SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન ૩૧ દ્વારવાળી છે. તે નિધિઓના નામવાળા તથા પલ્યોપમની સ્થિતિવાળા ત્રાયસિંશ દેવતા તે નિધિઓના અધિષ્ઠાતા છે. પરંતુ તે નિધિઓથી ઉત્પન્ન વસ્તુઓ દેવાનો અધિકાર તેમને નથી. તે બધી મહાનિધિઓ ચક્રવર્તીને આધીન હોય છે. [૮૩૦]વિકૃતિઓ નવ પ્રકારની છે. જેમકે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, માંસ. [૮૩૧]ઔદારિક શરીરના નવ છીદ્રોથી મળ નીકળે છે. જેમકે બે કાન, બેનેત્ર, બે નાક, મુખ, મૂત્ર સ્થાન, ગુદા. [૮૩૨]પુણ્ય નવ પ્રકારના હોય છે. જેમકે-અન્નપુણ્ય, પાણપુણ્ય, વસ્ત્ર પુણ્ય લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ર પુણ્ય, મનપુણ્ય વચન પુણ્ય, કાયા પુણ્ય, નમસ્કાર પુણ્ય. [૮૩૩]પાપ ના સ્થાન નવ પ્રકારના હોય છે. જેમકે- પ્રાણતિપાત. મૃષાવાદ યાવત્ પરિગ્રહ, ક્રોધ, માન માયા, લોભ. [૮૩૪-૮૩૫] પાપશ્રુત નવ પ્રકારના છે. જેમકે–ઉત્પાત, નિમિત, મંત્ર, આખ્યાયક, ચિકિત્સા, કલા, આકરણ, અજ્ઞાન, મિથ્યા પ્રવચન. [૮૩૬]અનુવાદ નામક નવમાં પૂર્વમાં નૈપુણિક વસ્તુઓના નવ અધ્યયનો છે. તે સંખ્યાન,નિમિત્ત,કાવિક,પુરાણ,પરિહસ્તિક,૫૨પંડિત,વાદી,ભુતિકર્મ, આપ્રમાણેછે. ચિકિત્સક. [૮૩૭]ભગવાન મહાવીરના નવ ગણ હતા. જેમકે ગોદાસગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉધહ ગણ, ચારણગણ, ઉર્ધ્વવાનિકગણ, વિશ્વવાદીગણ કામશ્ર્વિક ગણ, માનવ ગણ, કોટિક ગણ, [૮૩૮]શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે નવકોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે સ્વયં જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, હિંસા કરવા વાળાનુ અનુમોદન કરતા નથી, સ્વયં અન્નાદિની પકાવે નહિ, બીજા પાસેથી નહિ, પકાવવા વાળાનું અનુમોદન કરતા નથી. સ્વયં ખરીદતા નથી. બીજાથી ખરીદાવતા નથી. ખરીદવાવાળાને અનુમોદન આપતા નથી. [૮૩૯]ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની નવ અગ્રમહિષીઓ છે. [૮૪૦] ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની છે. ઈશાન કલ્પમાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે. [૮૪૧-૮૪૨]નવ (લૌકાન્તિક) દેવનિકાય (સમૂહ) છે. જેમકે સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દોય, તુષિત, અવ્યાબાધ, અગિય્યા, રિષ્ટ. [૮૪૩]અવ્યાબાધ દેવોને નવસો નવ દેવોનો પરિવાર છે. એ પ્રમાણે અગિચ્યા અને રિઠા દેવોનો પરિવાર છે. [૮૪૪-૮૪૫]નવ ત્રૈવેયકવિમાનોના પ્રસ્તર છે. જેમકે–અધસ્તન અધસ્તન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન ઉપરિતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy