SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૮૫ नमो नमो निम्मल राणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ સમવાઓ ૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮ અંગસુત્ર-૪-ગુઈરછાયા (સમવાય-૧) [૧] હે આયુષ્યમાનું ! મૃતધર્મના પ્રવર્તક, ચતુર્વિધ સંઘના સંસ્થાપક, સ્વયંસંબંદ્ધ, પુરૂષોત્તમ, પુરૂષસિંહ, પુરૂષવર પુંડરીક, પુરૂષવર ગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતક, અભયદાતા, જ્ઞાનચક્ષુ-દાતા, મોક્ષમાર્ગદાતા શરણદાતા, ધર્મજીવનદાતા, ધર્મપ્રરૂપક, ધર્દિશક, ધર્મનાયક, ધર્મસારથિ, ધર્મચતુર્દિક ચક્રવર્તી, અપ્રતિપાતિ સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, નિષ્કષાય, જિન, રાગષના જીતનાર, અન્ય સાધકોને રાગદ્વેષ જીતાવનાર, સંસાર- સમુદ્રથી ઉત્તીર્ણ અને બીજા જીવોને સંસાર-સમુદ્રથી તારનાર, જીવાદિ નવતત્ત્વોને જાણનારા, બીજાને તત્ત્વોનું જ્ઞાન કરાવનારા, સ્વયે અષ્ટકર્મથી મુક્ત અને બીજાને કર્મબંધનથી મુક્ત થવાનો ઉપાય બતાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપદ્રવ અચલ અરૂજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિસ્થાનને પ્રાપ્ત ભગવાન મહાવીરે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે-આયારો સૂયગડો,ઠાણ, સમવાઓ, વિવાહપન્નતિ નાયાધમ્મકહા, ઉપાસચદસા, અંતગડદસા,અનુત્તરોવવાયદા, પહાવાગરણ, વિવાગસૂર્ય દિઢિવાઓ, તે અંગોમાંથી ચોથું અંગ સમવાય કહેલ છે તેનો અર્થ આ છે. - હે આયુષ્યમ– જંબૂ! મેં તે ભગવાન મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છેચૈતન્યગુણની અપેક્ષાએ આત્મા એક છે. અનુપયોગ લક્ષણની અપેક્ષાએ અનાત્મા (અજીવ) એક છે. અપ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ વ્યાપાર એક હોવાથી દડ એક છે. પ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ અદડ (અહિંસા) એક છે. યોગોની પ્રવૃત્તિરૂપ ક્રિયા એક છે. યોગનિરોધ રૂપ અક્રિયા એક છે. ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો આધારભૂત લોકાકાશ એક છે. જ્યાં ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો અભાવ હોય તે અલોકાકાશ એક છે. જીવો અને પુગલોની ગતિમાં સહાયક સ્વભાવથી ધમસ્તિકાય એક છે. જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયરૂપ સ્વભાવથી અધમસ્તિકાય એક છે. શુભયોગરૂપ પ્રવૃત્તિના એક હોવાથી પુણ્ય એક છે. અશુભયોગરૂપ પ્રવૃત્તિ એક હોવાથી પાપ એક છે. કર્મ બદ્ધ આત્માઓની સામાન્ય વિવક્ષાથી બંધ એક છે. કર્મ મુક્ત આત્માઓની 25] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy