિરતાવિરત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, નિવૃત્તિબાદર,અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ, સયોગકેવલી, અયોગકેવલી. ભરત અને ઐરવત એ દરેક ક્ષેત્રની જીવા વિસ્તારની અપેક્ષાએ ૧૪૭૧ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ ભાગ (૬/૧૯) પ્રમાણ છે. પ્રત્યેક ચક્રવર્તીના ચૌદ રત્ન છે- સ્ત્રીરત્ન, સેનાપતિ રત્ન, ગાથાપતિરત્ન, પુરોહિતરત્ન, વાધકિરત્ન, અશ્વરત્ન, હસ્તિરત્ન અસિરત્ન, દેડરત્ન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકિણી રત્ન. જંબૂદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહાનદીઓ છે જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે-ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાશા, હરિ, હરિકાન્તા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકૂલા, રુપ્પકૂલા, રક્તા અને રક્તવતી, આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. કેટલાક અસરકાર દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવો ની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. લાંતક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ચૌદ સાગરોપમનીછે. શ્રીકાંત, શ્રી મહિત, શ્રી સૌમનસ, લાંતક, કાપિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોજોરાવર્તસક એ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેઓ ચૌદ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ચૌદ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ ચૌદ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૫) [૩૨-૩૪]પરમાધાર્મિક પંદર હોય છે–અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપદ્ધ, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરિણી, ખરસ્વર, મહાઘોષ. ૩િપ ભગવાન નમિનાથ પંદર ધનુષ્ય ઉંચા હતા. ધ્રુવરાહુ કષ્ણપક્ષના પડવાથી પ્રતિદિન ચંદ્રકલાના પંદરમાં ભાગને આચ્છાદિત કરતો રહે છે પડવાના દિવસે પંદરમાંથી એક ભાગને ઢાંકી દે છે. બીજની તિથિએ બીજા ભાગને, ત્રીજની તિથિએ ત્રીજા ભાગને, એવી રીતે પંદરમી તિથિએ અથતુ અમાવાસ્યાની તિથિએ પંદરમાં ભાગને ઢાંકી દે છે. ધ્રુવરાહુ શુકલ પક્ષમાં તે આચ્છાદિત પંદર ભાગો- માંથી દરરોજ એક એક ભાગને અનાવૃત કરતો રહે છે–એકમના દિવસે ચંદ્રની પ્રથમ કલાને પ્રગટ કરે છે. બીજના દિવસે બીજી કલાને, ત્રીજના દિવસે ત્રીજી કલાને, એમ પૂર્ણમાના દિવસે પંદરમી કલા પ્રગટ કરે છે. [૩૬] નક્ષત્રો ચંદ્રની સાથે પંદર મુહુર્ત સુધી યોગ કરે છે, તે છ નક્ષત્રો- શત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy