SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩દદ ઠાણ-૯-૮૭૫ મેં શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે એ પ્રમાણે મહાપદ્મ અહત પણ શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે. હે આર્યો! જે પ્રકારે મારા નવગણ અને અગીયાર ગણધરો છે એ પ્રકારે મહાપદ્મ અહંતને પણ નવ ગણ અને અગીયાર ગણધરો થશે. હે આર્યો ! જે પ્રમાણે હું ત્રીસ વર્ષ ગૃહસ્થ પયયમાં રહીને મુંડિત યાવત પ્રવ્રજિત થયો છું અને બાર વર્ષ અને તેર પક્ષ ન્યૂન ત્રીસ વર્ષનો કેવળ પર્યાય, બેતાલીસ વર્ષનો શ્રમણ પર્યાય-એમ બોતેર વર્ષનું પૂણય ભોગવીને સિદ્ધ થઈશ. યાવતુ બધા દુખોનો અંત કરીશ, એ પ્રમાણે મહાપા અહત પણ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૬]જે શીલ સામાચાર સામાચારી અહિત તીર્થકર મહાવીરનો હતો તે જ શીલ સમાચાર મહાપદ્મ અહંતનો પણ થશે. [૮૭૭-૮૭૮]નવ નક્ષત્ર ચંદ્રની પાછળ ગતિ કરે છે, જેમકે- અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશિરા, પુષ્ય, હસ્ત, ચિત્રા. [૮૭૯]આણત પ્રાણત આરણ અશ્રુત કલ્પમાં વિમાન નવસો યોજન ઉંચા છે. [૮૮૦]વિમલવાહન કુલકર નવ ધનુષ્ય ઉંચા હતા. [૮૮૧]કોશલિક ભગવાન ઋષભદેવે આ અવસર્પિણી કાલના નવ ક્રોડાક્રોડ સાગરોપમ કાળ વીત્યા પછી તીર્થ પ્રવર્તાવ્યું. [૮૮૨]ધનદંત લષ્ટદંત ગૂઢાંત અને શુદ્ધાંત આ અન્તર્કંપવાસી મનુષ્યોના દ્વીપ નવસો નવસો યોજનાના લાંબા અને પહોળા કહેલ છે. [૮૮૩શુક્ર મહાગ્રહની નવ વીર્થીઓ (ગતિક્ષેત્રો) છે –હયવથી, ગજ- વિથી, નાગવીથી, વૃષભવીથી, ગોવીથી, ઉરગવીથી, અજવીથી. મિત્રવીથી, વૈશ્વાનર- વીથી. [૮૮૪]નોકષાય વેદનીય કર્મ નવ પ્રકારનું છે, જેમકે-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંક વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગુંછા. [૮૮૫]ચઉરિન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. [૮૮૬ નવ સ્થાનોમાં સંચિત પગલોને જીવોએ પાપકર્મના રૂપમાં ચયન કર્યું હતું, ચયન કરે છે અને કરશે. પૃથ્વી કાયિક જીવો વડે સંચિત યાવતુ પંચેન્દ્રિય જીવો વડે સંચિત. આ પ્રમાણે ચય. ઉપચય-યાવ-નિર્જરા સંબંધી સૂત્રો કહેવા જોઈએ. [૮૮૭નવ પ્રદેશવાળા સ્કંધ અનંત કહેલ છે. આકાશના નવ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત કહેલ છે યાવત્ નવગુણ રૂક્ષ પુદ્ગલ અનંત કહેલ છે. સ્થાનઃ ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ ૧૦) [૮૮૮] લોકસ્થિતિ દશ પ્રકારની છે. જેમકે જીવ મરી મરીને વારંવાર લોકમાં જ ઉત્પન્ન થાય છે. આ એક લોકસ્થિતિ છે. જીવો સદા નિરંતર પાપ કર્મ કરે છે, આ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy